SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) આઠમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ અથવા ધૂમથી જેમ અગ્નિનું જ્ઞાન થાય છે; તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી થાય છે, માટે તે પ્રત્યક્ષ નથી, જેમકે- આ ઘટ છે. પૂર્વસંકેત કાળે આવા પદાર્થમાં તેને જાણનાર પુરૂષે ઘટ શબ્દનો સંકેત કર્યો હતો, મેં પણ તેની પાસેથી “આ ઘટ કહેવાય? એમ જાણ્યું હતું. આ પ્રમાણે પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી સર્વને પણ ઘટાદિ પદાર્થનું તે ઘટ આદિ સ્વરૂપે ઇન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે; એમ ન હોય, તો માલિકેર આદિ દ્વીપમાંથી આવેલ મનુષ્ય, કે જેણે કદીપણ ઘટાદિનો શબ્દ સાંભળ્યો નથી તેમ તે ઘટાદિ પદાર્થ જોયા પણ નથી, તેને પણ “આ ઘટ છે” એવું જ્ઞાન જોવા માત્રથી જ થઈ જાય, પરંતુ એમ થતું નથી. અભ્યાસની પટુતાદિના કારણે શીઘ્રતાથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રવર્તે છે, એટલે સર્વત્ર એ પ્રમાણે સ્મરણાદિ રૂપ જ્ઞાન થતું હશે, એમ છદ્મસ્થને નથી જણાતું. વળી જેમ કોઈ વ્યક્તિને સ્વવ્યતિરિક્ત ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે, તે તેને પ્રત્યક્ષ નથી. તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ આત્માને સ્વવ્યતિરિક્ત ઈન્દ્રિયોથી થતું હોવાથી પ્રત્યક્ષ નથી. જીવને જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે, તે અન્ય નિમિત્તથી નથી થતું. પણ અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાનની જેમ સાક્ષાતુ થાય છે, આ ત્રણે જ્ઞાન રહિત પ્રમાતાનું સર્વ જ્ઞાન પરોક્ષ અર્થનો વિષય કરનાર હોવાથી અનુમાન-માત્ર છે, અને અવધિ આદિ ત્રણ જ્ઞાન પદાર્થને સાક્ષાત્ ગ્રહણ કરનાર હોવાથી પ્રત્યક્ષ છે. આ પ્રમાણે નારકીનો સદ્ભાવ સિદ્ધ કરતાં પ્રત્યક્ષ અને પરોક્ષની સિદ્ધિ કરી, તેમાં મને કેવળજ્ઞાન રૂપ મારા પ્રત્યક્ષજ્ઞાનથી નારકીઓ જણાય છે માટે તે નારકીઓ છે, એમ કબૂલ કર અનુમાનથી પણ તે વિદ્યમાન છે, એમ સિદ્ધ થાય છે. જેમ જઘન્ય-મધ્યમ પાપનું ફળ ભોગવનાર તિર્યંચ અને મનુષ્યો છે; તેમ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર પણ કોઈક છે, અને તે નારકીઓ છે, એમ તું અંગીકાર કર. અહીં કદાચ તું એમ કહેવા તૈયાર થાય, કે જે અત્યંત દુઃખી તિર્યંચમનુષ્યો છે, તેજ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર હોવાથી, તેમને જ નારકી કહેવાય તો શું હરકત છે? તારી આ માન્યતા સર્વથા અયોગ્ય છે. કારણ કે જે એવા ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા હોય, તે સર્વ પ્રકારે દુઃખી જ હોવા જોઈએ એવું સર્વ પ્રકારનું દુઃખ તે તિર્યંચ વગેરેને નથી હોતું, કારણ કે પ્રકાશ-વૃક્ષની છાયા-શીતળ પવન-નદી-દ્રહ વગેરે સુખના સાધનો તેઓને હોય છે, પણ ભોંકાવું રંધાવું-બળવું-કંટકમાં ચાલવું-શીલાઓ ઉપર પછડાવું વગેરે નરક પ્રસિદ્ધ ભયાનક દુઃખો તેઓને નથી હોતાં. તેવાં દુઃખો તો નારકીઓને જ હોય છે. આગમમાં એમ પણ કહ્યું છે, કે નારકોને હંમેશાં તીવ્ર પરિણામવાળું દુઃખ જ હોય છે, તિર્યચોમાં ગરમી-ભય-સુધા-તૃષા વગેરે બહુ દુઃખ અને અલ્પ સુખ હોય છે. મનુષ્યોને શરીર અને મન સંબંધી અનેક પ્રકારનાં સુખ-દુઃખ હોય છે અને દેવોને તો કેવળ સુખ જ હોય છે, અને દુઃખ તો તેઓને બહુ અલ્પ હોય છે. આ પ્રમાણે હોવાથી હે ભદ્ર ! નારકીઓ છે, એમ માન્ય કર. ૧૮૯૬ થી ૧૯૦૦. પુનઃ અનુમાનથી નારકીની સિદ્ધિ કરે છે : सच्चं चेदमकंपिय ! मह वयणाओऽवसेसवयणं व । सवण्णुत्तणओ वा अणुमयसवण्णुवयणं व ॥१९०१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy