________________
ભાષાંતર] છઠ્ઠા ગણધરનો વાદ.
[૧૨૧ ભગવંત - ભદ્ર પંડિક ! કર્મનો ક્ષય થવાથી જેમ આત્મા અપૂર્વ સિદ્ધત્વમાં પરિણામ પામે છે, તેમ કર્મના અભાવે લઘુતા પ્રાપ્ત થવાથી આત્મા એક જ સમયમાં એવી ગતિ કરે છે. વળી જેમ તુંબડું-એરંડફળ-અગ્નિ-ધૂમ અને ધનુષ્યમાંથી મૂકેલું તીર, પૂર્વપ્રયોગ આદિથી ગતિ કરે છે, તેમ મુક્ત આત્મા પણ પૂર્વપ્રયોગ આદિથી ગતિ કરે છે.૧૮૪૩-૧૮૪૪. હવે આત્મા અક્રિય નથી, તે વાત કહે છે, :
किं सक्किरियमरूवं मंडिय ! भुवि चेयणं च किमरूवं ? । जह से विसेसधम्मो चेयन्नं तह मया किरिया ॥१८४५॥ कत्ताइत्तणओ वा सक्किरिओऽयं मओ कुलालो ब्व ।
देहप्पंदणओ वा पच्चक्खं जंतपुरिसो ब्व ॥१८४६॥ અરૂપી છતાં સક્રિય હોય એવો ક્યો પદાર્થ છે ? એમ તું પૂછતો હોય, તો તે મંડિક ! અરૂપી છતાં સચેતન હોય એવો ક્યો પદાર્થ છે ? જેમ ચેતન્ય એ આત્માનો વિશેષ ધર્મ છે, તેમ ક્રિયા પણ તેનો વિશેષ ધર્મ જ માનેલ છે. અથવા જેમ કુંભાર કર્તા અને ભોક્તાદિ ક્રિયા
સ્વરૂપ છે, તેમ આત્મા પણ તેવો હોવાથી સક્રિય છે, અથવા યંત્રપુરૂષની જેમ પ્રત્યક્ષથી દેહપરિસ્પદ જણાય છે, તેથી તે સક્રિય છે. ૧૮૪૫-૧૮૪૬.
મંડિક - ભગવન્! આકાશ-કાળ વગેરે અમૂર્ત પદાર્થો નિષ્ક્રિય છે, એમ પ્રસિદ્ધ છે, તે છતાં તમે એવો ક્યો પદાર્થ અરૂપી છતાં સક્રિય જોયો છે, કે જેથી અરૂપી એવા આત્માને તમે સક્રિય કહો છો ? અર્થાત્ જેમ આંકાશાદિ અમૂર્ત હોવાથી અક્રિય છે, તેમ મુક્તાત્મા પણ અક્રિયા જ હોવો જોઈએ.
ભગવંત - મંડિક ! તારી એ માન્યાતા યોગ્ય નથી, એ વિષયમાં વધારે સારી રીતે સમજવાને હું જ તને પૂછું છું કે જગતમાં એવી બીજી કઈ અમૂર્ત સચેતન તે જોઈ છે કે - જેથી મુતાત્માને સચેતન માને છે ? જેમ આકાશ અમૂર્ત હોવાથી અચેતન છે, તેમ આત્મા પણ અમૂર્ત હોવાથી અચેતન હોવો જોઈએ. પણ આમ મનાતું નથી, કારણ કે આકાશ આદિની સાથે અમૂર્તપણાવડે આત્મા સમાન છે, તો પણ તેને ચૈતન્યરૂપ વિશેષ ધર્મ છે, તો તેવી જ રીતે ક્રિયા પણ તેનો વિશેષ ધર્મ હોય, તો શો વિરોધ છે? કંઈ જ નહી.અથવા જેમ કુંભકાર કર્તા-ભોક્તાદિ સ્વરૂપ હોવાથી સક્રિય છે, તેમ આત્મા પણ કર્તા-ભોકતાદિ સ્વરૂપ હોવાથી સક્રિય છે, અથવા યંત્રના પુરૂષની જેમ દેહમાં પરિસ્પદ (હલન-ચલન) પ્રત્યક્ષથી જણાતું હોવાથી આત્મા સક્રિય છે. ૧૮૪૫-૧૮૪૬.
देहप्फंदणहेऊ होज्जा पयत्तो ति सोऽवि नाकिरिए । રોજ્ઞાવિક મ ત ત્તે નણુ સમાdi II૧૮૪૭// रूवित्तम्मि स देहो वच्चो तप्पंदणे पुणो हेऊ । पइनिययपरिप्फंदणमचेयणाणं न वि य जुत्तं ॥१८४८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org