SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨] નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રકારાન્તરે પુન્ય-પાપની સિદ્ધિ કરે છે. सुह-दुक्खाणं कारणमणुरूवं कज्जभावओऽवस्सं । परमाणवो घडस्स व कारणमिह पुण्ण-पावाई ॥१९२१॥ सुह-दुक्खकारणं जइ कम्णं कज्जस्स तयणुरूवं च । પત્તાં તંદુ ૩ વં નાણુરુવં તો ? રરો, नहिं सबहाणुरूवं भिन्नं वा कारणं अह मयं ते । किं कज्ज-कारणत्तणमहवा वत्थुत्तणं तस्स ? ॥१६२३॥ सव्वं तुल्लातुल्लं जइ तो कज्जाणुरूवया केयं ?।। जं सोम्म ! सपज्जाओ कज्जं परपज्जओ सेसो ॥१९२४॥ જેમ ઘટ કાર્ય હોવાથી તદનુરૂપ પરમાણુઓ તેનું કારણ છે, તેમ સુખ-દુઃખ કાર્યરૂપ હોવાથી તેનું કારણ પણ અવશ્ય તદનુરૂપ હોવું જોઈએ. એમાં જે કારણ છે, તે પુન્ય પાપ છે. જો સુખ-દુઃખરૂપ કાર્યનું કારણ કર્મ કહેતા હો, તો તે કર્મ સુખાદિરૂપ જે.અરૂપી કાર્ય છે તેને અનુરૂપ અરૂપી હોવું જોઈએ, અને જો કારણભૂત કર્મરૂપી કહેશો, તો સુખાદિ અરૂપી હોવાથી તે કર્મ-કાર્યાનુરૂપ કારણ નહિ કહેવાય. ઉત્તરમાં કહેવાનું કે અમે સર્વથા અનુરૂપ કે અનનુરૂપ કારણ નથી કહેતા. .. આથી તું એમ કહીશ કે જો એમ હોય, તો તેને કાર્યકારણભાવ તથા વસ્તુપણું કેમ કહી શકાય ? પણ એમ નહિ કહેવું, કારણ કે વિશ્વની સર્વ વસ્તુઓ તુલ્યાતુલ્ય રૂપ જ છે. જો એમ હોય તો કાર્યાનુરૂપ કારણ કેમ કહો છો? હે સૌમ્ય! કારણનો સ્વપર્યાય તે કાર્ય, અને તે સિવાયનું અકાર્ય તે પરપર્યાય છે. (આથી જ કાર્યાનુરૂપ કારણ કહેવાય છે.) ૧૯૨૧ થી ૧૯૨૪. - ભગવંતઃ- જેમ ઘટરૂપ કાર્યના અનુરૂપ પરમાણુઓ તેનું કારણ છે, તેમ સુખ દુઃખ કાર્ય હોવાથી અવશ્ય તેને અનુરૂપ કારણ હોવું જોઈએ; તેમાં જે કારણ છે, તે પુન્ય-પાપ છે. અચલભાતા :- જો એ પ્રમાણે સુખ-દુઃખનું કારણ કર્મ હોય, અને તદનુરૂપ કાર્ય થતું હોય, તો સુખ-દુઃખ આત્મપરિણામ હોવાથી અમૂર્ત છે. પુન્ય-પાપાત્મક કર્મરૂપી હોય છે, તો તે સુખ દુઃખાત્મક કાર્ય, કારણાનુરૂપ નહિ ગણાય. ભગવંત :- અમે સર્વ પ્રકારે કારણ કાર્યાનુરૂપ જ હોવું જોઈએ એમ નથી કહેતા, કે જેથી સુખ-દુઃખની જેમ કર્મ પણ અરૂપી ગણાય. વળી એકાંતે સર્વધર્મો વડે કારણને કાર્યથી અત્યંત ભિન્ન પણ નથી માનતા. તું એકાંતે સર્વધર્મો વડે કારણને કાર્યના અનુરૂપ અથવા અનનુરૂપ માને છે, તેથી જ ઉપરોક્ત શંકા કરે છે. પણ એમ માનવું અયોગ્ય છે, કારણ કે સર્વ પ્રકારે એકલું અનુરૂપ કારણ માનવામાં, તો તે બીજાનું પણ કારણ જ થાય. તથા એકનું અનુરૂપ કાર્ય માનવામાં તો તે બીજાનું પણ કાર્ય જ થાય, એટલે એ ઉભયમાં જે જે કાર્ય-કારણપણું તે શું રહ્યું ? ન જ રહ્યું. કેમકે બન્ને કારણ થાય, અથવા બન્ને કાર્ય થાય. વળી કાર્ય-કારણનો એકાંત ભેદ માનવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy