SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી નોઆગમથી ભાવમંગળ [૩૩ ઉત્તર :- ભાઇ ! એમ નહિ. કારણ કે બધા ઘડા કંઈ જળધારણાદિરૂપ અWક્રિયા કરતા નથી, તેમ બધા અગ્નિ પણ દાહ આદિ અર્થક્રિયા કરતા નથી. જેમકે ખુણામાં ઉંધો પાડેલો ઘડો અને ભસ્મથી ઢાંકેલો અગ્નિ, પોતાની જલધારણ અને દાહાદિરૂપ અર્થક્રિયા કરતા નથી, તો શું તે ઘડો અને અગ્નિ નથી ? છે જ. માટે આ ઉપરથી એ સિદ્ધ થયું કે મંગળપદાર્થના જ્ઞાન ઉપયોગથી અભિન્ન એવો વક્તા આગમથી ભાવમંગળ છે; અને ક્ષાયિક-ક્ષાયોપશમિકાદિ પ્રશસ્ત ભાવ, તે નોઆગમથી ભાવમંગળ છે. અહીં ક્ષાયિકાદિભાવમાં આગમનો સર્વથા અભાવ છે. અથવા "ઉપલક્ષણથી શ્રુત સિવાય મતિ-અવધિ-મન:પર્યવ અને કેવળ એ ચાર જ્ઞાન, તથા દર્શન અને ચારિત્ર એ સર્વ નોઆગમથી ભાવમંગળ છે. ૪૯. વળી બીજા પ્રકારે નોઆગમથી ભાવમંગળનું સ્વરૂપ કહે છે. ___अहवा सम्मइंसण-नाण चरित्तोवओगपरिणामो । नो आगमओ भावो नोसद्दो मिस्सभावम्मि ॥५०॥ અથવા સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રના ઉપયોગરૂપ પરિણામ, તે નોઆગમથી ભાવમંગળ છે. અહીં નોશબ્દ મિશ્રભાવમાં છે. ૫૦. પ્રતિક્રમણ-પડિલેહણાદિ ક્રિયા કરનારનો સમ્યગ્રદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ઉપયોગ પરિણામ તે કેવળ આગમરૂપ નથી, કેમકે તેમાં ચારિત્રાદિ છે, તેમ સર્વથા આગમનો અભાવ પણ નથી, કેમકે ત્યાં જ્ઞાન પણ છે, તેથી તે પ્રતિક્રમણાદિવાળાનો પરિણામ નોઆગમથી ભાવમંગલ કહ્યો, એમાં નો શબ્દ મિશ્રભાવમાં છે. પ૦. પુનઃ બીજી રીતે નોઆગમથી ભાવમંગળ કહે છે. अहवेह नमोक्काराईनाण-किरिआविमिस्सपरिणामो । नो आगमओ भण्णई, जम्हा से आगमो देसे ॥५१॥ અથવા અહીં જ્ઞાન-ક્રિયા મિશ્રપરિણામરૂપ જે નમસ્કારાદિ, તે નોઆગમથી ભાવમંગળ કહેવાય છે. કેમકે તે પરિણામ આગમના એક દેશમાં છે. ૫૧. નમસ્કાર-સ્તોત્રાદિનું જ્ઞાન અને મસ્તકે અંજલી જોડવી વિગેરે ક્રિયા એ ઉભયના મિશ્રિત પરિણામવાળો આત્મા, તે નોઆગમથી ભાવમંગળ છે. અહીં પણ નોશબ્દ મિશ્રભાવમાં છે, કેમકે એવા પરિણામના એકદેશમાં આગમરૂપ જ્ઞાનોપયોગ વિદ્યમાન છે. ૫૧. એ પ્રમાણે નામ આદિ ચારે પ્રકારે મંગળ કહ્યું; હવે નામ આદિ ત્રણમાં પરસ્પર સમાનતા જણાવાથી શિષ્ય પૂછે છે કે अभिहाणं दबत्तं, तयत्थसुन्नत्तणं च तुल्लाइ । को भाववज्जिआणं नामाइण पइविसेसो ? ॥५२।। જેટલું જણાવવું ઇષ્ટ હોય તે બધું નહિં જણાવતાં અમુક ભાગ જણાવીને બાકી માટે સૂચના કરે ત્યારે ઉપલક્ષણ કહેવાય. અહીં પણ ઘણા પ્રકારે નોઆગમથી ભાવમંગલ છતાં, જે એક ક્ષાયિકાદિભાવ જ માત્ર મંગલ તરીકે કહ્યો, તે ઉપલક્ષણથી સમજવો, ને તેથી જ્ઞાનાદિ પણ નોઆગમથી ભાવમંગલ સૂચવ્યા જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy