SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. આઠમા ગણધરનો વાદ. [૧૭૭ હે આયુષ્યમનું અકંપિત ! તારા હૃદયમાં એવો સંશય છે, કે - “નારકીઓ હશે, યા નહિ ?” નારો ગાયતે : શૂદ્રાન્નમનાતિ એટલે જે (બ્રાહ્મણ) શુદ્રનું અન્ન ખાય છે, તે નારકી થાય છે. આ પદો નારકીની વિદ્યમાનતાનું પ્રતિપાદન કરે છે. તથા નહિ હૈ પ્રેત્ય નારા: સત્તિ એટલે પરભવમાં નારકીઓ નથી. આ પદો નારકીનો અભાવ પ્રતિપાદન કરે છે. આવા પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદ કરનારાં વેદપદો સાંભળવાથી તને ઉપરોક્ત સંશય થયો છે, પરંતુ તે વેદપદોનો ખરો અર્થ અને યુક્તિનું રહસ્ય તું નથી જાણતો, તેથી જ તને એવો સંશય થયો છે. તેનો સત્ય અર્થ અને યુક્તિનું રહસ્ય હું કહું છું, તેને તું લક્ષપૂર્વક શ્રવણ કર, અને સંશયથી મુક્ત થા. ૧૮૮૫-૧૮૮૬-૧૮૮૭. એ જ અર્થ વિસ્તારથી કહેવા માટે હવે ભાષ્યકાર પરમર્ષિ કહે છે : तं मन्नसि पच्चक्खा देवा चंदादओ तहन्नेवि । વિઝા-મંતોવાયનાસિદ્ધીય ખંતિ ફ૮૮૮ जे पुण सुइमेत्तफला नेरइयत्ति किह ते गहेयब्बा ? । સમજુમાડો વાડકુવન્નેમા માથા? ૨૮૮શી मह पच्चक्नत्तणओ जीवाईए ब नारए गेण्ह । किं जं सपच्चक्खं तं पच्चक्खं नवरि इक्कं ? ॥१८९०।। जं कासइ पच्चक्खं पच्चक्खं तंपि घेप्पए लोए । जह सोहाइदरिसणं सिद्धं न य सब्बपच्चक्खं ॥१८९१॥ (હે આસન્નકલ્યાણિનું અકંપિત !) તું એમ માને છે કે-ચંદ્રાદિ દેવો પ્રત્યક્ષ છે, તથા વિદ્યામંત્રની સાધના દ્વારા ઈચ્છિત ફળની સિદ્ધિ દેખાય છે, તેથી તે સિવાયના બીજા દેવો પણ છે, એમ અનુમાનથી જણાય છે. પણ જે માત્ર સાંભળવામાં જ આવે છે અને પ્રત્યક્ષ કે અનુમાનથી જણાતા નથી એવા દેવ-મનુષ્ય અને તિર્યંચથી ભિન્નજાતિવાળા નારકીઓ છે, એમ કેવી રીતે માની શકાય ? અકંપિત ! જીવાદિક પદાર્થોની જેમ તે નારકીઓ મને પ્રત્યક્ષ છે, તેથી તે નારકીઓ છે એમ તું અંગીકાર કર, કારણ કે જે સ્વપ્રત્યક્ષ હોય તે જ એક પ્રત્યક્ષ કહેવાય એમ નથી, પણ જે કોઈ આપ્તપુરૂષને પ્રત્યક્ષ હોય, તેને પણ લોકમાં પ્રત્યક્ષસિદ્ધ કહેવાય છે. જેમ સિંહસરભ આદિનું દર્શન સર્વને પ્રત્યક્ષ નથી, પણ કોઈકને જ પ્રત્યક્ષ હોય છે. વળી દેશ-કાલ ગામ-નગર સમુદ્રાદિક પદાર્થો તારે પ્રત્યક્ષ નથી, પણ બીજાઓને પ્રત્યક્ષ થાય છે, તે અંગીકાર કરે છે, તો જે મને નારકીઓ પ્રત્યક્ષ છે તે તું કેમ અંગીકાર નથી કરતો ? તેમ અહીં પણ સમજવું. ૧૮૮૮ થી ૧૮૯૧. ' ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ તે ખરૂં પ્રત્યક્ષ નથી, પણ તે માત્ર ઉપચારથી જ પ્રત્યક્ષ છે વસ્તુતઃ તે પરોક્ષ જ છે, તે બતાવતાં ફરમાવે છે કે : अहवा जमिंदियाणं पच्चलं कि तदेव पच्चक्खं । उवयारमेत्तओ तं पच्चक्खमणिंदियं तत्थं ॥१८९२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy