________________
૧૨૨] છઠ્ઠા ગણધરનો વાદ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ होउ किरिया भवत्थरस कम्मरहियस्स किंनिमित्ता सा ?।
नणु तग्गइपरिणामा जह सिद्धत्तं तहा साऽवि ॥१८४९।। દેહપરિસ્પન્દમાં આત્માનો પ્રયત્ન હેતુભૂત છે, એમ કહેવામાં આવે, તો તે પ્રયત્ન પણ અક્રિય આત્મામાં ઘટે નહીં. કોઇ અમૂર્ત-અષ્ટ એમાં હેતુ છે, એમ કહેવામાં આવે, તો આત્મા પણ અમર્ત હોવાથી તેમાં હેત કેમ ન થાય ? મર્ત-અષ્ટ દેહપરિપદમાં હેત છે. એમ કહેવામાં આવે, તો તે હેતુ કાર્મણશરીર જ છે-એમ કહેવું જોઇએ, પણ અચેતન પદાર્થોમાં એવો પ્રતિનિયત પરિસ્પદ થવો યોગ્ય નથી. ભવસ્થ જીવને સક્રિયપણું ભલે હોય, પણ કર્મ રહિત મુક્તાત્માને તે ક્યા નિમિત્તથી થાય છે ? એમ કહેતા હો તો ઉત્તરમાં જણાવવાનું કે જેમ સિદ્ધગતિના પરિણામથી સિદ્ધપણું પ્રાપ્ત થાય છે, તેમ તે ક્રિયા પણ થાય છે.૧૮૪૭ થી ૧૮૪૯.
મંડિક - દેહપરિસ્પંદમાં આત્માનો પ્રયત્ન હેતુ છે, પણ કોઈ ક્રિયા હેતુ નથી, આથી આત્માને સક્રિય ન કહી શકાય.
ભગવંત :- જો આત્મા અક્રિય હોય, તો આકાશની જેમ અક્રિય એવા આત્મામાં પણ તે પ્રયત્ન હોઈ શકે નહિ, માટે આત્મા સક્રિય જ છે. વળી અમૂર્ત પ્રયત્ન દેહપરિસ્પંદમાં હેતુ છે, એમ માનવામાં અન્ય બીજો ક્યો હેતુ છે ? અન્ય હેતુની અપેક્ષા સિવાય સ્વતઃ આ પ્રયત્ન જ દેહ પરિસ્પંદમાં હેતુ છે, એમ જો કહેવામાં આવે, તો એ પ્રમાણે આત્મા પણ દેહ પરિસ્પંદમાં હેતુ થઇ શકશે, વચ્ચે નિરર્થક પ્રયત્ન માનવાથી શો લાભ છે ?
મંડિક - દેહપરિસ્પંદમાં કોઈ અદેખ હેતુ છે, પણ આત્મા નિષ્ક્રિય હોવાથી તે પરિસ્પંદમાં હેતુભૂત નથી.
ભગવંત - હું તને એ સંબંધમાં પૂછું છું કે એ અદૃષ્ટ મૂર્તિ છે, કે અમૂર્તિ છે ? જો અમૂર્ત હોય તો, આત્મા પણ અમૂર્ત હોવાથી તેને દેહપરિસ્પંદમાં શા માટે હેતુભૂત નથી માનતો ? અને જો એ અદૃષ્ટ મૂર્ત હોય તો તે કાર્મણશરીર સિવાય અન્ય કંઈ સંભવતું નથી, જો એ પ્રમાણે એ કાર્મણ શરીર, બાહ્યદેશ્યશરીરના હેતુપણે વપરાતું હોય તો તેના પરિસ્પંદનો પણ કોઈ અન્ય હેતુ હોવો જોઈએ, તેનો પણ પુનઃ બીજો હેતુ હોવો જોઇએ, પુનઃ તેનો પણ અન્ય હેતુ કહેવો પડશે, એમ છેવટે અનવસ્થા જ પ્રાપ્ત થશે. અદૃષ્ટ કામણ શરીરનો પરિસ્પદ અન્ય હેતુ સિવાય સ્વભાવથી જ પ્રવર્તે છે. તેથી અનવસ્થા દોષ નહિ પ્રાપ્ત થાય, એમ કહેવામાં આવે તો એ પ્રમાણે બાહ્ય દેશ્ય શરીરને પરિસ્પદ પણ સ્વભાવથી જ પ્રવર્તશે, માટે અદૃષ્ટ કાર્મણશરીરની કલ્પના કરવાથી શો લાભ છે ?
મંડિક - એને પણ એ પ્રમાણે સ્વભાવથી પરિસ્પદ માનીએ તો કંઈ હરકત નથી, મને તો એ પણ માન્ય છે.
ભગવંત :- એમ માનવું અયુક્ત છે, કારણકે અચેતન પદાર્થને એ પ્રમાણે પ્રતિનિયત વિશિષ્ટ પ્રકારનો પરિસ્પંદ સ્વાભાવિક ન થઇ શકે, કેમકે જે અન્ય હેતુની અપેક્ષા સિવાયનો હોય, તે નિત્ય વિદ્યમાન હોય, અથવા નિત્ય અવિદ્યમાન હોય છે. માટે કર્મ વિશિષ્ટ આત્મા જ પ્રતિનિયત દેહપરિસ્પંદમાં હેતુ છે, તેથી તે સક્રિય છે. એમ માનવું એજ યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org