SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] વિરપ્રભુનાં ઉપસર્ગો. ૬િ૧૫ દાસીની સાથે અનાચાર માટે ત્યાં આવ્યો. ગોશાળો ત્યાં છે એમ જણાઈ જવાથી માર ખાધો, ભગવાન ત્યાંથી પાત્રાલક ગામમાં ગયા, ત્યાં પણ શૂન્યગૃહમાં કાઉસ્સગ્ગ રહ્યા, રાત્રિએ સ્કંદ નામનો ગામનો કૂલપુત્ર પોતાની દાસી દન્તલિકાની સાથે અનાચાર માટે ત્યાં આવ્યો, પૂર્વવત્ ત્યાં પણ ગોશાળાએ માર ખાધો. ત્યાંથી ભગવાન કૂમારક સન્નિવેશ તરફ ગયા, ત્યાં ચંપરમણીય ઉદ્યાનમાં કાઉસ્સગ્નમાં રહ્યા, તેજ ગામમાં કૂપનય કુંભારને ઘરે પાર્શ્વનાથના સંતાનીય મુનિચંદ્રાચાર્ય પરિવાર સહિત આવ્યા હતા, જે જિનકલ્પ અંગીકાર કરવાના હોવાથી પાંચ તુલના કરતા હતા, તેમાંની બીજી તુલના કરતા ઉપાશ્રયની બહાર ધ્યાનમાં હતા, તેમને ચોર જાણીને આરક્ષકે ગળામાંથી પકડયા, છેવટે - દેવલોક પામ્યા. ત્યાંથી ભગવાન ચોરાક સન્નિવેશમાં ગયા, ત્યાં કોટવાળે ચારક જાણીને હેડમાં નાંખ્યા, ફરી બહાર કાઢ્યા, ત્યાં સોમા અને જયન્તી નામે બે બહેનો પાર્શ્વનાથના પરિવારની હતી, તેમણે તેમને છોડાવ્યા અને આરક્ષકોએ ખમાવ્યા. ત્યાંથી ભગવાન પૃષ્ઠચંપાએ ગયા, ત્યાં ચોથું ચોમાસું વર્ષારાત્રિ કરી, ચાર માસના ઉપવાસ કરી વિવિધ પ્રકારના કાયોત્સર્ગ કરીને ત્યાંથી કૃતાંગલાએ ગયા અને દેવકુલમાં ધ્યાનમાં રહ્યા, ત્યાં સ્ત્રીવાળા અને આરંભપરિગ્રહવંત દ્રરિદ્રસ્થવિરો હતા, તેઓ નૃત્ય-વાજીંત્રથી જાગરણ કરતા હતા, ગોશાળાએ તેમની ચેષ્ટા કરી તેથી તેઓએ તેને બહાર કાઢી મૂક્યો. ભગવાન ત્યાંથી શ્રાવતી નગરીએ ગયા અને બહાર કાયોત્સર્ગ રહ્યા, તે નગરીમાં પિતૃદત્તની સ્ત્રી શ્રીભદ્રા મરેલા બાળકને જન્મ આપતી, તેણે શિવદત નૈમિત્તિકને બાળક જીવવાનો ઉપાય પૂછ્યો, શિવદત્તે મરેલા બાળકને રાંધી કોઈ તપસ્વીને ખવરાવવાનું કહ્યું, તેણીએ તે પ્રમાણે કર્યું, અને ગોશાળાને વહોરાવ્યું પછી વમન કરવાથી નખવાળાદિ જોઇને ખબર પડતાં તેનું ઘર શોધવા આવ્યો, પણ બારણું બદલી નાખ્યું, તેથી તે જાણી શક્યો નહી, છેવટે ગુરૂ પ્રતાપે તેનો વાસ અગ્નિથી સળગાવ્યો. ભગવાન ત્યાંથી હરિદ્રાક ગામે ગયા, અને મોટા હરિદ્રાક વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરી રહ્યા, જતા-આવતા લોકોએ અગ્નિ સળગાવ્યો, તે સળગતો સળગતો ભગવન્ત પાસે આવ્યો, ભગવન્તના પગ બળી ગયા, ગોશાળો ભાગી ગયો. ત્યાંથી ભગવાન મંગળા ગામે ગયા, ગોશાળો પણ ત્યાં ગયો. ગોશાળાએ રમતા બાળકોને આંખો કાઢીને ભય પમાડ્યા, ત્યાંથી ભગવાન આવર્ત ગામ ગયા, ત્યાં પણ ગોશાળાએ તેમજ કર્યું. આથી લોકોએ ભગવત્તને તેના ગુરૂને મારો એમ ધારી મારવાનો વિચાર કર્યો, તેથી બળદેવની પ્રતિમા હળ ઉગામીને મારવા તૈયાર થઈ, લોકો પગે પડ્યા, અને ભગવન્તને ખમાવ્યા. ભગવાન ત્યાંથી ચોરાક સચિવેશમાં ગયા; ત્યાં મંડપમાં રસોઈ થતી હતી તે નીચે વળીને ગોશાળો જોતો હતો, તે લોકોએ ચોર ધારીને ત્યાં ગોશાળાને માર્યો ગુરૂ પ્રભાવે મંડપ બાળ્યો, ત્યાંથી કલંબુકા સન્નિવેશમાં ગયા, મેઘ અને કાળ હસ્તીએ ચોર જાણીને બાંધ્યા, ખબર પડતાં ભગવન્તને ખમાવ્યા. ૪૭૬ થી ૪૮૧. लाढेसु य उवसग्गा, घोरा पुण्णकलसा य दो तेणा । વહયા સવvi, મમિ વાસાસુ ૨૩માાં ૪૮રી. कयलिसमागम भोयण, मंखलि दहिकूर भगवओ पडिमा । जंबूसंडे गोट्ठीय, भोयणं भगवओ पडिमा ॥४८३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy