________________
ભાષાંતર ] અગિયારમા ગણધરનો વાદ.
[૧૭૩ સમાન છે. તેથી તે અપેક્ષાએ ઉભયમાં સદેશતા છે. ઉભયની સદેશતામાં શરીર બાધક છે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે; કેમકે શરીર તો જીવ સાથે ક્ષીર-નીરની જેમ એકરૂપ થઈ ગયેલ હોવાથી એક જ છે. આ પ્રમાણે “ર” શબ્દના નિષેધથી તેની જેવા જ પદાર્થનો પ્રત્યય અન્ય પદાર્થમાં થાય છે, પણ સર્વથા અભાવમાં નથી થતો, માટે અશરીર શબ્દથી જીવ જ સમજવો, પણ ખરવિષાણની જેમ અભાવ ન સમજવો. ૨૦૧૫ થી ૨૦૧૮. હવે “વા વસન્ત” પદનો અર્થ કહે છે.
जं व वसंतं संतं तमाह वासद्दओ सदेहंपि । न फुसेज्ज वीयरायं जोगिणमिटे-यरविसेसा ॥२०१९॥ वाव त्ति वा निवाओ वासहत्थो भवंतमिह संतं । बुज्झाऽव त्ति व संतं नाणाइविसिट्ठमहवाह ॥२०२०॥ न वसंतं अवसंतं ति वा मई नासरीरगहणाओ।
फुसणाविसेसणंपि य जओ मयं संतविसयंति ॥२०२१॥ જે મુક્તાવસ્થામાં વિદ્યમાન હોય તેને તથા વા શબ્દથી સદેહી વીતરાગ યોગીને પણ ઈષ્ટાનિષ્ટ વિશેષો એટલે સુખ-દુઃખ સ્પર્શતાં નથી. અથવા “વાવ” શબ્દ અવ્યય છે અને “સંત” એટલે (મુક્તાવસ્થામાં) વિદ્યમાન એવા જીવને તથા વા શબ્દથી સશરીરી વીતરાગને અથવા જ્ઞાનાદિગુણ વિશિષ્ટ વિદ્યમાન જીવ, તેને સુખ-દુઃખ સ્પર્શતાં નથી, એમ જાણવું.
નહિ વસતો તે અવસતો અર્થાત્ “કોઈપણ સ્થળે ન હોય.” એવો અર્થ કરવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે અશરીર શબ્દથી (પૂર્વે કહ્યા મુજબ) જીવ સમજાય છે અને સ્પર્શના પણ વિદ્યમાન વિષયી જ માનેલ છે. ૨૦૧૯-૨૦૨૦-૨૦૨૧.
વા વસન્ત” એટલે લોકાગ્રે રહેલ. આ વિશેષણથી અશરીર શબ્દવડે વાચ્ય એવા વિદ્યમાન જીવનું જ કથન કર્યું છે, પણ અવિદ્યમાન અર્થનું પ્રતિપાદન નથી કર્યું. કેમકે વસવાનો-રહેવાનો ધર્મ એ વિદ્યમાન પદાર્થનો છે માટે જીવના નાશરૂપ મોક્ષ નહીં, પણ જીવની શુદ્ધ મુક્તઅવસ્થા તે મોક્ષ જાણવો તથા રા શબ્દથી માત્ર અશરીરી જીવ જ તે વેદનાથી મુક્ત છે, એમ નહીં, પરંતુ સદેહી વીતરાગ-જેનો મોહ ઉપશાન્ત થયો હોય, અથવા ક્ષય થયો હોય એવા પરમ સમાધિવાળા યોગી, તે પણ તેથી મુક્ત કહેવાય, તેવાને પણ સુખ-દુઃખ સ્પર્શતાં નથી.
અથવા “વા વસન્ત” શબ્દનો “વાર સત્ત” એવો શ્લેષ કરીને વાવ એ અવ્યયનો અર્થ અથવા અને સત્ત શબ્દનો અર્થ વિદ્યમાન કરીએ, ત્યારે મોક્ષમાં વિદ્યમાન એવા અશરીરી જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી અને તાવ શબ્દથી પૂર્વોક્ત વીતરાગ યોગીને પણ તે સ્પર્શતાં નથી.
અથવા વા-૩ર-સત્તે એવો શ્લેષ કરીએ. તેમાં અવધાતુના રક્ષણ-ગતિ-પ્રીતિ વિગેરે ઓગણીસ અર્થ થાય છે, અને જે ધાતુ ગતિવાચક હોય છે, તે ધાતુ જ્ઞાનવાચક પણ હોય છે, તેથી અશરીરી હોવા છતાં મુક્તાવસ્થામાં વિદ્યમાન એવો જીવ, અથવા જ્ઞાનાદિગુણ વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org