SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અગિયારમા ગણધરનો વાદ. [૧૬૩ जह दीवो निब्वाणो परिणामन्तरमिओ तहा जीवो । भण्णइ परिनिव्वाणो पत्तोऽणाबाहपरिणामं ॥१९९१।। દીપકનો સર્વથા વિનાશ નથી થતો, કેમકે તે દૂધની જેમ પરિણામી હોવાથી અથવા ઘટના ટુકડાની જેમ તેનો તથા પ્રકારનો વિકાર જણાય છે તેથી. જો દીપકનો સર્વથા વિનાશ ન થતો હોય, તો તે પ્રત્યક્ષ કેમ નથી જણાતો? (એમ પૂછવામાં આવે તો) તેના ઉત્તરમાં અભ્રવિકાર અથવા અંજન રજની જેમ દીપકનો સૂક્ષ્મ પરિણામ થતો હોવાથી તે નથી જણાતો. પુદ્ગલસ્કંધો ઇન્દ્રિયાન્તર ગ્રાહ્ય થઈને પુનઃ ઇન્દ્રિયાન્તરની ગ્રહણતાને પામે છે, અને કેટલાક પુદ્ગલો પરિણામની વિચિત્રતાથી પહેલાં ઈન્દ્રિય ગ્રાહ્ય થઈ પછી કોઈ ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી પણ થતા, તથા જેમ વાયુ વિગેરે એકેક પ્રતિનિયત ઈન્દ્રિયથી ગ્રાહ્ય થઈને પરિણામન્તર પામીને પુનઃ ઈન્દ્રિયાન્તરથી ગ્રાહ્ય થાય છે, તેમ અગ્નિના પુગલો પણ પ્રથમ ચક્ષુગ્રાહ્ય થઈને પછી પરિણામોત્તર પામ્યા બાદ ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. આ પ્રમાણે પરિણામાન્તર પામેલો દીવો જેમ “નિર્વાણ પામ્યો” કહેવાય છે, તેમ કર્મ રહિત થઈને અવ્યાબાધ પરિણામ પામવાથી આ જીવ “નિર્વાણ-નિવૃત્તિ અથવા મોક્ષ પામ્યો” કહેવાય છે. ૧૯૮૭ થી ૧૯૯૧. ભગવંત:- પ્રભાસ ! દીપકના નાશની જેમ જીવનો નાશ માનીને તું જે મોક્ષ કહે છે, તે અયોગ્ય છે, કેમકે દીપકનો અગ્નિ પણ સર્વ પ્રકારે નાશ નથી પામતો, માત્ર તેનું પરિણામોત્તર થાય છે. જેમ દૂધ પરિણામાન્તર પામીને દહીં થાય છે, અથવા મુલ્તરાદિ વડે પરિણામાન્તર પામેલો ઘડો ઠીકરા આદિ રૂપે થાય છે. આ પ્રમાણે તે તે વસ્તુઓના જુદા જુદા વિકાર જણાય છે, તેવી જ રીતે પ્રદીપના અગ્નિનો પણ પરિણામાન્તર થવાથી અંધકાર રૂપ વિકાર થાય છે, પણ સર્વથા તેનો વિનાશ નથી થતો. પ્રભાસ - જો તેનો સર્વથા વિનાશ ન થતો હોય, તો તે ઓલવાઈ ગયા પછી સાક્ષાત્ કેમ નથી જણાતો ? ભગવંતઃ- જેમ આકાશમાં એકઠા થયેલા મેઘના શ્યામ વાદળાંઓનો પુદ્ગલ વિકાર જણાય છે, પરંતુ તે વીખરાઈ જાય ત્યારે તે કે તેના કોઈ ભાગો નથી જણાતા, કેમકે તેનો તેવો સૂક્ષ્મ પરિણામ થઈ જાય છે, અથવા અંજનરાશિ એકઠો હોય તો જણાય છે, પણ પવનથી વીખરાઈ જાય તો નથી જણાતો, કેમ કે તેનો પણ સૂક્ષ્મ પરિણામ થઈ જાય છે, તેથી નથી જણાતો, પણ તે અવિદ્યમાન છે માટે નથી જણાતો એમ નહિ, આજ પ્રમાણે દીવો ઓલવાઈ ગયા પછી નથી જણાતો, પણ તેનો અંધકારરૂપ પુગલ વિકાર જણાય છે, દીપકના અગ્નિરૂપ પુગલોનો અતિસૂક્ષમતર પરિણામ થવાથી અંધકાર રૂપ પરિણામ થાય છે, પણ સર્વથા તેનો અભાવ નથી થતો. કેમકે પુદ્ગલનો પરિણામ વિચિત્ર પ્રકારનો છે. આ વિષય વધારે સ્પષ્ટ રીતે સમજાય માટે તને ઉદાહરણ કહું છું તે લક્ષપૂર્વક શ્રવણ કર. જેમ સુવર્ણપત્ર-લવણ-સૂંઠ-હરિતકી-ચિત્રક અને ગોળ વિગેરેના પુદ્ગલસ્કંધો પ્રથમ ચક્ષુ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy