________________
ભાષાંતર]
નવમા ગણધરનો વાદ.
[૧૪૩
કાર્યના વસ્તુપણામાં અને કારણના વસ્તુપણામાં શો તફાવત છે ? કંઈ જ નહિ. જો ઉભયના વસ્તુપણામાં કંઈ ભેદ નથી, તો પછી એનો એકાંત ભેદ શી રીતે કહેવાય ? ન જ કહેવાય. માટે સર્વથા એકાંતે કાર્ય-કારણની અનુરૂપતા અથવા અનનુરૂપતા ન કહી શકાય. પણ કથંચિત્ તુલ્યાતુલ્યરૂપતા કહી શકાય.
માત્ર કાર્ય-કારણમાં જ તુલ્યાતુલ્ય રૂપતા છે, એમ નહિ, પરંતુ ત્રિભુવનાંતર્ગત સર્વ વસ્તુ પરસ્પર તુલ્યાતુલ્યરૂપ જ છે, કોઈપણ એકાંતે અનુરૂપ કે એકાન્ત અનનુરૂપ નથી.
અચલજાતા - જો એ પ્રમાણે હોય, તો પછી કાર્યના અનુરૂપ કારણ હોય, એમ શાથી કહો છો? જો કદાચ કોઈ પણ વસ્તુ એકાંતે અનુરૂપ હોય, તો એ પ્રમાણે કહી શકાય, પરંતુ કોઈ પણ વસ્તુ એકાંતે અનુરૂપ નથી, તેમ અનુરૂપ પણ નથી, કેવળ સર્વ વસ્તુ તુલ્યાતુલ્યરૂપ જ છે, તો પછી તેને કાર્યાનુરૂપ કારણ હોય એમ કહી શકાય ?
ભગવંત - સર્વ વસ્તુમાં તુલ્યાતુલ્યત્વ સમાન છતાં પણ, કાર્ય એ કારણનો સ્વપર્યાય હોવાથી કાર્યના અનુરૂપ કારણ કહેવાય છે. અને શેષ અકાર્યરૂપ સર્વ પદાર્થ કારણના પરપર્યાય હોવાથી તે કારણને અનનુરૂપ કહેવાય છે, અહીં સુખ-દુઃખ એ કર્મરૂપ કારણનાં સ્વપર્યાય છે. જેમકે જીવ અને પુન્યનો સંયોગ તે સુખનું કારણ છે, તથા જીવ અને પાપનો સંયોગ તે દુઃખનું કારણ છે. વળી જેમ સુખને શિવકલ્યાણ-શુભ ઈત્યાદિ નામે કહેવાય છે, તેમ તેનાં કારણભૂત પુન્ય કર્મને પણ તે સારા નામોથી કહેવાય છે. વળી જેમ દુઃખને અશુભ-અકલ્યાણ-અશિવ ઈત્યાદિ નામે કહેવાય છે, તેમ તેનાં કારણભૂત પાપકર્મને પણ અશુભ નામે કહેવાય છે. આ જ કારણથી પુન્યપાપને સુખ-દુઃખના અનુરૂપ કારણ તરીકે કહેવાય છે. ૧૯૨૧ થી ૧૯૨૪. હવે અમૂર્ત સુખ-દુઃખના હેતુ મૂર્ત એવું પુન્ય પાપકર્મ છે, વાત ઉદાહરણથી સિદ્ધ કરે છે.
किं जह मुत्तममुत्तस्स कारणं तह सुहाइणं कम्मं । दि8 सुहाइकारणमन्नाइ जहेह तह कम्मं ? ।।१९२५॥ होइ तयं चिय किं कम्मणा, न जं तुल्लसाहणाणंपि । फलभेदों सोऽवस्सं सकारणो कारणं कम्मं ॥१९२६।। एत्तो च्चिय तं मुत्तं मुत्तबलाहाणओ जहा कुंभो।
देहाइकज्जमुत्ताइओ व्व भणिए पुणो भणइ ॥१९२७॥ જેમ મૂર્તિ એવા ઘટાદિ પદાર્થ, અમૂર્ત એવા જ્ઞાનનું કારણ છે, તેમ અમૂર્ત સુખાદિનું કારણ કર્મ પણ મૂર્તિ છે. અથવા જેમ મૂર્ત અન્નાદિ સુખાદિનું કારણ છે, તેમ કર્મ પણ છે. તે અન્નાદિક જ સુખાદિનું કારણ હો, કર્મની કલ્પના વડે શું ? (એમ શંકા કરવામાં આવે તો તે અયોગ્ય છે) કેમકે તેવું અન્નાદિ સાધન સમાન છતાં પણ ફળનો જે ભેદ જણાય છે, ભેદ અવશ્ય સકારણ છે, અને તેનું કારણ તે કર્મ છે. એ જ કારણથી ઘટની જેમ કર્મ, મૂર્ત શરીરને બળ ધારણ કરાવતું હોવાથી મૂર્તિ છે, અથવા શરીરાદિ કાર્ય મૂર્ત હોવાથી, તેનું કારણ કર્મ પણ મૂર્ત છે. આ પ્રમાણે (ભગવંતે) કહ્યું, એટલે પુનઃ તે કર્મનો નિર્ણય જાણવા બોલ્યા. ૧૯૨૫ થી ૧૯૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org