________________
૧૯૮] અગિયારમા ગણધરનો વાદ. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
એના ઉત્તરમાં સાંસારિક સુખ તે દુઃખ જ છે, વાસ્તવિક સુખ તો મોક્ષમાં જ છે એમ જણાવતા ભગવંત ફરમાવે છે કે -
जत्तो च्चिय पच्चक्खं सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं तो पुण्णफलं पि दुक्खं ति ॥२००५॥ विसयसुहं दुक्खं चिय दुक्खपडियारओ तिगिच्छ ब्व । तं सुहमुवयाराओ न योवयारो विणा तच्चं ॥२००६॥ तम्हा जं मुत्तमुहं तं तच्चं दुक्खसंखएऽवस्सं ।
मुणिणोऽणावाहस्स व णिप्पडियारप्पसूइओ ॥२००७॥ હે સૌમ્ય ! જે પ્રત્યક્ષ સુખ જણાય છે, તે સુખ નથી, પણ દુઃખ જ છે, માત્ર દુઃખના પ્રતિકારરૂપે તેની વ્યવસ્થા કરી છે, એટલે પુન્યનું ફળ પણ દુઃખરૂપ જ છે. જેમ રોગોપશાન્તિ માટે કરેલું ઔષધપાન દુઃખરૂપ છતાં સુખરૂપ મનાય છે, તેમ વિષયસુખ પણ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી દુઃખરૂપ છતાં સુખ કહેવાય છે, તેને જે સુખ કહેવાય છે તે ઉપચારથી કહેવાય છે અને એ ઉપચાર સત્ય સુખ વિના થઈ શકે નહીં. માટે જે મુક્તાત્માનું સુખ છે, તે જ અવશ્ય સર્વ દુઃખનો ક્ષય થવાથી, તેમજ નિરાબાધ મુનિની જેમ નિષ્પતિકાર હોવાથી સત્યસુખરૂપ છે. ૨૦૦૫-૨૦૦૬-૨૦૦૭. - ભગવત - સૌમ્ય ! પ્રભાસ ! આ સંસારચક્રમાં પુષ્પમાળા-ચંદન-અંગનાદિના ભોગજન્ય જે સુખ છે, તે સર્વ દુઃખ જ છે. કેમકે સ્ત્રીસંભોગાદિ સંબંધી ઉત્સુકતાથી થયેલ અરતિરૂપ દુઃખનો, સ્ત્રીસંભોગાદિ પ્રતિકાર છે, તે પ્રતિકારરૂપ હોવાથી દુઃખરૂપ છતાં પણ તેને સુખરૂપે મૂઢ લોકોએ ભેદ પાડ્યો છે. એટલે કે સ્ત્રીસંભોગાદિકને ખસને ખંજવાળવાના સુખની જેમ સુખ માન્યું છે, અને શૂલીપર ચડાવવું, શૂળ આવવું, મસ્તકમાં પીડા થવી, બંધન વિગેરેને દુઃખ માન્યું છે.
પ્રભાસ - સ્ત્રીસંભોગ-ચક્રવર્તિઆદિ પદની પ્રાપ્તિ વિગેરે સ્વસંવેદ્ય સુખને દુઃખ કહેવું, એ તો પ્રત્યક્ષ વિરૂદ્ધ જણાય છે.
ભગવંત - એ મોહમૂઢને પ્રત્યક્ષ હોવાથી સત્ય નથી. મોહથી મુઢ થયેલા પ્રાણીઓ તે તે વસ્તુની પ્રાપ્તિ માટેની ઉત્સુકતાથી થયેલ અરતિરૂપ દુઃખના પ્રતિકારને મિથ્યાપણે સુખ માને છે, દુઃખમાં પણ તેને સુખની કલ્પના થાય છે. ખસને ખંજવાળવામાં અને અપથ્ય આહારને ખાવામાં સુખ માને છે, તેમ વિષયસુખરૂપ પુન્યનું ફળ પણ વસ્તુતઃ દુઃખ જ છે કારણ કે જેમ કોઢ-દંડહરસ આદિ રોગોપશાંતિ માટે ઉકાળાનું પાન, છેદન-ડંભન (ડામ દેવો) વિગેરે ઉપાયો દુઃખકારી છતાં પણ સુખરૂપ મનાય છે, તેમ તે વિષયસુખ પણ ઉત્સુકતાજન્ય અરતિરૂપ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી ખરી રીતે દુઃખ જ છે. લોકમાં તેને સુખ કહેવાય છે. પણ તે સુખ ઉપચારથી કહેવાય છે, એ ઉપચાર સત્ય નથી. પણ સત્ય વસ્તુ જો ન હોય તો અન્યત્ર ઉપચાર કરી શકાતો નથી, એટલે કે જેમ સત્ય સિંહ હોવાથી જ અન્યત્ર કોઈ વ્યક્તિમાં સિંહપણાનો ઉપચાર કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org