________________
ભાષાંતર] છઠ્ઠા ગણધરનો વાદ,
[૧૧૩ (પૂર્વોક્ત વેદપદો સાંભળીને) હે આયુષ્યમાનું મંડિક! તું એમ માને છે કે જો જીવનો કર્મની સાથે સંબંધ હોય, તો તે સંબંધ આદિમાન છે કે અનાદિ છે ? જો સંબંધ આદિમાન હોય, તો પહેલાં જીવ અને પછી કર્મ ઉત્પન્ન થાય ? અથવા પહેલાં કર્મ અને પછી જીવ ઉત્પન્ન થાય ? કે બન્ને સાથે જ ઉત્પન્ન થાય ? જો પહેલાં જીવ અને પછી કર્મ ઉત્પન્ન થાય (એમ કહેવામાં આવે) તો તે અયોગ્ય છે, કારણ કે કર્મની સત્તા જ પહેલાં ન હોવાથી ગધેડાનાં શીંગડાંની જેમ હેતુ સિવાય આ સંસારીપણે આત્માની ઉત્પત્તિ જ સંભવે નહિ, ( જે નિહેતુક હોય છે, તે ગધેડાના શીંગડાની જેમ ઉત્પન્ન થતું નથી. અને જે ઉત્પન્ન થાય છે, તે ઘટની જેમ નિર્દેતુક નથી હોતું.) જે કારણ સિવાય ઉત્પન્ન થાય છે, તેનો નાશ પણ કારણ સિવાય થાય છે. કર્મની પહેલાં આત્મા અનાદિકાળથી સિદ્ધ છે, તેથી તેમાં સહેતુક-નિર્દેતુકની ચિંતા શા માટે કરવી ? એમ કહેવામાં આવે, તો તેને કારણે સિવાય આકાશની જેમ કર્મનો બંધ નહિ ઘટે; કારણ સિવાય પણ કર્મ બંધ થાય, એમ કહેવામાં આવે, તો મુક્ત જીવને પણ પુનઃ બંધ પ્રાપ્ત થશે, અને વગર કારણે કર્મ બંધ થવાથી મોક્ષનો જ અભાવ થશે અથવા કર્મબંધના અભાવે આત્મા નિત્ય મુક્ત કહેવાશે, અથવા કર્મબંધના અભાવે જીવને મોક્ષનો વ્યવહાર કેવી રીતે કરાશે ? કારણ કે જેમ અબદ્ધ આકાશને મોક્ષનો વ્યવહાર નથી કરાતો, તેમ અબદ્ધ આત્માને પણ મોક્ષનો વ્યવહાર નહિ કરાય. (જે બદ્ધ હોય તેનો જ મોક્ષ થાય.) ૧૮૦૫ થી ૧૮૦૮.
न य कम्मस्स वि पुवं कत्तुरभावे समुभवो जुत्तो। નિવારV૩ો સો વિ જ તદનુ વૃત્તિમારે ય ૨૮૦ell न हि कत्ता कज्जं ति य जुगवुप्पत्तीए जीव-कम्माणं । કુત્તો વવપસોડયું નર નો ગોવિસા ૨૮૨૦ની होज्जाणाईओ वा संबंधो तह वि न घडए मोक्खो । जोडणाई सोऽणंतो जीव नहाणं व संबंधो ॥१८११।। इय जुत्तीए, न घडइ सुब्बइ य सुई सु बंध-मोक्न त्ति ।
तेण तुह संसओऽयं न य कज्जोऽयं जहा सुणसु ॥१८१२॥ જીવની પહેલાં પણ કર્મની ઉત્પત્તિ નહિ ઘટે, કારણ કે કર્મ બન્યું ત્યારે તેનો કર્તા જે જીવ તેનો અભાવ હોય છે, અને કર્તા સિવાય કર્મ હોઈ શકે નહિ, જો કારણ સિવાય પણ કર્મની ઉત્પત્તિ હોય, તો તેનો નાશ પણ કારણ સિવાય જ થાય. વળી જો જીવ અને કર્મ બન્ને સાથે ઉત્પન્ન થાય, એમ કહેવામાં આવે (તો તે પણ નહિ બને, કેમકે નિર્દેતુક હોવાથી પ્રત્યેક પક્ષમાં કહેલા દોષો એ બન્નેને નિર્દેતુક માનવામાં પણ આવશે.) વળી એકીસાથે ઉત્પન્ન થતા ગાયના શીંગડાની જેમ જીવ અને કર્મની યુગપ ઉત્પત્તિમાં કર્તા અને કાર્યનો વ્યવહાર પણ નહિ ઘટે. અને જો જીવ તથા કર્મનો અનાદિ સંયોગ માનવામાં આવે, તો પણ મોક્ષ નહી ઘટે; કેમકે જીવ અને આકાશના સંબંધની જેમ જે વસ્તુ અનાદિ હોય છે, તેનો અંત નથી થતો. એટલે કે જેમ આકાશની સાથે જીવનો સંબંધ કદીપણ દૂર નથી થતો; તેમ કર્મની સાથેનો સંબંધ પણ જીવથી
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org