SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] પાંચમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તેઓએ દીક્ષા લીધી એમ સાંભળીને સુધર્મ નામના દ્વિજોપાધ્યાય પણ ભગવંત પાસે આવે છે. તે વિચારે છે, કે હું તેમની પાસે જઈશ, વાંદીશ અને વંદના કરીને સંશય દૂર કરીને તેમની સેવા કરીશ-એમ વિચારીને તે ભગવંત પાસે આવ્યા, એટલે જન્મ-જરા-અને મરણથી મુક્ત થયેલા સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર ભગવંતે, તેને નામ અને ગોત્રથી બોલાવ્યા; અને કહ્યું કે (પરસ્પર વિરૂદ્ધાર્થવાળાં વેદપદો સાંભળીને) તું એમ માને છે, કે આ ભવમાં જેવો મનુષ્યાદિ જન્મ છે, તેવો જ પરભવમાં પણ મનુષ્યાદિ થશે, કે કેમ ? (એવો તને સંશય છે) પણ તું તે વેદપદોનો અર્થ જાણતો નથી, તેથી એવો સંશય કરે છે, તેનો સત્ય અર્થ હું કહું તે પ્રમાણે છે. ૧૭૭૦ ૧૭૭૧-૧૭૭૨. પૂર્વોક્ત રીતે ઈન્દ્રભૂતિ વગેરે ચાર પંડિતોએ ભગવંત પાસે દીક્ષા લીધી એમ જાણીને સુધર્મનામના પાંચમા દ્વિજોપાધ્યાય ભગવંત પાસે આવ્યા, તેમને આવેલા જાણીને કરુણાસિંધુ ભગવંતે તેમને નામ અને ગોત્રપૂર્વક બોલાવીને કહ્યું કે, હે સુધર્મ ! તને એવો સંશય છે કે “આ ભવમાં જેવો મનુષ્યાદિ જન્મ છે, તેવો જ જન્મ પરભવમાં થતો હશે કે કેમ ?' તને આવો સંશય થવામાં પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદના પદો કારણભૂત છે. તે પદો આ પ્રમાણે છે. પુરુષો મૈં પુરુષત્વ મત્તુતે, વશવઃ પશુત્વ, એટલે પુરૂષ મરણ પામીને પુરૂષ થાય છે અને પશુઓ મરીને પશુ થાય છે. તથા “શુળાનો વૈ ષ ઞાયતે ચ: સુપુરીષો વહ્યતે” જેને વિષ્ટા સહિત બાળવામાં આવે છે, તે શિયાળ થાય છે. આમાનું પહેલું વાક્ય ભવાંતરમાં જનારો જીવ પુનઃ તેવો જ ભવ પામે છે, એમ પ્રતિપાદન કરે છે, અને બીજું વાક્ય પહેલા ભવના જન્મથી વિલક્ષણ જન્મ માપવાનું કહે છે. આ રીતે પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદવાક્યો સાંભળીને તને એવો સંશય થયો છે; પરંતુ તારો એ સંશય અયોગ્ય છે, કારણ કે તે પદોનો અર્થ તું સમજે છે - તેવો નથી, પણ હું કહું છું તે પ્રમાણે છે, તેને તું લક્ષપૂર્વક સાંભળ. ૧૭૭૨. ઉપરોક્ત સંશયમાં જે યુક્તિઓ છે, તેને ભાષ્યકાર પ્રગટ કરે છે ઃ कारणसरिसं कज्जं बीयरसेवऽङ्कुरो त्ति मण्णंतो । इहभवसरिसं सव्वं जमवेसि परेऽवि तमजुत्तं ॥ १७७३|| जाइ सरो सिंगाओ भूतणओ सासवाणुलित्ताओ । संजायइ गोलोमा - ऽविलोमसंजोगओ दुव्वा || १७७४ ।। इति रुक्खायुव्वेदे जोणिविहाणे य विसरिसेहिंतो । दीसइ जम्हा जम्मं सुहम्म ! तो नायमेगंतो ।। १७७५।। તું એમ માને છે, કે જેવું કારણ હોય તેવું કાર્ય હોય છે, કેમકે જેવું બીજ હોય તેવો અંકુર થાય છે. તેવી જ રીતે પૂર્વજન્મ, આગળના ભવનું કારણ છે, અને તેથી જેવો આ જન્મ છે, તેવો જ પુરૂષાદિ સર્વ જન્મ પરભવમાં પણ હોવો જોઈએ. તારૂં એ માનવું અયોગ્ય છે, કારણ કે શૃંગથી પણ શ૨ (શરગટ) નામની વનસ્પતિ થાય છે, અને સરસવના અનુલેપથી ભૂતૃણ નામનો ઘાસનો સમૂહ થાય છે, વળી ગોલોમ અને અવિલોમથી પણ દુર્વા થાય છે. વળી એ જ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy