________________
૧૬૨]
અગિયારમા ગણધરનો વાદ.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
જેમ આકાશદ્રવ્ય અમૂર્ત હોવાથી દ્રવ્યપણે નિત્ય છે, તેમ મુક્ત જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી નિત્ય છે. (આ આકાશના ઉદાહરણથી) જીવને વિભુતા વિગેરેના પ્રસંગ પ્રાપ્ત થશે, (એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે) તેના બાધક અનુમાન વિદ્યમાન છે. અથવા એ નિત્ય છે એવો આગ્રહ શા માટે હોવો જોઈએ ? કેમકે પર્યાયાંતરની મુખ્યતાએ અનિત્યાદિનો વ્યવહાર થાય છે, વસ્તુતઃ સર્વપદાર્થ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વરૂપ છે. ૧૯૮૪-૧૯૮૬.
જેમ આકાશદ્રવ્ય અમૂર્ત હોવાથી દ્રવ્યપણે નિત્ય છે, તેમ મુક્ત જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી નિત્ય છે. અહીં કોઈ એમ કહેવા માંગે કે તમે આ આકાશના દૃષ્ટાંતે જેમ જીવની નિત્યતા સિદ્ધ કરો છો, તેમ તેનું વ્યાપકપણું આદિ પણ એ જ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે.
જેમકે - આકાશ દ્રવ્ય અમૂર્ત હોવાથી જેમ સર્વવ્યાપક છે, તેમ જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી સર્વવ્યાપક-વિભુ છે. તથા આકાશ દ્રવ્ય અમૂર્ત હોવાથી જેમ બંધાતુ મૂકાતું નથી, તેમ જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી બંધાતું કે મૂકાતું નથી. આ પ્રમાણે આકાશના દૃષ્ટાંતથી જીવનું વિભુપણું આદિ સિદ્ધ કરવામાં આવે તો તે અયોગ્ય છે. કેમકે એ સાધ્યમાં બાધા કરનાર બીજાં વિરૂદ્ધ અનુમાનો વિદ્યમાન છે, જેમકે - જીવના ગુણો શરીરમાં જ જણાતા હોવાથી સ્પર્શની જેમ ત્વચા પર્યંત શરીર વ્યાપી જ આત્મા છે. આ અનુમાનથી જીવનું વિભુપણું-સર્વવ્યાપકપણું બાધા પામે છે. તથા દાન-હિંસા વિગેરે ક્રિયાઓ કૃષિ-ખેતી આદિ ક્રિયાની જેમ સફળ હોવાથી જીવ-પુન્યપાપ કર્મ વડે બંધાય છે, તથા સુવર્ણ અને માટીના સંયોગની જેમ જીવ અને કર્મનો સંબંધ-સંયોગ હોવાથી સમ્યક્ ઉપાય વડે વિનાશ પામે છે. આ અનુમાનથી જીવનો સદા અબંધક અને અમુક્ત ભાવ બાધા પામે છે.
અરે ! મુક્તાત્મા કે મોક્ષ નિત્ય છે, એવો એકાંત આગ્રહ શા માટે રાખવો જોઈએ ? જુદા જીદા પર્યાયની મુખ્યતાએ જ નિત્ય કે અનિત્યપણાનો વ્યવહાર કરાય છે, વસ્તુતઃ સર્વ પદાર્થ ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્ય સ્વરૂપ છે. ૧૯૮૫-૧૯૮૬.
હવે “કિં દીવમ્સ વ નાસો નિવ્વાણું” એવો જે પહેલાં પૂર્વપક્ષ કર્યો હતો તેનો ઉત્તર આપે છે :
Jain Education International
न य सव्वहा विणासोऽणलस्स परिणामओ पयस्सेव । कुंभस्स कवालाणं व तहाविगारोलंभाओ ।।१९८७ ।।
जड़ सव्वहा न नासोऽणलस्स किं दीसए न सो सक्खं ? । परिणामसुहुमयाओ जलयविगारंजणरउ व्व ॥। १९८८ ।। होऊणमिदियंतरगेज्झा पुणरिंदियंतरग्गहणं । खंधा एंति न एंति य पोग्गलपरिणामया चित्ता ।। १९८९ ।। एगेगेंदियगेज्झा जहं वायव्वादओ तहग्गेया । होउं चक्खुग्गेज्झा धाणादिग्गज्झयामेंति ।।१९९०॥
For Private & Personal Use Only
www.jainelibrary.org