SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨] સપ્તમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તો અનિત્ય જ છે, એમ સિદ્ધ થાય છે. જો એમ ન હોય, તો દેવોનું અસ્તિત્વ પ્રતિપાદન કરનારાં વેદવાક્યો, તેમજ શ્રુતિના મંત્રોવડે ઈન્દ્રાદિ દેવોને બોલાવવાનું જે કહ્યું છે, તે સઘળું નિરર્થક થાય. વળી શ્રુતિમાં કહ્યું છે કે “વથોશિપ્રકૃતિદ્રુમિર્ચમ-સોમ સૂર્ય-સુરગુરુવારાપાનિ ગતિ” એટલે ઉથષોડિશ વગેરે યજ્ઞો વડે યમ-ચંદ્ર-સૂર્ય-બૃહસ્પતિ અને સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરે છે. આ વેદવાક્યો દેવોનું અસ્તિત્વ સૂચન કરનારાં જ છે. તે વાક્યો હોવા છતાં જો દેવોનો અભાવ હોય, તો યજ્ઞાદિ ક્રિયા નિષ્ફળ થાય. (અહીં યજ્ઞ અને ક્રતુમાં એટલો તફાવત સમજવો, કે જે યૂપ સહિત કરવામાં આવે તેને યજ્ઞ કહેવાય છે અને તે સિવાયનો ક્રતુ કહેવાય છે.) તથા “જ્ઞાનક મેઘાતિયે મેષરૃષન” ઈત્યાદિ (તૈત્તિરીય આરણ્યક-૧, ૧૨, ૩.) મંત્રપદો વડે ઈન્દ્રાદિ દેવોનું જે આહ્વાન કર્યું છે; તે વચનો પણ દેવોનું અસ્તિત્વ પ્રતિપાદન કરે છે, અન્યથા એ પણ નિષ્ફળ થાય. માટે પૂર્વે કહેલ યુક્તિઓથી અને ઉપરોક્ત વેદવાક્યોથી “દેવો” છે - એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે જગદ્ગુરૂ પરમકૃપાળુ, દેવાધિદેવ શ્રી મહાવીર ભગવંતે મૌર્યપુત્રના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના સાડાત્રણસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી. ૧૮૮૨ થી ૧૮૮૪. ઈતિ સક્ષમ : ગણધરવાદ : સમાસ : હવે આઠમા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે : (१७३) ते पव्वइए सोउं अकंपिओ आगच्छई जिणसगासं । વસ્વામિ ગ વંવામિ યંવિત્તા પન્નુવાસામિ I૮૮।।૬।। (१७४) आमट्टो य जिणेणं जाइ - जरा - मरणविप्पमुक्केणं । નામેળ ય મોત્તેળ ય સત્ત્વજ્જૂ સવ્વીસીનું II૮૮૬।૬૨૦થી (१७५) किं मण्णे नेरइया अत्थि नत्थित्ति संसओ तुज्झं । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ।। १८८७।। ६२८॥ તે પંડિતે દીક્ષા લીધી, એમ સાંભળીને અકંપિત નામના આઠમા પંડિત શ્રી વીર ભગવંત પાસે આવે છે, (અને વિચારે છે કે) હું પણ તેમની પાસે જઈને વંદન કરીશ, વંદન કરીને (તેમની) સેવા કરીશ; (એમ વિચારીને તે ત્યાં આવ્યા, એટલે) જન્મ-જરા અને મરણથી મુકાએલા સર્વજ્ઞ, સર્વદર્શી ભગવંતે તેમને નામ અને ગોત્રથી બોલાવીને કહ્યું, હે અકંપિત ! તું એમ માને છે, કે નારકી હશે, કે નહિ ? આવો તને જે સંશય છે, તે વિરૂદ્ધ અર્થવાળા વેદપદો સાંભળવાથી થયો છે, પણ તું તેનો ખરો અર્થ નથી જાણતો. ૧૮૮૫-૧૮૮૬-૧૮૮૭, મૌર્યપુત્રે ભગવંત પાસે દીક્ષા લીધી એમ જ્યારે અકંપિત નામના આઠમા પંડિતે જાણ્યું, ત્યારે તેઓ પણ અભિમાન રહિત થઈ ભગવંત પાસે પોતાના સંશયનો છેદ કરવા માટે આવ્યા, એટલે પરમકૃપાળુ શ્રી વીર પ્રભુએ તેને નામ અને ગોત્રથી બોલાવીને તેમના અંતઃકરણનો સંશય કહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy