SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪] છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કદી દૂર નહિ થાય, અને એથી મોક્ષનો અભાવ થશે. આ રીતે યુક્તિપૂર્વક બંધ-મોક્ષ છે-એમ ઘટતું નથી, અને વેદની શ્રુતિઓમાં તે છે-એમ પણ સંભળાય છે-આથી તને સંશય થયો છે પણ તારો તેવો સંશય યોગ્ય નથી. ૧૮૦૯ થી ૧૮૧૨. હવે ઉપરની યુક્તિઓનું ખંડન કરીને જે સત્ય છે, તે કહે છે : संताणोऽणाईओ परोप्परं हेउ-हेउभावाओ । દેહરા ય મરર 5 મંડિય ! વીરપુરા ૨૮૪રૂ अत्थि स देवो जो कम्मकारणं जो य कज्जमण्णरस । कम्मं च देहकारणमत्थि य जं कज्जमण्णरस ॥१८१४॥ कत्ता जीवो कम्मस्स करणओ जह घडस्स ध्रडकारो । एवं चिय देहस्स वि कम्मकरणसंभवाउ त्ति ॥१८१५॥ कम्मं करणमसिद्ध च ते मई कज्जओ तयं सिद्ध । किरियाफलओ य पुणो पडिवज्ज तमग्गिभूइ ब्व ॥१८१६॥ હે મંડિક ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુ-હેતુમદ્ભાવ હોવાથી તેઓનો અનાદિ સંતાન છે. જેમકે શરીર એવું છે, કે જે આગામી ભવના કર્મનું કારણ છે અને અન્ય અતીત ભવના કર્મનું કાર્ય છે, તેવી રીતે અનાદિ સંસારમાં જે જે આગળના શરીરનું કારણ અને અતીત શરીરનું કાર્ય છે, તે તે શરીર અને કર્મનો અનાદિ સંતાન છે. જેમ દંડાદિ કરણયુક્ત કુંભાર ઘટનો કર્યા છે, તેમ કર્મરૂપ કરણયુક્ત જ જીવ કર્મનો કર્તા છે; એ પ્રમાણે જ કર્મરૂપ કરણથી શરીરનો કર્તા પણ આત્મા છે. કર્મ અતીન્દ્રિય હોવાથી તેને કરણ ન કહી શકાય-એમ તું માનતો હોય, તો તે અયોગ્ય છે; કારણ કે (વટાદિની જેમ) શરીરાદિ કૃતક હોવાથી તેનું કોઈક કરણ છે, અને એમાં જે કરણ છે તે કર્મ જ છે અથવા કુંભાર અને ઘટની જેમ આત્માનું અને શરીરનું જે જે કરણ છે, તે કર્મ જ છે. આ પ્રમાણે શરીરાદિરૂપ કાર્યથી તે કર્મની સિદ્ધિ છે વળી (દાનાદિ ક્રિયાઓ કૃષિ આદિ ક્રિયાની જેમ ચેતન દ્વારા આરંભેલી હોવાથી ફળવાળી છે અને તેનું જે ફળ તે કર્મ છે.) આવી રીતે ક્રિયાના ફળથી પણ તેની સિદ્ધિ છે. માટે અગ્નિભૂતિની જેમ તું કર્મ (બંધ) છે, એમ અંગીકાર કર. ૧૮૧૩ થી ૧૮૧૬. જે સંયોગ અનાદિ છે, તે અનંત છે, એ એકાંત સત્ય નથી. એ જણાવે છે. जं संताणोऽणाई तेणाणतो वि णायमेगंतो । दीसइ संतो वि जओ कत्थइ बीयं-कुराईणं ॥१८१७॥ अण्णयरमणिब्वत्तियकज्जं बीयं-कुराण जं विहयं । તત્ય હો સંતાનો ગુડ-પંડયા ૨ ૨૮૩૮ जह वेह कंचणो-वलसंजोगोऽणाइसंतइगओ वि । वोच्छिज्जइ सोवायं तह जोगो जीव-कम्माणं ॥१८१९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy