________________
ભાષાંતર) અગિયારમા ગણધરનો વાદ.
[૧૬૭ પ્રભાસ - જીવ જ્ઞાન સ્વરૂપ છે, એમાં પ્રમાણ શું ?
ભગવંત :- સ્વશરીરમાં જીવ જ્ઞાન સ્વરૂપ છે, એ તો પ્રત્યક્ષ અનુભવથી જણાય છે, કેમકે ઈન્દ્રિયોનો વ્યાપાર બંધ પડ્યા પછી પણ ઈન્દ્રિય વ્યાપારથી જાણેલ અર્થનું સ્મરણ થાય છે. તથા કોઈ વખત અન્યમનસ્ક અવસ્થામાં (મનના બીજા ચિંતનમાં) ઈન્દ્રિયનો વ્યાપાર હોય, તો પણ અર્થનું જ્ઞાન નથી થતું, તેમ જ કોઈ વખત વ્યાખ્યાન અવસ્થામાં, નહિ જોયેલ કે નહિ સાંભળેલ અર્થનું, સારા ક્ષયોપશમથી સ્મરણ થાય છે, આ સઘળું સર્વકોઈ વ્યક્તિને અનુભવસિદ્ધ હોય છે, વળી તથાવિધ પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિ લક્ષણોથી પર શરીરમાં પણ જીવ જ્ઞાનસ્વરૂપ છે, એમ જણાય છે.
એ જ પ્રમાણે મુક્તાત્મા પણ સંપૂર્ણ જ્ઞાનવાન છે. ઈન્દ્રિયવાળા જીવને થોડા આવરણનો ક્ષય થવાથી તે તરતમતાએ જ્ઞાનવાન છે, અને જેને ઈન્દ્રિયો નથી, એવા મુક્તાત્માને સર્વ આવરણનો ક્ષય થવાથી સંપૂર્ણ જ્ઞાન છે. જેમ સમસ્ત મેઘાદિ આવરણનો અપગમ થવાથી સૂર્ય સંપૂર્ણ પ્રકાશમય થાય છે, તેવી જ રીતે જ્ઞાનસ્વરૂપ મુક્તાત્મા, ઈન્દ્રિયોના અભાવે સર્વ આવરણ દૂર થવાથી સંપૂર્ણ જ્ઞાનરૂપ સંપૂર્ણ પ્રકાશવાન થાય છે. એવા સ્વરૂપવાળો આત્મા ફક્ત સંસારી અવસ્થામાં છદ્મસ્થ હોય, ત્યારે કંઈક આવરણ ક્ષય થયા હોય, અને કંઈક ક્ષીણ ન થયા હોય ત્યારે, ઈન્દ્રિયરૂપ છિદ્રોવડે, છિદ્રવાળી ભીંત આદિના આવરણથી આવૃત દીપકની જેમ કિંચિત્માત્ર વસ્તુ પ્રકાશે છે - જાણે છે. પણ મોક્ષ અવસ્થામાં મુકતાત્મા સર્વ આવરણના અભાવે, દીપક જેમ વધારે સારો પ્રકાશ આપે છે, અથવા ગૃહ વિનાનો (ચોતરફથી છુટો થયેલો) પુરૂષ જેમ બહારની વસ્તુ વધારે સારી રીતે જોઈ શકે છે, તેમ સર્વ વસ્તુને સર્વ પ્રકારે જાણે છે માટે મુક્તાત્મા બાધારહિત અને પરમજ્ઞાનવાન હોવાથી અત્યંત સુખી છે. ૧૯૯૭-૨૦૦૧. પુન્ય-પાપના અભાવે મુક્તાત્માને સુખનો અભાવ હોય એમ પ્રભાસ કહે છે.
पुण्णा-पुण्णकयाइं जं सुह-दुक्खाइं तेण तन्नासे । तन्नासो तो मुत्तो निस्सुह दुक्खो जहागासं ॥२००२॥ अहवा निस्सुह-दुक्खो नभं व देहे-दियादभावाओ । आहारो देहो च्चिय जं सुह-दुक्खोवलद्धीणं ॥२००३॥ पुण्णफलं दुक्खं चिय कम्मोदयओ फलं व पावस्स ।
नणु पावफले वि समं पच्चक्खविरोहिआ चेवं ॥२००४॥ જે સુખ-દુઃખ છે, તે પુન્ય-પાપકૃત છે અને એ કારણભૂત પુન્ય-પાપનો નાશ થવાથી તેના કાર્યભૂત સુખ-દુઃખનો પણ નાશ થાય છે; માટે મુક્તાત્મા આકાશની જેમ સુખ-દુઃખ રહિત છે. અથવા શરીર અને ઈન્દ્રિયાદિના અભાવે મુક્તાત્મા આકાશની જેમ સુખ-દુઃખ રહિત છે. કેમકે શરીર જ સુખ-દુઃખની ઉપલબ્ધિનો આધાર છે. (ચક્રવર્તિ આદિ પદપ્રાપ્તિરૂ૫) પુન્યનું ફળ કર્મોદયજન્ય હોવાથી દુઃખરૂપ જ છે. (એમ કહેવામાં આવે તો નરકાદિરૂ૫) પાપના ફળમાં પણ એ જ પ્રમાણે કહી શકાય. (જેમકે દુઃખરૂપે માનેલું પાપનું ફળ, કર્મોદયજન્ય હોવાથી પરમાર્થથી સુખરૂપ જ છે.) અને એમ કહેવું એ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. ૨૦૦૨-૨૦૦૩-૨૦૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org