SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાન વિચાર [૫૭ જેમ કે, જે ઇન્દ્રિય અને મનોનિમિત્ત જ્ઞાન છે તે પરોક્ષ છે, કેમ કે તેમાં સંશયવિપર્યય ને અનધ્યવસાય થવાનો સંભવ છે. ઇન્દ્રિય અને મનોનિમિત્તે થતા અસિદ્ધઅનેકાન્તિક ને વિરૂદ્ધ એવા અનુમાનાભાસની પેઠે, આ સાભાસ અનુમાનનો પ્રયોગ કહ્યો. ધૂમથી થતા અગ્નિના અનુમાનની જેમ, ઇન્દ્રિય અને મનથી થતાં જ્ઞાનમાં પાછળ (અનુમાન પછી)થી નિશ્ચય થવાનો સંભવ હોવાથી, તે પરોક્ષ છે. અવધિજ્ઞાન આદિની જેમ, જે જ્ઞાનમાં સંશય-વિપર્યય અનધ્યવસાય કે પછીથી નિશ્ચય નથી થતાં, તે જ્ઞાન પ્રત્યક્ષ છે; તે સત્ય અનુમાન છે. પ્રશ્ન:- અવધિ આદિ જ્ઞાનોમાં પાછળથી નિશ્ચય થવા રૂપ હેતુ સંભવે છે, તેથી તે અનેકાન્તિક હોવાથી સાધ્યની સિદ્ધિ નહિ થાય. ઉત્તર :- એમાં જે નિશ્ચય છે, તે જ્ઞાન વિશેષરૂપ નિશ્ચય છે, પરંતુ સંકેત-સ્મરણાદિ પૂર્વક નિશ્ચય નથી, અને અમે તો અહીં જ્ઞાન થયા પછી, બીજા કારણોથી થતા નિશ્ચયને કહ્યો છે, તેથી સાધ્યની સિદ્ધિમાં દોષ નથી, ૯૩. આ પ્રમાણે ઇન્દ્રિય અને મનને નિમિત્તે થતા જ્ઞાનને, સામાન્યથી પરોક્ષપણે સિદ્ધ કરીને, હવે વિશેષથી બીજા હેતુ વડે મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષપણે સિદ્ધ કરે છે. होन्ति परोक्खाइं मइ-सुयाइं जीवस्स परनिमित्ताओ । पुब्बोवलद्धसंबंधसरणाओ वाणुमाणं व ॥१४॥ જીવને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરનિમિત્તે થાય છે, તેથી તે બન્ને પરોક્ષ છે. અથવા પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી તે બન્ને જ્ઞાન થાય છે માટે અનુમાનની પેઠે પરોક્ષ છે. ૯૪. પ્રશ્ન :- ઇન્દ્રિય મનોનિમિત્ત જ્ઞાન પરોક્ષ છે એમ જે કહ્યું છે, તે આગમવિરૂદ્ધ જણાય છે, કેમ કે આગમમાં કહ્યું છે કે પ્રત્યક્ષ બે પ્રકારનું છે, એક ઇન્દ્રિયપ્રત્યક્ષ અને બીજુ નોઇન્દ્રિયપ્રત્યક્ષ, તેનું કેમ સમાધાન થશે ? ઉત્તર :- આગમમાં કહ્યું છે તે સત્ય છે, પરંતુ ત્યાં ઇન્દ્રિયજન્યજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, તે - સંવ્યવહાર માત્રથી જ પ્રત્યક્ષ કહ્યું છે, પણ ઇન્દ્રિયથી થનાર જ્ઞાન પરમાર્થથી તો પરોક્ષ જ છે. ભાષ્યકાર મહારાજ તે સૂત્રનો વિષયવિભાગ બતાવતા તે જ પ્રમાણે કહે છે. ___ एगंतेण परोक्खं लिंगियमोहाइयं च पच्चक्खं । इंदिय-मणोभवं जं तं संववहारपच्चक्खं ॥१५॥ લૈંગિક એટલે અનુમાન જ્ઞાન તે એકાને પરોક્ષ છે; અને અવધિઆદિ ત્રણ જ્ઞાન એકાન્ત પ્રત્યક્ષ છે. તથા ઇન્દ્રિય-મનોજન્ય જે જ્ઞાન તે સંવ્યવહાર માત્રથીજ પ્રત્યક્ષ છે. ૯૫. ઇન્દ્રિય અને મન દ્વારા ધૂમાદિ બાહ્ય લિંગવડે અગ્નિઆદિ વિષયનું જે જ્ઞાન આત્માને ઉત્પન્ન થાય છે, તે એકાન્ત પરોક્ષ છે. કારણ કે ઇન્દ્રિય-મનને ગાહ્ય એવો પદાર્થ આત્માને એકાન્ત પરોક્ષ છે. તથા અવધિ-મનઃપર્યાય ને કેવળજ્ઞાન એ ત્રણે આત્માને એકાન્ત પ્રત્યક્ષ છે. કારણ કે એ જ્ઞાનથી બાહ્યલિંગ સિવાય, ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના, આત્માને વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy