SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] જુસત્રનયથી મંગળ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન :- નૈગમ અને વ્યવહારનય વિશેષને જ ગ્રહણ કરે છે, તો તે બંને સમાન વિષય માનનાર હોવાથી પરસ્પર નામના ભેદ સિવાય, એકબીજામાં બીજો ભેદ જણાતો નથી, તેથી તે બન્ને એકજ સ્વરૂપ હોય એમ લાગે છે. ઉત્તર :- નૈગમનયનો વ્યવહારનયની સાથે વિશેષના સંબંધમાં સમાન અભિપ્રાય હોવાથી, તે અપેક્ષાએ નૈગમ વ્યવહાર એ બંને સમાન છે, પરંતુ નૈગમ નય અન્ય કેટલીક વસ્તુમાં સામાન્યને પણ ગ્રહણ કરે છે તેથી તે બન્નેમાં તફાવત છે. મતલબ કે નૈગમન સામાન્ય અને વિશેષ ઉભયગ્રાહી છે. અને વ્યવહારનય માત્ર વિશેષગ્રાહી જ છે. અથવા - जो सामण्णग्गाही, स नेगमो संगहं गओ अहवा । इयरो ववहारमिओ, जो तेण समाणनिद्देसो ॥३९॥ અથવા જે સામાન્યગ્રાહી નૈગમ છે, તે સંગ્રહમાં અન્તભૂત છે, અને વિશેષગ્રાહી નૈગમ છે, તે વ્યવહારમાં અન્તભૂત છે, માટે બન્નેનો સમાન નિર્દેશ કર્યો છે. ૩૯. નિગમનય સામાન્ય અને વિશેષ ઉભયને ગ્રહણ કરનાર હોવાથી, સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહનયમાં સમાવેશ કરવો અને વિશેષગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં સમાવેશ કરવો. આથી આ નૈગમનયનો વ્યવહારનયની સાથે “ને ગમવહાર” ઇત્યાદિ ગાથામાં તુલ્યનિર્દેશ કર્યો છે. એ પ્રમાણે માનવાથી ઉપરોક્ત આડત્રીસમી ગાથામાં જણાવેલો દોષ નહિ આવે. અહીં જો એવી શંકા થાય, કે એ પ્રમાણે નૈગમનયને સંગ્રહ અને વ્યવહારમાં અન્તભૂત કરશો, તો સાતને બદલે છે નયો માનવાથી, સંખ્યાની હાની થશે. એ શંકાનો ખુલાસો આગળ કરીશું. હવે જૂસત્રનયના મતે દ્રવ્યમંગળનો વિચાર કરે છે. उज्जसअस्स सयं, संपयं च जं मंगलं तयं एक्कं । नातीतमणुप्पन्नं, मंगलमिटुं परक्कं वा ॥४०॥ ઋજુસૂત્રનયને પોતાનું હોય, અને તે વર્તમાનકાળે વિદ્યમાન હોય, તે એક જ દ્રવ્યમંગળ માન્ય છે. પણ અતીત અનાગત અને પરકીય કે અનેક દ્રવ્યમંગળો માન્ય નથી. ૪૦, કારણ કે - ... नातीयमणुप्पन्नं, परकीयं वा पओअणाभावा । दिटुंतो खरसिंगं, परधणमहवा जहा विफलं ॥४१॥ વિવક્ષિત કાર્ય કરી શકે નહિ તેથી અતીત ને અનાગત વસ્તુ, ખરઝંગની જેમ વસ્તુ જ નથી; અને પરકીય વસ્તુ પણ પરધનની જેમ નિષ્ફળ હોવાથી વસ્તુરૂપ નથી. ૪૧. ઋજા એટલે સરળ-સરળતાથી જે સામે દેખાય, તેવી વર્તમાનક્ષણે વર્તતી, સ્વકીય વસ્તુને જ વસ્તુરૂપે ઋજાસૂત્રનય માને છે, પણ અતીત અનાગત વસ્તુને વસ્તુરૂપે નથી માનતો. કેમકે અતીત વસ્તુ નાશ પામેલ છે અને અનાગત વસ્તુ અનુત્પન્ન છે, તેથી તેઓ વડે કંઈ કાર્યસિદ્ધિ નથી થતી. “જે વડે કાર્યની સિદ્ધિ ન થાય તે વસ્તુપણે ગણાય જ નહિ.” જેમ કે ખરશ્ચંગ. ખરઝંગ" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy