SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪]. અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એવો વિદ્યમાન અશરીરી જીવ, તેને સુખ-દુઃખ સ્પર્શતાં નથી અને વા શબ્દથી પૂર્વે કહેલ વીતરાગને પણ તે સુખ-દુઃખ સ્પર્શતાં નથી. પ્રભાસ - એ પ્રમાણે શબ્દમાંના અક્ષરોનો વિશ્લેષ કરીને સ્વાભિપ્રેત અર્થની સિદ્ધિ માટે જુદા જુદા વ્યાખ્યાન હું પણ કરી શકું છું. એથી પોતાને અનુકૂળ આપ કહો છો, તેવા પ્રકારની મોક્ષની સિદ્ધિ નથી થતી, કેમકે “31શરીર વા વરસન્ત” એ પદમાંના વા વસન્ત શબ્દનો વા ૩વરસન્ત એવો વિશ્લેષ કરીને જે કોઈ પણ સ્થળે ન હોય તે, એવો અર્થ કરીએ, તો અશરીરી એવા જીવનો મુખ્તાવસ્થામાં અભાવ હોવાથી તેને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. આવા અર્થથી મોક્ષનો અને જીવનો અભાવ પણ સિદ્ધ થાય. ભગવંત - તારો એ અર્થ અયોગ્ય છે, કેમકે “જેને શરીર ન હોય, તે અશરીરી” એ પ્રમાણે અશરીરનો અર્થ કરતાં મુક્તાવસ્થામાં જીવની વિદ્યમાનતા સમજાય છે, તેથી અહીં અકારનો પ્રશ્લેષ કરીને વ્યાખ્યા કરવી યોગ્ય નથી. વળી “સુખદુઃખ સ્પર્શતાં નથી.” એ વાક્યમાં સ્પર્શનારૂપ વિશેષણ છે, તે અશરીરીનું છે, જો અશરીરી શબ્દનો અર્થ જીવનો અભાવ, એવો કરવામાં આવે તો એ વિશેષણ નિરર્થક ગણાય, કેમકે “વંધ્યાના પુત્રને સુખ-દુઃખ સ્પર્શતાં નથી.” આમાં અભાવરૂપ વંધ્યાપુત્રને સ્પર્શનારૂપ વિશેષણ નકામું છે. તેમ અહીં પણ નકામું જ થાય, તેથી અશરીર એટલે જે મુક્તજીવ તેને જ એ વિશેષણ યુક્ત છે. માટે “વા વરસન્ત” એવો પ્રશ્લેષ કરીને વ્યાખ્યા કરવી અયોગ્ય છે. પણ જે પ્રમાણે અમે વ્યાખ્યા કરી તે જ યોગ્ય છે. આથી જીવ તથા કાર્મણ શરીરના વિયોગરૂપ મોક્ષની અને મુક્ત જીવની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. પણ જીવનો નિષેધ કરવાથી તો પૂર્વોક્ત શ્રુતિ જ નિરર્થક થાય છે. ૨૦૧૯-૨૦૨૦-૨૦૨૧. મુક્તાવસ્થામાં સુખના સદ્ભાવની સિદ્ધિ અને ઉપસંહાર. एवं पि होज्ज मुत्तो निस्सुह-दुक्खत्तणं तु तदवत्थं । तं नो पिय-ऽप्पियाई जम्हा पुण्णेयरकयाइं ॥२०२२॥ नाणाबाहत्तणओ न फुसंति वीयरागदोसरस । तस्स पियमप्पियं वा मुत्तसुहं को पसंगोऽत्थ ? ॥२०२३॥ (૨૮૮) છિન્નમ સંસીમ નિનર-મરપવિપ્રમુof I सो समणो पव्वइओ तिहिं सह खंडियसएहिं ॥२०२४॥६४१॥ અસ્તુ એ પ્રમાણે મુક્તાત્મા ભલે હોય, પરંતુ તે સુખ-દુઃખ રહિત હોવાથી તેને પ્રિયાપ્રિય સ્પર્શતા નથી, એટલે સુખ-દુઃખ તો નથી એ વાત તો નક્કી છે-એમ કહેવામાં આવે, તો તે અયુક્ત છે, કેમકે પ્રિયા-પ્રિય એ પુન્ય-પાપકૃત છે, તથા જ્ઞાની અને નિરાબાધ હોવાથી રાગષરહિત તે મુક્તાત્માને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી, પણ તેમને સ્વભાવિક મુક્તિસુખ હોય છે, એટલે તેમને સુખનો અભાવ કહેવાનું કંઈજ પ્રયોજન નથી. એ પ્રમાણે જરા અને મરણથી મૂકાયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy