________________
૧૨૦]. છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ ન હોવાથી ભવોત્પત્તિરૂપ અંકુર થતો નથી, માટે તે મુક્તાત્મા નિત્ય છે. તે મુક્તાત્મા દ્રવ્ય સ્વરૂપ અને અમૂર્ત હોવાથી આકાશની જેમ દ્રવ્યપણે નિત્ય છે. આથી આત્મા સર્વગત છે એમ ન કહેવું, કેમકે એ પક્ષ અનુમાનથી બાધિત થાય છે. (જેમ દ્રવ્ય સ્વરૂપ અમૂર્ત આકાશ દ્રવ્યપણે નિત્ય છે, તેમ સર્વગત પણ છે, એવી જ રીતે આત્મા પણ સર્વગત સિદ્ધ થશે એમ કહેવામાં આવે, તો તે અયુક્ત છે, કારણ કે તે હેતુ વિપરીતધર્મની સિદ્ધિ કરે છે, તેથી તે વિરૂદ્ધ છે; જેમકે કુંભાર કર્તા હોવાથી અસર્વગત છે. તેમ આત્મા પણ કર્યા હોવાથી અસર્વગત છે. અહીં આત્માનું કર્તાપણું અયુક્ત નથી, કેમકે જો એમ ન હોય, તો તે આત્મામાં ભોકતૃત્વ વગેરે ધર્મ ન ઘટે. ૧૮૪૦૧૮૪૧-૧૮૪૨. વસ્તુતઃ સર્વ કોઈ વસ્તુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ છે.
को वा निच्चग्गाहो सब्द चिय विभव-भंग-ट्ठिइमइयं । પાયંતરમેત્તપૂનાવવો ૩૮૪રૂ मुक्कस्स कोऽवकासो सोम्म ! तिलोगसिहरं, गई किह से ?।
कम्मलहुयातहागइपरिणामाईहिं भणियमिदं ॥१८४४॥ અથવા તે એકાન્ત નિત્ય છે, એવો આગ્રહ શા માટે હોવો જોઇએ ? વસ્તુતઃ સર્વ પદાર્થ ઉપ્તાદ-વ્યય અને ધ્રૌવ્યમય છે. પર્યાયાન્તર માત્રની મુખ્યતાએ જ અનિત્યાદિનો વ્યવહાર થાય છે. મુક્ત આત્માઓ ક્યાં રહે છે ? હે સૌમ્ય ! તેઓ લોકાન્ત રહે છે. તેમની ગતિ કેવા પ્રકારે થાય છે? સર્વ કર્મ રહિતતાથી અત્યંત લઘુતા થવાના યોગે અને તથા પ્રકારના ગતિપરિણામાદિથી એક સમયમાં જ તે મોક્ષમાં જાય છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૧૮૪૩-૧૮૪૪.
મુક્ત આત્મા એકાન્ત નિત્ય છે, એવો આગ્રહ શા માટે રાખવો? એકાત્ત અનિત્ય વાદીને બોલતા બંધ કરવા જ અમે નિત્ય કહ્યો છે; વસ્તુતઃ જૈનદર્શનના અભિપ્રાયે સર્વ પદાર્થ ઉત્પત્તિસ્થિતિ ને વિનાશ સ્વરૂપ છે. કેવળ પર્યાયાન્તરમાત્રની મુખ્યતાએ જ અનિત્યાદિનો વ્યવહાર થાય છે, જેમકે ઘટરૂપ પદાર્થ પૂર્વે મૃત્પિડના પર્યાયરૂપે નાશ પામે છે, ઘટરૂપ પર્યાયપણે ઉત્પન્ન થાય છે અને માટીરૂપ દ્રવ્યપણે અવસ્થિત રહે છે. એ જ પ્રમાણે મુક્તાત્મા પણ સંસારીરૂપે નાશ પામે છે, સિદ્ધપણે ઉત્પન્ન થાય છે અને ઉપયોગાદિ રૂપ જીવપણે અવસ્થિત રહે છે. વળી પ્રથમસમયસિદ્ધરૂપે વિનાશ પામે છે, દ્વિતીય સમયસિદ્ધપણે ઉત્પન્ન થાય છે અને જીવવાદિ વડે દ્રવ્યપણે અવસ્થિત રહે છે. એમ ફક્ત પર્યાયાન્તરની મુખ્યતાએ જ અનિત્યાદિનો વ્યવહાર કરાય છે.
હે સૌમ્ય મંડિક ! તું કદાચ એમ પૂછતો હોય, કે એ મુક્તાત્માઓ ક્યાં રહે છે ? તેના ઉત્તરમાં કહેવાનું કે, તેઓ લોકના અને સિદ્ધશિલા ઉપર રહે છે.
મંડિક - કર્મ રહિત જીવની આટલે બધે દૂર આ ક્ષેત્રથી ત્યાં સુધી ગતિ કેવી રીતે થાય? કેમકે જીવની સર્વ ચેષ્ટાઓ કર્માધીન હોય છે, કર્મ રહિત જીવને વિહાયોગતિ વિગેરે કર્મના અભાવે એવી ગતિચેષ્ટા કેવી રીતે થઈ શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org