________________
ભાષાંતર ]
અગિયારમા ગણધરનો વાદ.
[૧૯૫
ઉત્કૃષ્ટ મુનિની જેમ પ્રકૃષ્ટ જ્ઞાનવાન્ અને બાધારહિત હોવાથી મુક્તાત્મા પરમસુખી છે. કેમકે આવરણ અને બાધાના હેતુનો અભાવ હોવાથી મુક્તાત્માનો તેવો જ - જ્ઞાનાદિમય ધર્મ છે. મુક્તાત્મા કરણના અભાવે આકાશની પેઠે અજ્ઞાની છે. (એમ કહેવામાં આવે તો) તે કથન વિરૂદ્ધ છે; કેમકે એથી તો જીવનું અજીવપણું સિદ્ધ થઈ જાય.
અસ્તુ ભલે એમ થાય, (એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે -) જેમ આકાશને જીવત્વ પ્રાપ્ત થવું વિપરીત છે, તેમ દ્રવ્યપણું અને અમૂર્ત્તપણું એ જીવની સ્વભાવનીતિ છે, તેની જાત્યન્તરપણાની પ્રાપ્તિ પણ અતિ વિરૂદ્ધ છે. વળી ઈન્દ્રિયો કુંભની જેમ મૂર્ત સ્વભાવવાળી હોવાથી તે જાણનાર નથી, પણ જાણવાના દ્વારો છે, જાણનાર તો જીવ જ છે. કારણ કે ઈન્દ્રિયોનો ઉપરમ થયા છતાં પણ સ્મરણ થાય છે અને ઈન્દ્રિયોનો વ્યાપાર છતાં પણ કોઈ વખત જ્ઞાન નથી થતું, માટે પાંચ બારીએથી જોનાર વ્યક્તિની જેમ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. ૧૯૯૨ થી ૧૯૯૬.
પ્રભાસ :- દુઃખાદિનો ક્ષય થઈ પોતાના સ્વરૂપે જીવની વિદ્યમાન અવસ્થા તે મોક્ષ, એમ જો આપ કહેતા હો, તો તે અવસ્થામાં શબ્દાદિ વિષયના ઉપભોગતા અભાવે, મુક્તાત્માને સુખનો અભાવ હોવો જોઈએ.
ભગવંત :- તારી એ માન્યતા અયોગ્ય છે, કેમકે મુક્તાત્માને સર્વ આવરણનો ક્ષય થયેલ છે, તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનવાન છે અને દુ:ખના હેતુભૂત વેદનીયાદિ કર્મનો સર્વથા અભાવ હોવાથી કોઈપણ પ્રકારની બાધાથી રહિત છે, એટલે કે-ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદમાં મગ્ન થયેલા મુનિ જેમ સુખી હોય છે, તેમ મુક્તાત્મા પણ ઉત્કૃષ્ટ જ્ઞાની, અને જન્મ-જરા-વ્યાધિ-મરણ-ઈષ્ટ વિયોગ-અતિશોક-ક્ષુધા-તૃષા-ઠંડી-ગરમી-કામ-ક્રોધ-મદ-શઠતા-રાગ-દ્વેષ-ચિંતા-ઉત્સુકતા-વિગેરે નિઃશેષ દુઃખના
અભાવે અત્યંત સુખી છે.
પ્રભાસ :- પરંતુ મુક્તાત્માને ઈન્દ્રિયો નહિ હોવાથી, તે આકાશની જેમ અજ્ઞાની છે.
ભગવંત :- તારૂં એ કથન અયોગ્ય છે, કેમકે તે કહેલો હેતુ ધર્મીના સ્વરૂપને વિપરીતપણે સિદ્ધ કરે છે, તેથી વિરૂદ્ધ છે. વળી એ હેતુથી “મુક્તાત્મા ઈન્દ્રિયોના અભાવે આકાશની જેમ અજીવ છે.'' એમ પણ સિદ્ધ થશે.
પ્રભાસ :- અસ્તુ મુક્તાત્માને અજીવપણું સિદ્ધ થાય, તો શી હરકત છે ?
ભગવંત :- જેમ દ્રવ્યપણું અને અમૂર્દાપણું એ જીવની સ્વભાવભૂત જાતિ છે, તે જાતિ અન્યજાતિપણે એટલે અદ્રવ્ય અને અમૂર્તપણે કોઈપણ અવસ્થામાં નથી થતી; તેમ જીવપણું પણ જીવની સ્વભાવભૂતજાતિ છે, તેથી તે જાતિ અન્યજાતિપણે એટલે અજીવપણે કોઈપણ અવસ્થામાં નથી થતી. તેથી મુક્તાવસ્થામાં પણ જીવનું અજીવપણું નથી થતું. આ પ્રમાણે જેમ મુક્ત જીવ અદ્રવ્ય અને મૂર્ત નથી થતો, તેમ તે પોતાના જીવસ્વભાવથી પલટી અજીવપણે પણ નથી થતો, અન્યથા જો તે સ્વભાવનો ત્યાગ કરે તો આકાશ અને પરમાણુ આદિ પણ પોતાના સ્વભાવનો ત્યાગ કરીને વિપરીત બની જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org