________________
૧૬૪] અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થઈને પછી ક્ષેત્ર કાળાદિ ભિન્ન સામગ્રી પામીને પુગલ પરિણામની વિચિત્રતાથી સ્પર્શન-રસન આદિ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે; જેમકે સુવર્ણનું પતરું પ્રથમ ચક્ષુ ગ્રાહ્ય હોય છે, પછી તેને શુદ્ધ કરવાને અગ્નિમાં નાખ્યું હોય અને ભસ્મ સાથે મળી ગયું હોય, તો તે સ્પર્શેન્દ્રિય ગ્રાહ્ય થાય છે, પુનઃ પ્રયોગ વડે ભસ્મથી જુદું કર્યું હોય તો પાછું ચક્ષુગ્રાહ્ય થાય છે. એ જ પ્રમાણે લવણ-સુંઠ-હરિતકી-ચિત્રક-ગોળ વિગેરેનાં પુગલો પ્રથમ ચક્ષુગ્રાહ્ય હોઈને પછી રાખોડીમાં અથવા ઘણાં ઔષધના સમુદાયમાં, ઉકાળા રૂપે, ચૂર્ણ રૂપે કે લેપરૂપે પરિણામ પામવાથી રસનેન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. કપૂર, કસ્તુરી આદિનાં પુદ્ગલો ચક્ષુગ્રાહ્ય છતાં પણ વાયુવડે દૂર લઈ જવાયાથી ધ્રાણેન્દ્રિય ગ્રાહ્ય થાય છે. નવ યોજન ઉપરાંત ગયેલા કેટલાક પુગલો તથાવિધ કિંઈક વધારે સૂક્ષ્મ પરિણામ પામવાથી કોઈ પણ ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી થતા, એ સઘળું થવામાં કેવળ પુદ્ગલ પરિણામની વિચિત્રતા જ મુખ્ય કારણ છે. ,
તથા વાયુ સ્પર્શનેન્દ્રિયને જ ગ્રાહ્ય છે, રસ જીવ્હાઈન્દ્રિયને જ ગ્રાહ્ય છે, ગંધ ધ્રાણેન્દ્રિયને જ ગ્રાહ્ય છે, રૂપ ચક્ષુ ઇન્દ્રિયને જ ગ્રાહ્ય છે અને શબ્દ શ્રોત્રેન્દ્રિયને જ ગ્રાહ્ય છે આ પ્રમાણે વાયુ વિગેરેનાં પુગલો પ્રતિનિયત એક ઈન્દ્રિયને જ ગ્રાહ્ય છે, તે છતાં તેઓ પરિણામોત્તર પામીને પછીથી ભિન્ન ભિન્ન ઈન્દ્રિયોથી પણ ગ્રાહ્ય થાય છે. એ જ પ્રમાણે આ પ્રદીપગત અગ્નિના પુગલો ચક્ષુ ગ્રાહ્ય છે, તે છતાં દીપક ઓલવાઈ જવાથી તે જ પુગલો અંધકારરૂપે પરિણામ પામે છે, અને ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. એટલે દીપક સર્વથા વિનાશ નથી પામતો, પણ તેનો પરિણામાન્તર થવાથી અંધકારરૂપે વિકાર પ્રત્યક્ષ જણાય છે.
આ રીતે જેમ પરિણામોત્તર પામેલો દીપક “નિર્વાણ” પામ્યો કહેવાય છે, તેમ જીવ પણ કર્મરહિત અમૂર્ત સ્વભાવરૂપ અવ્યાબાધ પરિણામાન્તર પામ્યો હોય. ત્યારે તેને “નિવણ-નિવૃત્તિકે મોક્ષ પામ્યો” કહેવાય છે. આથી એ સિદ્ધ થયું કે દુઃખાદિનો ક્ષય થવાથી જીવની શુદ્ધ શાશ્વત વિદ્યમાન અવસ્થા તે જ મોક્ષ કહેવાય છે. ૧૯૮૭ થી ૧૯૯૧.
मुत्तस्स परं सोक्खं णाणाणाबाहओ जहा मुणिणो । तद्धम्मा पुण विरहादावरणा-ऽऽबाहहेऊणं ॥१९९२।। मुत्तो करणाभावादण्णाणी खं व नणु विरुद्धोऽयं । जमजीवया वि पावइ एत्तो च्चिय भवउ तन्नाम ॥१९९३।। दव्या-ऽमुत्तत्त सहावजाइओ तस्स दूरविवरीयं । न हि जच्चंतरगमणं जुत्तं नभसो व्व जीवत्तं ॥१९९४॥ मुत्ताइभावओ नोवलद्धिमंतिंदियाई कुंभो ब्व । उवलंभद्दाराणि उ ताई जीवो तदुवलद्धा ॥१९९५।। तवरमेवि सरणओ तब्बावारे वि नोवलंभाओ। इंदियभिन्नो आया पंचगवक्खोवलद्धा वा ॥१९९६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org