SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અગિયારમા ગણધરનો વાદ. [૧૬૧ પ્રભાસ - પરંતુ જેમ કર્મનો નાશ થવાથી સંસારનો નાશ થાય છે, તેમ કર્મનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય અને એથી મોક્ષનો પણ અભાવ થાય. ભગવંત :- ના, એમ નહિ, સંસાર કર્મજન્ય છે, એટલે કર્મનો નાશ થવાથી સંસારનો તો નાશ થઈ શકે, કેમકે કારણના અભાવે કાર્યનો અભાવ હોય, પરંતુ જીવત્વ તો અનાદિ કાળથી પ્રવૃત્ત છે, કર્મજન્ય નથી, તેથી કર્મનો નાશ થવાથી જીવનો નાશ ન થાય, કેમકે કર્મ કંઈ જીવપણાનું કારણ નથી, તેમ તે કર્મ જીવપણા સાથે વ્યાપક પણ નથી. ૧૯૭૭ થી ૧૯૮૦. જીવ અને મોક્ષ વિનાશી નથી, પણ અવિનાશી છે, એ વાત કહે છે. न विगाराणुवलंभादागासं पि व विणासधम्मो सो । इह नासिणो विगारी दीसइ कुंभस्स वाऽवयवो ॥१९८१॥ कालंतरनासी वा घडो ब्व कयगाइओ मई होज्जा । नो पद्धंसाभावो भुवि तद्धम्मावि जं निच्चो ॥१९८२॥ अणुदाहरणमभावो खरसिंगंपिव मई न तं जम्हा । कुंभविणासविसिट्ठो भावो च्चिय पोग्गलमओ सो ॥१९८३॥ किंवेगंतेण कयं पोग्गलमत्तविलयम्मि जीवस्स । किं निव्वत्तियमहियं नभसो घडमेत्तविलयम्मि ? ||१९८४॥ વિકાર નહિ જણાતો હોવાથી, આત્મા આકાશની જેમ અવિનાશી ધર્મવાળો છે, જે વિનાશ ધર્મવાળા છે, તે ઘટના અવયવની જેમ વિકારવાળા જણાય છે, (માટે મુક્તાત્મા અવિકારી હોવાથી નિત્ય છે, અને આત્મા નિત્ય હોવાથી મોક્ષ પણ નિત્ય છે.) ઘટની જેમ મોક્ષ કૃતક હોવાથી તે કાળાન્તરે વિનાશી છે, એમ કહેવામાં આવે, તો તે અયુક્ત છે, કેમકે પ્રધ્વસાભાવ જગતમાં તક છતાં પણ નિત્ય છે, એટલે તારો હેતુ અનેકાન્તિક છે. (કૃતક હોય અને નિત્ય હોય એ કથનમાં કોઈ ઉદાહરણ નથી અભાવ તો ગધેડાના શીંગડાની જેમ અવસ્તુ છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે કુંભવિનાશ વિશિષ્ટ પુગલમય ભાવ, તેજ પ્રધ્વસાભાવ છે. અથવા ઘટમાત્રનો વિનાશ થવાથી જેમ આકાશમાં કંઈ વિશેષતા નથી થતી, તેમ પુદ્ગલરૂપે થતા નારકાદિ પર્યાયનો વિનાશ થવાથી જીવને શું વિશેષતા થઈ કે જેથી મોક્ષને એકાન્ત કૃતક કહી શકાય ? કર્મ પુદ્ગલનું આત્મપ્રદેશથી સર્વથા ખરી જવું તે રૂપ વિનાશ એ જ જીવનો મોક્ષ છે.) ૧૯૮૧-૧૯૮૪. પ્રકારતરે મુક્તાત્માનું નિત્યપણું તેમ જ નિત્યાનિત્યપણું કહે છે. दव्वामुत्तत्तणओ मुत्तो निच्चो नभं व दव्बतया । नणु विभुयाइपसंगो एवं सड़ नाणुमाणाओ ॥१९८५॥ को वा निच्चग्गाहो सव्वं चिय विभव-भङ्ग ठिइमइयं । पज्जायंतरमेत्तप्पणादनिच्चाइववएसो ॥१९८६॥ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy