SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પાંચમા ગણધરનો વાદ. [૧૦૫ વૃક્ષાયુર્વેદમાં, યોનિવિધાન એટલે યોનિપ્રાભૃતમાં અનેક વિસદેશ્યદ્રવ્યના સંયોગથી સર્ષ-સિંહ-વગેરે પ્રાણીઓ, અને મણિસુવર્ણ વગેરે વિવિધ પદાર્થોનો જન્મ બતાવ્યો છે. માટે હે સુધર્મ ! “કારણાનુરૂપ કાર્ય હોય” એવો કંઈ એકાન્ત નિયમ નથી. ૧૭૭૩-૧૭૭૪-૧૭૭પ. અથવા જેવું કારણ હોય તેવું કાર્ય થાય છે, એથી જ ભવાંતરમાં જીવોની વિચિત્રતા થાય છે, એમ જણાવતા શ્રી ભાગ્યકાર કહે છે કે - अहव जउ च्चिय बीयाणुरुवजम्मं मयं तओ चेव । जीवं गेण्ह भवाओ भवंतरे चित्तपरिणामं ।।१७७६।। जेण भवंकुरबीयं कम्मं चित्त च तं जओऽभिहियं । हेउविचित्तत्तणओ भवंकुरविचित्तया तेणं ॥१७७७॥ जइ पडिवन्नं कम्मं हेउविचित्तत्तओ विचित्तं च । તો ત« જ ચિત્ત પવન્ન સંસારિો સન્મ ! ૨૦૦૮ અથવા જેમ બીજને અનુરૂપ એવા કાર્યની ઉત્પત્તિને તું માને છે, તેમ ભવથી ભવાન્તરમાં પણ જાતિ-કુળાદિ વિચિત્ર પરિણામરૂપે જીવને માન; કારણ કે સંસારાકુરના બીજભૂત જે કર્મ છે, તે હેતુની વિચિત્રતાથી વિચિત્ર છે, તેથી સંસારરૂપ અંકુરની પણ વિચિત્રતા છે. હેતુની વિચિત્રતાથી કર્મનું વિચિત્રપણું પણ જો તું માનતો હોય, તો તે સૌમ્ય ! સંસારી જીવને મનુષ્યનરકાદિરૂપ તેનું ફળ પણ વિચિત્ર થાય છે, એમ અંગીકાર કર. ૧૭૭૬-૧૭૭૭-૧૭૭૮. चित्तं संसारितं विचित्तकम्मफलभावओ हेऊ। इह चित्तं चित्ताणं कम्माण फलं व लोगम्मि ॥१७७९॥ चित्ता कम्मपरिणई पोग्गलपरिणामओ जहा बज्झा। कम्माण चित्तया पुण तद्धेउविचित्तभावाओ ॥१७८०॥ अहवा इहभवसरिसो परलोगोऽवि जइ सम्मओ तेणं । कम्मफलं पि इहभवसरिसं पडिवज्ज परलोए ॥१७८१।। किं भणियमिहं मणुया नाणागइकम्मकारिणो संति । ન તે ત માગો પર વિ તો સરસિયા કુત્તા /?૭૮રી લોકમાં જેમ કૃષિ-વાણિયાદિ વિચિત્ર કર્મોનું ફળ વિચિત્ર જણાય છે, તેમ જ વિચિત્ર કર્મના ફળરૂપ સંસારી જીવોનું નરકાદિરૂપ સંસારીપણું પણ વિચિત્ર છે. જેમ વાદળ-પૃથ્વી આદિ બાહ્યપુગલોનો પરિણામ વિચિત્ર છે, તેમ કર્મપરિણતિ પણ પુગલ પરિણામાત્મક હોવાથી વિચિત્ર છે. (જે વિચિત્ર પરિણતિરૂપ નથી હોતું, તે આકાશની જેમ પુલ પરિણામાત્મક પણ નથી હોતું.) કર્મની જે વિચિત્રતા છે, તે તેના મિથ્યાત્વાદિ હેતુની વિચિત્રતાથી છે. અથવા જો આ ભવના જેવો જ પરભવ તું માને છે; તો કર્મનું ફળ પણ આ ભવની ક્રિયાના જેવું ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy