SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ] ચારે નિક્ષેપાનો નથી વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભવિષ્યકાળસંબંધી કહ્યો? યદિ અતીતકાળ સંબંધી કહ્યો, તો તે અનંતસમય પૂર્વનો, અસંખ્યાતસમય પૂર્વનો અથવા સંખ્યાતસમય પૂર્વનો કહ્યો ? ભાવથી નામ ઈન્દ્ર કહ્યો તો તે શ્યામવર્ણવાળો, ગૌરવર્ણવાળ, લાંબો કે ટુંકો કહ્યો? આ પ્રમાણે નામ ઈન્દ્રના આશ્રયભૂત એક જ પદાર્થ, દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના ભેદથી અનંતા ભેદ પામે છે. છે તેવી જ રીતે સ્થાપના, દ્રવ્ય અને ભાવને આશ્રિત વસ્તુ પણ, દરેક અનંતા ભેદ ઉપરોક્ત રીતે પામે છે. આ પ્રમાણે નામાદિનયો પરસ્પર ભેદ કરનારા છે. અને જ્યારે એક જ વસ્તુમાં નામાદિ ચારેની પ્રતીતિ થાય ત્યારે તે અભેદ કરે છે. કેમકે એક જ શચીપતિ-દેવાધિપમાં ઇન્દ્ર એવું નામ છે, તેની આકૃતિ તે સ્થાપના છે, ઉત્તર અવસ્થાનું મૂળ કારણ એ હતું, તે જ જીવ, તે હોવાથી અથવા ઇન્દ્રપણાના પર્યાયનું ઉપાદાન કારણ તે જીવદ્રવ્ય હોવાથી, તે દ્રવ્ય છે અને દિવ્યરૂપ-સંપત્તિવજધારણ-પરમઐશ્વર્યાદિયુક્તપણે તે ઇન્દ્રપણાનો ભાવ છે. એ પ્રમાણે નામાદિ ચારે એક જ વસ્તુમાં પ્રતીત થાય છે, તેથી તે અભેદ કરનારા પણ છે. એ પ્રમાણે સર્વ પોતાને આશ્રિત વસ્તુનો ભેદ અને સંઘાત કરનારા ભિન્ન લક્ષણવાળા એ નામાદિધર્મો, ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યની જેમ દરેક વસ્તુમાં યોજવા, કેમ કે તે દરેક વસ્તુમાં પરસ્પર અવિનાભાવિ છે. જિનમતમાં સર્વ વસ્તુ ઘણું કરી નયોથી જ વિચારાય છે, તેથી અહીં પ્રસ્તુત નામસ્થાપનાદિની પણ નથી વિચારણા કરતાં આચાર્યશ્રી કહે છે કે – नामाइतियं दबट्ठियस्स, भावो य पज्जवनयरस । संगह-ववहारा पढमगरस, सेसा य इयरस्स ।।७५॥ નામાદિ ત્રણ નિક્ષેપ દ્રવ્યાસ્તિકનયને ઈષ્ટ છે અને કેવલ ભાવનિક્ષેપ પર્યાયાસ્તિકનયને ઈષ્ટ છે. સંગ્રહ અને વ્યવહારનય દ્રવ્યાસ્તિકને ઈષ્ટ છે તથા બાકીના નય પર્યાયાસ્તિકને ઈષ્ટ છે. ૭૫. નામ-સ્થાપના-ને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપા દ્રવ્યાસ્તિકનયને માન્ય છે, કેમ કે એ નામાદિ ત્રણ નિક્ષેપા વિવક્ષિતભાવથી શૂન્ય છે, તેથી તે નામાદિ ત્રણ નિક્ષેપ પર્યાયાસ્તિકને માન્ય નથી. એક ભાવ નિક્ષેપ જ પર્યાયાસ્તિકને અભિમત છે. બીજાને અભિમત નથી. કેમકે એ બીજા નયો તો ભાવના આલંબન સિવાય માત્ર દ્રવ્યને જ ગ્રહણ કરે છે. પ્રશ્ન :- નૈગમાદિનયો પ્રસિદ્ધ હોવાથી અહીં એ નૈગમ આદિ નયો વડે આ પ્રસ્તુત વિચાર કરવો યોગ્ય છે, પણ દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક નયનું અહીં શું પ્રયોજન છે ? ઉત્તર :- એ સર્વ નયોનો આ બે જાતિના નયોમાં અન્તર્ભાવ-સમાવેશ થઈ જાય છે. જેમકે સામાન્ય ગ્રાહી નૈગમનો સંગ્રહનયમાં અને વિશેષગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં અન્તર્ભાવ થાય છે. સંગ્રહ તથા વ્યવહારનયનો દ્રવ્યાસ્તિકનયમાં અન્તર્ભાવ થાય છે, કેમકે તે બન્ને દ્રવ્યસ્તિકનયના મતને માને છે. એ બે સિવાયના ઋજુસૂત્રાદિનો પર્યાયાસ્તિકનયના મતને માનનારા હોવાથી, પર્યાયાસ્તિકનયમાં અન્તર્ભાવ પામે છે. શ્રી સિદ્ધસેન આચાર્યના મત પ્રમાણે અહીં ઋજુસૂત્રનયનો પર્યાયાસ્તિકનયમાં અંતર્ભાવ બતાવ્યો છે, પણ સિદ્ધાન્તના અભિપ્રાયે તો સંગ્રહ અને વ્યવહારનયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy