SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે કે નહિ ?' આવો સંશય તને વેદપદોના અર્થથી થયો છે, પણ તું તે પદોનો અર્થ બરાબર નથી જાણતો. ૧૮૦૨ થી ૧૮૦૪. પોતાના સંશયનો છેદ થવાથી સુધર્મસ્વામીએ પણ ભગવંત પાસે દીક્ષા લીધી, એમ જાણીને મંડિક નામા દ્વિજોપાધ્યાય પોતાના શિષ્યો સહિત જિનેશ્વર પાસે આવ્યા એટલે કરૂણાસાગર ભગવંતે તેમને નામ અને ગોત્રપૂર્વક બોલાવીને કહ્યું કે- “હે મંડિક તને એવો સંશય છે' કે- “બંધ અને મોક્ષ છે કે નહિ ? વિરૂદ્ધ અર્થવાળી વેદના પદોની શ્રુતિઓ સાંભળવાથી તને એ અયોગ્ય સંશય થયો છે, તે શ્રુતિઓ આ પ્રમાણે છે. “સવ વિષ્ણુળો વિમુર્ત્ત વધ્યતે સંસતિ વા, ન મુખ્યતે મોષતિ વા નવા પ વાદ્યમખ્યન્તર વાવે' આ શ્રુતિનો અર્થ તું એવો સમજે છે, કે સત્ત્વ-૨જો-તમોગુણ રહિત, વિભુસર્વગત એવો આ આત્મા પુણ્ય-પાપવડે બંધાતો નથી, વળી તદનુસારે જુદી જુદી ગતિમાં જતો પણ નથી, તેમજ કર્મથી મૂકાતો નથી, તેમ બીજાને મૂકાવતો નથી, કેમકે બન્ધનો જ અભાવ છે. મહદ્-અહંકાર વગેરે બાહ્ય વસ્તુ અને આભ્યન્તર જે સ્વસ્વરૂપ પણ એ જાણતો નથી, કારણ કે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિ તે અચેતન છે. આ પ્રમાણે આ પદો જીવને કર્મના બંધ, મોક્ષનો અભાવ પ્રતિપાદન કરે છે. તથા ન હૈં હૈ સશરીરય પ્રિયાઽપ્રિયયોરપતિ રતિ, ગશરીર વા વસન્ત પ્રિયા-પ્રિયે ન સ્પૃશત: (છાન્દોગ્યોપનિષદ્ ૮-૧૨-?)” એટલે શરીરવાલા કોઇને પણ પ્રિયાપ્રિયનો અભાવ નથી અને અશરીરીને પ્રિયાપ્રિય કદી પણ સ્પર્શતા નથી. અર્થાત્ બાહ્યઅભ્યન્તર અનાદિ શરીર સંતાન યુક્ત હોવાથી સંસારી જીવને સુખ-દુઃખનો અભાવ નથી અને અશરીરી એટલે અમૂર્ત આત્માને સુખ-દુઃખ સ્પર્શતા નથી, કેમકે તેના કારણભૂત કર્મનો જ તેને અભાવ છે. આ વેદપદો બન્ધમોક્ષનું પ્રતિપાદન કરનારા છે. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદપદો સાંભળીને તને સંશય થયો છે, પણ તે અયોગ્ય છે. કેમકે એ પદોનો અર્થ જેમ તું જાણે છે, તેમ નથી, પણ હું કહું છું તે પ્રમાણે છે, તે તું લક્ષપૂર્વક સાંભળ. ૧૮૦૨ થી ૧૮૦૪. જે યુક્તિવડે મંડિક બન્ધ-મોક્ષનો અભાવ માને છે, તેનો ખુલાસો કરતાં ભગવંત ફરમાવે છે કે : Jain Education International तं मनसि जड़ बंधो जोगो जीवस्स कम्मुणा समयं । पुव्वं पच्छा जीवो कम्मं व समं व ते होज्जा ।। १८०५ ।। न हि पुब्वमहेऊओ खरसिंगं वाऽऽयसंभवो जुत्तो । निक्कारणजायरस य निक्कारणउ च्चिय विणासो || १८०६ ॥ अहवाऽणाइ च्चिय सो निक्कारणओ न कम्मजोगो से । अह निक्कारणओ सो, मुक्कस्सवि होहिइ स भुज्जो ॥। १८०७ || होज्ज व स निच्चमुक्को बंधाभावम्मि को व से मोक्खो ? । न हि मुक्कव्वएसो बंधाभावे मओ नभसो || १८०८।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy