________________
ભાષાંતર) પાંચમા ગણધરનો વાદ.
[૧૦૭ ભવાન્તર માને છે, તેમ જીવોનું વિદેશપણું પણ નિષ્કારણ કેમ નથી માનતો? કેમકે કારણનો અભાવ ઉભયત્ર સમાન છે.
સુધર્મ - જેમ મૃત્યિંડ આદિ કારણને અનુરૂપ ઘટાદિ કાર્ય, કર્મ વિના પણ પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, તેવી રીતે સદેશપ્રાણીઓના જન્મની પરંપરારૂપ ભવ પણ સ્વભાવથી જ થાય છે.
ભગવંત - એમ નથી, ઘટરૂપ કાર્ય પણ કંઈ સ્વભાવથી જ નથી થતું, તેને પણ કર્તાકરણ આદિની અપેક્ષા છે, તેવી રીતે અહીં પણ શરીરરૂપ કાર્યનાં કર્તા અને કરણ હોય છે. અર્થાત્ જેમ કુંભાર અને ઘટથી ચક્રાદિસાધન ભિન્ન જણાય છે, તેમ શરીરાદિરૂપ કાર્યથી તે કાર્યનો કરનાર જે આત્મા-તે કર્તા છે અને તેમાં કરણ તરીકે કર્મ છે.
સુધર્મ - ઘટાદિ કાર્ય પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી કુંભાર વિગેરે તેના કર્તા-કરણ આદિ હોઈ શકે; પરંતુ પરભવનાં શરીરાદિ કાર્ય તો વાદળાદિના વિકારની જેમ સ્વભાવથી જ થાય છે, એટલે એમાં કમંદિરૂપ કરણ હોય એવું કંઈ જણાતું નથી.
ભગવંત - તારૂં એ કથન અયોગ્ય છે, કારણ કે ઘટની જેમ શરીરાદિ જે કાર્ય છે તે આદિમાન અને પ્રતિનિયત આકારવાળું હોવાથી સ્વભાવિક નથી. વળી “કારણના જેવું જ કાર્ય થાય” એમ માનીને પરભવમાં તું સાદેશ્યપણું માને છે, તે સાદેશ્યપણું પણ વાદળ આદિ વિકારના દષ્ટાંતમાં ઘટતું નથી. કેમકે એ વાદળ આદિનો વિકાર સ્વકારણભૂત પુદ્ગલદ્રવ્યના આકારાદિથી અતિ વિલક્ષણ થાય છે. ૧૭૮૩-૧૭૮૪-૧૭૮૫. સ્વભાવનું સ્વરૂપ વિચારીને તેનાથી ભવોત્તરની સદેશતાનો નિષેધ કરે છે :
होज्ज सहावो वत्थु निक्कारणया व वत्थुधम्मो वा ? । जड़ वत्थु णत्थि तओऽणुवलद्धीओ खपुष्पं व ॥१७८६॥ अच्चंत्मणुवलद्धोऽवि अह तओ अत्थि नत्थि किं कम्मं ? । हेऊ वि तदत्थित्ते जो नणु कम्मस्स वि स एव ॥१७८७।। कम्मरस वाभिहाणं होज्ज सहावोत्ति होउ को दोसो।। નિર્ચ વ નો સમાવો સરસો પ્રત્યે ર ો છે ? ૭૮૮ सो मुत्तोऽमुत्तो वो जइ मुत्तो तो न सव्वहा सरिसो । परिणामओ पयं पिव न देहहेऊ जइ अमुत्तो ॥१७८९॥ उवगरणाभावाओ न य हवइ सुहम्म ! सो अमुत्तोऽवि ।
कज्जस्स मुत्तिमत्ता सुहसंवित्तादिओ चेव ॥१७६०॥ વળી સ્વભાવ એ વસ્તુ છે? નિષ્કારણતા છે? કે વસ્તુધર્મ છે? જો વસ્તુ હોય, તો તે જણાતી ન હોવાથી આકાશપુષ્પની જેમ વસ્તુ જ નથી; અને અત્યંત નહિ જણાવા છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org