________________
૧૪૪]. નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૨
જેમ અન્ન-પુષ્પમાળા-ચંદન-સ્ત્રી-સર્પ-વિષ-કંટક વિગેરે મૂર્ત છતાં, અમૂર્ત સુખ-દુઃખનાં કારણ છે, અથવા નીલાદિ મૂર્તિ પદાર્થ સ્વપ્રતિભાસી જ્ઞાનનું કારણ છે, તેમ પુન્ય-પાપાત્મક કર્મ મૂર્ત છતાં પણ અમૂર્ત એવા સુખ-દુઃખનું કારણ છે.
પ્રત્યક્ષ જણાતા અન્ન-પુષ્પમાળા વગેરે જ સુખાદિના કારણે ભલે હો, પણ ત્યાં અષ્ટ એવા કર્મની કલ્પનાથી શો લાભ છે ? એ પ્રમાણે જો તું કહેતો હો, તો તે અયોગ્ય છે, કારણ કે કેટલેક સ્થળે અન્નાદિ સાધનો સમાન હોય છે છતાં પણ ત્યાં સુખાદિ કાર્યમાં મહાનું ફળનો ભેદ જણાય છે જેમકે કેટલીક વ્યક્તિઓએ અન્નાદિ વસ્તુઓનો સમાન ઉપભોગ કર્યો હોય, તેમાં કેટલાકને આનંદ થાય છે, અને કેટલાકને રોગાદિ ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે અન્નાદિ સાધનો સર્વને સમાન છતાં પણ ફળનો ભેદ જણાય છે, તે ભેદ અવશ્ય સકારણ હોવો જોઈએ અને જો એ ભેદ નિષ્કારણ હોય, તો હંમેશા સાસત્ત્વ નો પ્રસંગ પ્રાપ્ત થાય; અને તે ફળભેદમાં જે કારણ છે, તે અદેખું એવું કર્મ છે, તેથી તે કર્મની કલ્પના નિરર્થક નથી.
એ પ્રમાણે અન્નાદિ તુલ્ય સાધનો છતાં પણ જે ફળનો ભેદ જણાય છે, તેમાં કર્મજ મુખ્ય કારણ છે, અને એ જ કારણથી કર્મ મૂર્તિમાનું છે, કેમકે કુંભની જેમ મૂર્તિમાનું શરીર વગેરે તેથી મજબૂત થાય છે. અથવા જેમ મૂર્ત એવા તેલ આદિ વડે ઘડો મજબૂત થાય છે, તેથી તે તેલાદિ મૂર્તિ છે, તેમ પુષ્પમાળા-ચંદનાદિ વડે વૃદ્ધિ પામતું કર્મ પણ મૂર્તિમાન્ છે અથવા જેમ ઘટાદિ કાર્ય મૂર્ત હોવાથી તેના કારણભૂત પરમાણુઓ પણ મૂર્તિ છે. તેમ શરીરાદિ કાર્ય પણ મૂર્ત હોવાથી તેના કારણભૂત કર્મ પણ મૂર્ત છે. ૧૯૨૭. પુનઃ મૂર્નામૂર્ત કર્મ સંબંધી પ્રશ્નનું સમાધાન અને પ્રથમ વિકલ્પની અયોગ્યતા જણાવે છે :
तो किं देहाईणं मुत्तत्तणओ तयं हवउ मुत्तं । अह सुह-दुक्खाईणं कारणभावादरूवंति ॥१९२८।। न सुहाईणं हेऊ कम्मं चियकिन्तु ताण जीवोवि । होइ समवाइकारणमियरं कम्मति को दोसो ? ॥१९२९॥ इय रूवित्ते सुह-दुक्खकारणत्ते य कम्मणो सिद्ध । पुण्णावगरिसमेत्तेण दुक्खबहुलत्तणम जुत्तं ॥१९३०।। कम्मप्पगरिसजणियं तदवरसं पगरिसाणुभूईओ । सोक्खप्पगरिसभूई जह पुण्णप्पगरिसप्पभवा ॥१९३१।। तह बज्झसाहणप्पगरिसंगभावादिहSण्णहा न तयं । विवरीयबज्झसाहणबलप्पगरिसं अवेक्नेज्जा ॥१९३२॥ देहो नावचयकओ पुण्णुकक्करिसे ब्व मुत्तिमत्ताओ । होज्ज व स हीणतरओ कहमसुभयरो महल्लो य ? ॥१९३३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org