SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી નોઆગમથી દ્રવ્યમંગળ [૩૧ પરમાર્થથી મંગળ બે પ્રકારે છે. એક જિનપ્રણીત આગમ અને બીજું જિનપ્રણીત પડિલેહણાદિ માંગલ્યક્રિયા, પૂર્વે આગમથી અને નોઆગમમાં જ્ઞશરીર અને ભવ્યશરીર એમ બે પ્રકારથી જે દ્રવ્યમંગળ ત્રણ પ્રકારે કહ્યું છે, તે આગમ (જ્ઞાન) ને આશ્રિને કહ્યું છે, ને આ જ્ઞશરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યમંગળ જે છે, તે તો જિનેશ્વરમહારાજે કહેલ એવી પડિલેહણઆદિ માંગલ્યક્રિયાને ઉપયોગ રહિત કરતો હોય, તેને આશ્રિને કહેલ છે. અહિં ઉપયોગ રૂપ આગમ નથી તેથી નોઆગમતા કહી, જ્ઞશરીર અને ભવ્ય શરીરમાં જ્ઞાનના કારણ રૂપે દ્રવ્યમંગળતા કહી છે, અને ક્રિયાની અપેક્ષાએ ઉપયોગ શૂન્ય હોવાથી દ્રવ્યમંગળતા કહી છે. ઉપયોગ પૂર્વક ક્રિયા કરે તો ત ભાવમંગળ કહેવાય. હવે બીજી રીતે નોઆગમથી દ્રવ્યમંગળ કહે છે. जं भूयभावमंगलपरिणामं तस्स वा जयं जोगं । जं वा सहावसोहणवन्नाइगुणं सुवप्णाई ॥४७॥ तं पि य हु भावमङ्गलकारणओ मङ्गलंति निद्दिष्टुं । રોમામિડો , નોસદ્દો સંવડિફેટે ૪૮ જે ભૂતકાળના ભાવમંગળનું પરિણામિ કારણ હોય, અને જે ભવિષ્યમાં ભાવમંગળને યોગ્ય હોય, તે વ્યતિરિક્ત દ્રવ્યમંગળ ગણાય છે અથવા સ્વભાવથીજ સુંદરવર્ણ વિગેરે ગુણવાળું જે સુવર્ણ આદિ દ્રવ્ય, તે પણ નિશ્ચભાવમંગળનું કારણ અને શરીરાદિથી વ્યતિરિક્ત હોવાથી, વ્યતિરિક્ત દ્રવ્યમંગળ છે, તે અહીં નોશબ્દ સર્વનિષેધાર્થમાં છે. ૪૭-૪૮. ચરણસિત્તરી અને કરણસિત્તરીની ક્રિયાના સમુદાયને ભાવમંગળ કહેલ છે. તેવા ભાવમંગળના પરિણામ પૂર્વે થયા હોય અથવા ભવિષ્યમાં થાય એમ હોય, પણ વર્તમાન ક્ષણે તેના પરિણામથી શૂન્ય, એવું કોઇનું શરીર અથવા આત્મા હોય, તે જ્ઞશરીર-ભચશરીર નોઆગમથી દ્રવ્યમંગળ કહેવાય છે. તેમજ સ્વભાવથીજ સુંદર તથા વર્ણાદિગુણવાળાં સુવર્ણ રત્ન-દહીં-અક્ષત-પુષ્પ-મંગળકળશ વિગેરે પણ નોઆગમથી દ્રવ્યમંગળ કહેવાય. કારણ કે તે સુવર્ણ આદિ કોઈને ભાવમંગળનું કારણ હોય છે. અને શરીર આત્મા અને શબ્દ અથવા સુવર્ણાદિ તે કોઈને ભાવનાં કારણે થાય છે માટે તે વ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્યમંગળ છે. કારણ કે જે ભૂતભાવ અથવા ભાવિભાવનું કારણ હોય, તેને દ્રવ્ય કહેલું છે. અહીં નોશબ્દ સર્વનિષેધાર્થમાં કહ્યો છે તેથી આગમનો અહીં સર્વથા અભાવ છે, માટે તેઓને નોઆગમથી દ્રવ્યમંગળ કહેવું તે વિરૂદ્ધ નથી. પૂર્વે જ્ઞશરીર અને ભવ્ય શરીરને દ્રવ્યમંગળ કહ્યું છે, તે કેવળ આગમ એટલે જ્ઞાનના અભાવની અપેક્ષાએ કહ્યું છે. અને અહીં જે તવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્યમંગળ કહ્યું છે, તે ક્રિયારૂપભાવના અભાવની અપેક્ષાએ કહ્યું છે. આ પ્રમાણે આગમથી અને નોઆગમથી દ્રવ્યમંગળ કહ્યું. હવે ભાવમંગળ કહે છે, તેનું લક્ષણ નામ-સ્થાપનાને દ્રવ્યની પેઠે ભાષ્યકારે કોઈ કારણથી નથી કહ્યું; પણ વૃત્તિકાર તેનું લક્ષણ કહે છે, તે આ પ્રમાણે છે. સ્પષ્ટપણે ભાવમંગલ તરીકે પાંચ જ્ઞાનરૂપ નન્દી અથવા પંચપરમેષ્ટિને નમસ્કાર કરવાનું કહેલ છે તેથી તેના લક્ષણની જરૂર ન ગણી હોય. અથવા પૂર્વે મંગલનું સ્વરૂપ જણાવ્યું તે ભાવમંગલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy