SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦]. પાંચમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દેવપણે થયેલ મનુષ્ય અને સર્વ જગત્ સત્તાદિ પર્યાયવડે સમાન છે, પણ દેવત્વાદિ પર્યાયવડે સમાન નથી; વળી એ જ પ્રમાણે સર્વ નિત્યાનિત્ય પણ છે એકાંત સદેશપણું માનવાથી સમાન જાતિમાં ઉત્કર્ષ-અપકર્ષ ન ઘટે, અને તેથી દાનાદિ ક્રિયાનું ફળ વૃથા થશે. ૧૭૯૮-૧૭૯૯. મરણ પામીને દેવપણું પામેલ મનુષ્ય અને સઘળું જગતું તે સત્તા વગેરે પર્યાયોથી સદેશસમાન છે, પણ દેવત્વ-મનુષ્યત્વ આદિ પર્યાયો વડે સદેશ નથી; એ પ્રમાણે કોઈપણ રીતે એકાન્તથી સંદેશપણું ઘટતું નથી, વળી પદાર્થમાત્ર દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય છે. ધર્મ - હું એકાન્તથી પરભવમાં સદેશપણું નથી કહેતો, પરન્તુ સમાન જાતિના અન્વય માત્રથી જ તેમ કહું છું, એટલે કે પુરૂષ આદિ મરીને પુરૂષઆદિ જ થાય, પશુઆદિ મરીને પશુઆદિ જ થાય. ભગવંતઃ- તારૂં એ કથન પણ અયોગ્ય છે, કેમકે પુનર્જન્મ અથવા પરભવ એ કરેલા કર્મોને અનુસારે જ થાય છે, અને એ કર્મ મિથ્યાત્વાદિ વિચિત્ર હેતુથી થાય છે, તેથી કર્મવડે થયેલ પરભવ પણ વિચિત્ર જ થવો સંભવે છે, પણ સમાન જાતિનો અન્વય ત્યાં ઘટતો નથી. વળી સદેશપણું ગ્રહણ કરવાથી સમાન જાતિમાં ઉત્કર્ષાપકર્ષ ઘટશે નહિ એટલે કે જે આ ભવમાં ધનવાન હોય, તે પરભવમાં પણ ધનવાન શય, અને જે દરિદ્રી હોય તે પરભવમાં પણ દરિદ્રી થાય; એ પ્રમાણે જો હોય તો આ ભવથી પરભવમાં કોઈપણ રીતે ઉત્કર્ષ-અપકર્ષ નહિ થાય, પરન્તુ એકાન્ત સંદેશતા સમાનતા જ થશે. ભલે ઉત્કર્ષાપકર્ષ ન થાય, એમાં શું હાનિ છે? એમ જો તું કહેતો હોય, તો એ પ્રકારના ઉત્કર્ષ-અપકર્ષના અભાવે દાનાદિ ક્રિયાઓ નિરર્થક થશે. એટલે કે લોકો પોતાના ઉત્કર્ષ માટે પરભવમાં દેવત્વાદિની સમૃદ્ધિ મેળવવાને માટે દાનાદિ ક્રિયા કરે છે, હવે જો ઉપર કહ્યા મુજબ ઉત્કર્ષાપકર્ષ ન હોય, તો કોઈ દરિદ્ર મનુષ્ય આ ભવમાં દાન-તપ-તીર્થસ્થાન વગેરે ધર્માનુષ્ઠાન કરીને મરણ પામી પરભવમાં પણ દરિદ્ર જ થાય, તો પછી કરેલ દાનાદિ ક્રિયાનું ફળ ક્યાં રહ્યું? માટે સદિશતા માનવી એ અયોગ્ય છે. ૧૭૯૮-૧૭૯૯. વળી સદેશપણું માનવાથી વેદનાં પદો પણ અપ્રમાણ થશે એમ જણાવતા કહે છે કે जं च सिगालो वइ एस जायए वेयविहियमिच्चाई। સર્વ ને તસંવેદ્ધ સરિયા ૨૮૦૦ણી (१६४) छिन्नम्मि संसयम्मि जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पब्वइओ पंचहिं सह खंडियसएहिं ॥१८०१॥६१७॥ “વિષ્ટાસહિત જેને બળાય છે, તે મરીને શિયાળ થાય છે” તથા “સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો (મૈત્રુપનિષદ્ ૬-૩૬'') ઇત્યાદિ સ્વર્ગીય ફળ જે વેદમાં કહ્યું છે તે બધું સર્વથા સદેશપણું માનવાથી અસંબદ્ધ થશે. એ પ્રમાણે જરા અને મરણથી મુકાયેલા જિનેશ્વર ભગવંતે તેના સંશયનો છેદ કર્યો એટલે તેણે પોતાના પાંચસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી. ૧૮૦૦-૧૮૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy