________________
ભાષાંતર ]
અગિયારમા ગણધરનો વાદ.
[૧૭૫
શ્રી જિનેશ્વરે તેમના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી. ૨૦૨૨-૨૦૨૩-૨૦૨૪.
પ્રભાસ :- અસ્તુ આપ કહો છો તેવો મુક્તાત્મા હોય અને એથી જીવકર્મના વિયોગરૂપ મોક્ષ, તથા તેમાં આત્માની વિદ્યમાનતા હોય એ પણ હું માનું છું, પરંતુ “સિદ્ધના જીવો સુખદુઃખ રહિત છે” એમ જે મેં પૂર્વે શ્રુતિથી કહ્યું છે, તે મુજબ “અશરીરીને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી'' એવા વચનથી મુક્તાત્માને સુખનો તો અભાવ જ સિદ્ધ થાય છે.
ભગવંત :- જીવોને પ્રિય અપ્રિય, એટલે સાંસારિક સુખ-દુઃખ છે, તે તો પુન્ય-પાપરૂપી કર્મજન્ય છે અને એ પુન્ય-પાપ મુક્તાત્માને સર્વથા ક્ષય પામેલા છે, તેથી તેમને સાંસારિક પ્રિયાપ્રિય ન સ્પર્શે, એ યોગ્ય જ છે, પરંતુ એથી કંઈ મુક્તાત્માને સુખનો અભાવ ન માની લેવો, કારણ કે રાગ-દ્વેષરહિત મુક્તાત્મા ઉત્કૃષ્ટજ્ઞાની અને નિરાબાધ હોવાથી, તેમને સ્વાભાવિક અને નિરૂપમ મોક્ષસુખ હોય છે, વળી તે પ્રાપ્ત થયેલું સુખ પુનઃ નાશ પણ નથી પામતું.
અથવા “અશરીરીને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી” એ કથનથી મુક્તાત્માને સુખનોઅભાવ સિદ્ધ કરવા માટે વિવાદ કરવો જ નકામો છે, કેમકે પુન્ય-પાપજનિત પ્રિયા-પ્રિયનો અભાવ થવાથી મુક્તાત્માને તે સાંસારિક સુખ દુઃખનો સ્પર્શ ન થાય, એ સ્પષ્ટ જ છે, માટે આસન્ન કલ્યાણિ ! ભદ્ર ! પ્રભાસ ! “મૈં દિવૈ શરીરરચ' ઈત્યાદિ વેદના પદોથી જીવ અને કાર્મણ શરીરના વિયોગરૂપ મોક્ષ, મોક્ષમાં જીવની વિદ્યમાનતા, અને પુન્ય-પાપનો ક્ષય થવાથી ઉત્પન્ન થયેલાં મુક્તાત્માને સ્વભાવિક અપ્રતિપાતિ સુખ આ ત્રણે બાબતો સિદ્ધ થાય છે.
-
વળી “નરામર્થ વૈતત્ સર્વ ચનદ્દોત્રમ્” એટલે મરણકાળ પર્યંત અગ્નિહોત્ર કરવો. આ વેદવાક્યમાં મોક્ષહેતુભૂત ક્રિયાના આરંભનો કાળ બતાવ્યો નથી, તેથી જે તું મોક્ષના સંબંધે શંકા કરે છે, તારી તે શંકા પણ અયોગ્ય છે, કેમકે તેમાં વા શબ્દનો અવિ અર્થ હોવાથી તે પદનો અર્થ એવો છે, કે જીવનપર્યંત-સર્વ કાળ સુધી પણ અગ્નિહોત્ર કરવો અને વા શબ્દથી મોક્ષની ઈચ્છાવાળાએ મોક્ષ હેતુ અનુષ્ઠાન પણ કરવું. આ પ્રમાણે વિશ્વબંધુ શ્રી જિનેશ્વરદેવે વેદોક્ત શ્રુતિથી અને યુક્તિઓ વડે મોક્ષની સિદ્ધિ કરીને પ્રભાસના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી. ૨૦૨૨-૨૦૨૩-૨૦૨૪.
અહીં અગિયારમા ગણધરનો વાદ સમાપ્ત થયો અને એ સમાપ્ત થવાથી બધા ગણધરોના વાદની સમાપ્તિ થઈ.
હવે ઉપરોક્ત ગણધરોની ઉત્પત્તિના કારણભૂત ક્ષેત્ર-કાળાદિ અગિયાર દ્વારો જણાવવા દ્વારગાથા કહે છે.
(૨૮૭). એત્તે ાને નમે ગોત્તમચાર-જી૩મત્યપરિયાણ |
Jain Education International
વતિય આ ગામ પરિનિજ્વાળે તવ ચેવ ૨૦૨૧૬૪રી
For Private & Personal Use Only
www.jainelibrary.org