SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પાંચમા ગણધરનો વાદ. [૧૦૯ कम्मरस वि परिणामो सुहम्म । धम्मो स पोग्गलमयरस । हेऊ चित्तो जगओ होड़ सहावो त्ति को दोसो ? ॥१७९३।। अहवा सव्वं वत्थु पइक्खणं चिय सुहम्म ! धम्मेहिं । संभवइश्वेइ केहिं वि केहिइ तदवत्थमच्चंतं ॥१७९४॥ तं अप्पणो पि सरिसं न पुब्बधम्मेहिं पच्छिमिल्लाणं । सयलस्स तिहुअणस्स य सरिसं सामण्णधम्मेहिं ॥१७९५।। એ વસ્તુધર્મરૂપ સ્વભાવ પુદ્ગલમય એવા કર્મના પરિણામરૂપ ધર્મ છે, અને એ ધર્મ મિથ્યાત્વાદિ હેતુની વિચિત્રતાથી થવાવાળા જગતની વિચિત્રતામાં કારણ છે અને વિચિત્ર સ્વભાવવાળો છે એટલે તેનાથી પરભવમાં માત્ર સાદેશ્યપણું જ થાય છે, એમ નહિ, પરંતુ વિચિત્રપણું પણ થાય છે. અથવા હે સુધર્મ ! એક પરભવ તો શું ? પણ ત્રિભુવનાન્તર્ગત સર્વ ઘટ-પટાદિ વસ્તુ કેટલા સમાન-અસમાન પર્યાયો વડે પ્રતિસમયે ઉત્પન્ન થાય છે, કેટલાક સમાન અસમાન પર્યાયો વડે નાશ પામે છે, અને કેટલાક તેવા પર્યાયો વડે અવસ્થિત રહે છે. આથી એક જ ભવવસ્તુનું પોતાના પૂર્વ પૂર્વ ધર્મો વડે ઉત્તરોત્તર ધર્મોની સાથે સમાનપણું નથી. સામાન્યધર્મો વડે તો ત્રિભુવનાન્તર્ગત સર્વ વસ્તુનું સમાનપણું છે. ૧૭૯૩ થી ૧૭૯૫. સર્વથા સરખાપણું નથી એમ જણાવવા કહે છે કે - को सब्बहेव सरिसोऽसरिसो वा इहभवे परभवे वा ? । सरिसासरिसं सव्वं निच्चानिच्चाइरूवं च ॥१७९६।। जह निअएहिंपि सरिसो न जुवा भुवि बाल-वुड्डधम्मेहिं । जगओऽवि समो सत्ताइएहिं तह परभवे जीवो ॥१७९७॥ કોઈક પદાર્થ અન્ય પદાર્થ સાથે અથવા પોતાની સાથે આ ભવમાં પણ સમાન અસમાન હોય છે, તો પછી તે પરભવમાં તેમ હોય, એમાં શું નવાઈ ? વળી સર્વ વસ્તુ સર્વ પદાર્થની સાથે આ ભવમાં પણ સમાન-અસમાનરૂપે હોય છે, એટલે પરભવમાં સમાનપણું જ હોય છે, એમ કેમ કહેવાય ? વળી સર્વ વસ્તુ નિત્ય-અનિત્ય આદિ અનન્તધર્માત્મક છે. જેમ કોઈ યુવાન પુરૂષ આ ભવમાં પોતાના અતીત-અનાગત બાળવૃદ્ધાદિ પર્યાયોવડે સર્વથા પોતાની સમાન નથી, અને સત્તા વગેરે સામાન્ય પર્યાય વડે સર્વ વસ્તુની સાથે સમાન છે, તેવી રીતે આ જીવ પણ પરલોકમાં સર્વની સાથે સમાન-અસમાનરૂપે છે. માત્ર સમાનરૂપે જ છે, એમ નહીં. ૧૭૯૬-૧૭૯૭. ઉપરોક્ત હકીકત દષ્ટાન્તથી સિદ્ધ કરે છે : मणुओ देवीभूओ सरिसो सत्ताइएहिं जगओऽवि । देवाईहिं विसरिसो निच्चानिच्चो वि एमेव ॥१७९८॥ उक्करिसा-ऽवक्करिसा न समाणाए वि जेण जाईए । सरिसग्गाहे जम्हा दाणाइफलं विहा तम्हा ॥१७९९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy