________________
ભાષાંતર ]
છઠ્ઠા ગણધરનો વાદ.
[૧૧૯
વખતે આત્મા સ્વસ્વરૂપમાં જ સ્થિત થાય છે, એટલે એમાં કંઇ વિશેષતા નથી કરાતી, કે જેથી તે કૃતક કહેવાય.
મંડિક :- આત્મા અને કર્મનો વિયોગ કરાય છે, તેથી તે મૃતક છે, અને કૃતક હોવાથી મોક્ષ અનિત્ય છે.
ભગવંત ઃ- મુગરાદિ વડે ઘટ માત્રનો વિનાશ થવાથી જેમ આકાશમાં કાંઇ વિશેષતા થતી નથી તેવી રીતે અહીં પણ કર્મ માત્રનો વિનાશ થવાથી આત્મામાં કાંઇ વિશેષતા થતી નથી મોક્ષને કૃતક માનીને અનિત્ય ન કહેવાય છે.
મંડિક ઃ- જેમ ઘટનો વિનાશ કરાય છે, તેમ કર્મનો પણ વિનાશ કરાય છે. તેથી તે કૃતક છે, એ પ્રમાણે કૃતક હોવાથી સર્વ કર્મના ક્ષય રૂપ મોક્ષ અનિત્ય છે.
--
ભગવંત :- જેમ ઘટનો વિનાશ થતાં પણ આકાશનો સદ્ભાવ હોય છે, તેથી તે આકાશથી ઘટવિનાશ કંઇ ભિન્ન નથી. એને આકાશની કંઇ વિશેષતા નથી કરાતી, કારણ કે તે હંમેશા અવસ્થિત હોવાથી નિત્ય છે એવી રીતે અહીં કર્મનો વિનાશ થતાં જે કેવળ આત્માનો સદ્ભાવ છે, તે આત્મા-સદ્ભાવથી કર્મવિનાશ કંઇ જુદો નથી, અને આત્મામાં કંઇ વિશેષ નથી કરાતું, કેમકે તે પણ આકાશની જેમ નિત્ય હોય છે, માટે મોક્ષ કૃતક નથી, અને કૃતક ન હોવાથી અનિત્ય પણ નથી. જો કે કચિત્ તો તે અનિત્ય છે જ, કેમકે દ્રવ્ય અને પર્યાયરૂપે સર્વ વસ્તુ નિત્યાનિત્ય છે. ૧૮૩૭-૧૮૩૮-૧૮૩૯.
:
મંડિક ઃ- જીવે જે કર્મપુદ્ગલો નિર્જરીને તજી દીધેલાં હોય છે, તે કર્મપુદ્ગલો લોકમાં જ રહે છે તથા જેમ ઘટ રૂપથી વિયુક્ત થયેલ આકાશને ઘટના વિનાશથી તેના કપાલાદિ પુદ્ગલોનો સંયોગ રહેલો છે; તેમ કર્મથી વિયુક્ત આત્માને પણ વિયુક્ત કર્મપુદ્ગલોનો સંયોગ છે એથી તો પુનઃ તેને બંધ થશે.
ભગવંત :- પુનઃ તેને બંધ નથી થતો, વળી તે મોક્ષ નિત્ય છે, કારણ કે
सोऽणवराहो व्व पुणो न वज्झए बंधकारणाभावा ।
जोगा य बंधहेऊ न य ते तस्सासरीरो त्ति ॥। १८४० ॥
न पुणो तस्स पसूई बीयाभावादिहंकुरस्येव ।
बीयं च तस्स कम्मं न य तस्स तयं तओ निच्चो ।। १८४१ ॥
Jain Education International
दव्यामुत्तत्तणओ नहं व निच्चो मओ स दव्वतया ।
સવનાયત્તાવત્તી મરૂ ત્તિ તું નાળુમાળાઓ ૫૮૪રી
નિરપરાધી પુરૂષની જેમ મુક્ત આત્મા બંધકારણના અભાવે પુનઃ કર્મથી બંધાતો નથી. કેમકે મન-વચન-કાયરૂપ યોગ વગેરે બંધના હેતુઓ, શરીરના અભાવે મુક્તાત્માને નથી હોતા. (તેથી કર્મવર્ગણાનો સંયોગ ન થવાથી બંધ નથી થતો.) વળી જેમ બીજાના અભાવે અંકુર નથી થતો, તેમ મુક્તાત્માને પુનઃ જન્મ નથી થતો. અહીં બીજ તે કર્મ જાણવું, ને તે કર્મરૂપ બીજ મુક્તાત્માને
For Private & Personal Use Only
www.jainelibrary.org