SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮] પાંચમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ જો તે છે, તો વળી કર્મ નથી, એમ કેમ કહેવાય? અથવા તેની અસ્તિતામાં જે હેતુ છે, તે જ હેતુ કર્મની અસ્તિતામાં પણ છે. અને એથી સ્વભાવને કર્મનું બીજું નામ કહેવામાં આવે તો શો દોષ છે? અથવા એ સ્વભાવ નિત્ય સંદેશ છે, એમાં કયો હેતુ છે? વળી એ સ્વભાવ મૂર્ત છે, કે અમૂર્ત છે ? જો તે મૂર્તિ હોય, તો તે મૂર્તિ વસ્તુ દૂધની જેમ અથવા મૂર્તપણાથી અભ્રાદિના વિકારની જેમ પરિણામી હોવાથી તેની સમાનતા સર્વથા ન ઘટી શકે. અને જો એ અમૂર્તિ હોય, તો તે આકાશની જેમ અનુપકરણરૂપ હોવાથી શરીરનો હેતુ ન થાય. તેમ જ હે સુધર્મ ! શરીરસુખસંવિત્તિ વગેરે કાર્યો મૂર્તિમાન હોવાથી સ્વભાવ અમૂર્ત ન હોઈ શકે. (આ સંબંધી વિશેષ વિવેચન પૂર્વે ૧૬રપ-૧૬૨૬ મી ગાથામાં આવી ગયેલ છે, તેથી અહીં પુનઃ તે નથી કહેતા.) ૧૭૮૬ થી ૧૭૯૦. વળી સ્વભાવ એ નિષ્કારણતા નથી. તેમજ વસ્તુનો ધર્મ હોય તો પણ સદેશ ન હોય એમ બતાવે છે. अहवाऽकारणउ च्चिय सभावओ तो वि सरिसया कत्तो ? । किमकारणओ न भवे विसरिसया ? किं व विच्छित्ती ? ॥१७९१॥ अहव सहावो धम्मो वत्थुस्स, न सोऽवि सरिसओ निच्चं । उप्पाय-ट्ठिइ-भंगा चित्ता जं वत्थुपज्जाया ॥१७९२॥ અથવા સ્વભાવથી એટલે કારણ વિના જ ભવોત્પત્તિ માનીએ તો પણ સદેશતા ક્યાંથી થશે? કારણ વિના વિદેશતા પણ કેમ ન થાય? અથવા ભવવિચ્છેદ પણ કેમ ન થાય? અને સ્વભાવ એ વસ્તુ ધર્મ હોય, તો તે વસ્તુધર્મ પણ હંમેશા સદશ નહી ઘટે, કેમકે ઉત્પાદન સ્થિતિ-અને નાશ વગેરે વસ્તુના વિચિત્ર પર્યાયો જુદા જુદારૂપે જણાય છે. ૧૭૯૧-૧૭૯૨. સ્વભાવથી જ એટલે અન્ય કોઈ પણ કારણ સિવાય ભવોત્પત્તિ થાય છે, તારી એ માન્યતાથી પણ પરભવમાં સદેશતા કેવી રીતે ઘટી શકે ? કારણ કે કારણ સિવાય જેમ સદેશતા થાય છે, તેમ વિસરેશતા પણ કેમ ન થાય? અથવા અકસ્માત્ ભવનો વિચ્છેદ પણ કેમ ન થાય? વળી કારણ સિવાય અકસ્માતું એ પ્રમાણે જો થતું હોય, તો કારણ સિવાય ગધેડાનાં શીંગડાં પણ થવાં જોઈએ અને શરીર વગેરેના પ્રતિનિયત અને આદિવાળા આકાર પણ અભ્રવિકારાદિની જેમ ન થવા જોઈએ. માટે સ્વભાવ એ અકારણતા નથી. હવે સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે, એવી માન્યતાથી પણ સ્વભાવ હંમેશા સદેશરૂપે નહી ઘટે એટલે શરીરાદિની સદેશતા પણ તેથી હંમેશા કેવી રીતે ઘટી શકે ? કારણ કે ઉત્પાદ-સ્થિતિ અને નાશરૂપ વિચિત્ર પ્રકારના વસ્તુપર્યાયો હોય છે; તે હંમેશાં અવસ્થિત-સદશરૂપે નથી હોતા; કેમકે નીલાદિ વસ્તુના ધર્મોની અન્ય અન્યરૂપે પરિણતિ પ્રત્યક્ષ જણાય છે. વળી આ સ્વભાવ જે વસ્તુધર્મ છે, તે આત્માનો ધર્મ છે, કે પુદ્ગલનો ધર્મ છે ? જો તે આત્માનો ધર્મ હોય, તો તે આકાશાદિની જેમ અમૂર્ત હોવાથી શરીર વગેરેનું કારણ ન બને. અને જો તે પુદ્ગલનો ધર્મ હોય, તો તે કર્મ જ છે, કેમકે કર્મ એ પુદગલાસ્તિકાયનો જ ધર્મ છે. ૧૭૯૧-૧૭૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy