SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ . ભાષાંતર) મન:પર્યાય તથા કેવલજ્ઞાનની વ્યાખ્યા [૫૧ ધીયતે” એટલે જણાય તે અવધિ, અથવા “અવ' શબ્દ મર્યાદા વાચક લેવો, એ અર્થ અનુસાર આટલા ક્ષેત્રમાં, જાણનારને આટલાં દ્રવ્ય, આટલા કાળ સુધી જણાય અને આટલા દ્રવ્ય જાણનારને આટલો કાલ જણાય, એમ પરસ્પર નિયમિત મર્યાદાથી જે જ્ઞાન વડે રૂપી વસ્તુ જણાય તે અવધિ. અથવા જે જ્ઞાનની હાજરીમાં આત્મા વડે રૂપી વસ્તુ ઉપર મુજબ સાક્ષાત્ જણાય તે અવધિ. આ જ્ઞાન અર્થ જાણવામાં પૂર્વોક્ત મર્યાદાથી પ્રવર્તે છે, માટે ઉપચારથી તે જ્ઞાનને જ મર્યાદા કહે છે; કેમ કે તે અવધિજ્ઞાન દ્રવ્યાદિ ઉપર મુજબ અવધિથી એટલે મર્યાદાથી પરસ્પર મર્યાદિતપણે જાણે છે, એ હકીકત આગળ “અંગુલમાવલિઆણ” એ ગાથાથી (૬૦૮) સવિસ્તાર કહેવાશે. ૮૨. હવે મન:પર્યવજ્ઞાનની વ્યુત્પત્તિ કહે છે. पज्जवणं पज्जयणं, पज्जाओ वा मणम्मि मणसो वा । तरस व पज्जायादिन्नाणं मणपज्जवं नाणं ॥३॥ મનને વિષે અથવા મન સંબંધી પવન, પર્યયન, અથવા પર્યાય, અથવા તેના મનના) પર્યાય આદિનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. ૮૩. અવ” ધાતુ “ગતિ આદિ” અર્થમાં વપરાય છે, તેથી “અવન” નો અર્થ “ગમન” “વેદન” એમ થાય. “પરિ” એટલે સર્વ પ્રકારે. આ પ્રમાણે “પર્યવન”નો અર્થ સર્વ પ્રકારે પરિચ્છેદન એટલે જાણવું એવો થાય છે. મનને વિષે એટલે ગ્રાહ્ય મનોદ્રવ્યના સમુદાયને વિષે, અથવા ગ્રાહ્ય મન સંબંધી સમસ્ત પ્રકારે જાણવું, તેને “મન:પર્યવ” જ્ઞાન કહીએ. “પર્યયન” શબ્દ લઈએ ત્યારે “અ” ધાતુ “ગમન” “વેદન” એ અર્થમાં લેવો, અને “પર્યાય” શબ્દ લઈએ ત્યારે “ઇ” ધાતુ “ગતિ” અર્થમાં લેવો. અને ઉપર મુજબ અર્થ કરવો. મન:પર્યવ” જ્ઞાનનો બીજી રીતે અર્થ કરતાં ગ્રંથકાર કહે છે કે મનના પર્યાયો, એટલે ધર્મો તેનું જ્ઞાન તે મન:પર્યવ જાણવું. જેમકે “આ મનુષ્યાદિકે આ વસ્તુ આ પ્રકારે ચિંતવી છે.” એવા પ્રકારનું જ્ઞાન તે મનઃપર્યાયજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા મન:પર્યયજ્ઞાન જાણવું. ૮૩. કેવળજ્ઞાનની વ્યુત્પત્તિ કહે છે. केवलमेगं सुद्धं, सगलमसाहारणं अणन्तं च । पायं च नाणसद्दो, नामसमाणाहिगरणोऽयं ॥८४॥ એક-શુદ્ધ-પરિપૂર્ણ-અસાધારણ-અને અનંત એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન. આ પાંચે જ્ઞાનોની વ્યાખ્યામાં સમાસ કરતાં જ્ઞાનશબ્દ ઘણું કરીને નામના સમાન અધિકરણમાં યોજાય છે. કેવલ એટલે – (૧) ઇન્દ્રિય આદિની સહાયથી ઉત્પન્ન થતાં, છઘDઅવસ્થાનાં મતિ; શ્રુતઆદિ જ્ઞાનની ગેરહાજરી થવાથી. માત્ર “એક'. (૨) આવરણ કરનાર સર્વ કર્મમલનો નાશ થયા બાદ ઉત્પન્ન થતું હોવાથી “શુદ્ધ'. (૩) ઉત્પત્તિકાલથી જ સર્વ જ્ઞેય પદાર્થોને જણાવનાર હોવાથી પરિપૂર્ણ'. (૪) બીજાં જ્ઞાનો તેનાં સમાન ન હોવાથી “અસાધારણ', (૫) કાલસ્થિતિની અપેક્ષાએ અંતરહિત હોવાથી “અનંત' એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy