SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬]. વીરપ્રભુનાં ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ तंबाए नंदिसेणो, पडिमा आरक्खि वहण भय डहणं । कूविय चारिय मोक्खे, विजयपगभा य पत्तेयं ॥४८४॥ तेणेहि पहे गहिओ, गोसालो माउलोत्ति वाहणया । સર્વ સાની, સ્માર ઘન સેવિંદો ૪૮ गामाग बिहेलग जक्ख, तावसी उवसमावसाणथुई । छटेण सालिसीसे, विसुज्झमाणस्स लोगोही ॥४८६।। ત્યાંથી ભગવાન ઘણા કર્મની નિર્જરા કરવા માટે અનાર્ય દેશ જે લાઢક તેમાં ગયા, ત્યાં ઘોર ઉપસર્ગ થયા; ત્યાંથી પૂર્ણકલશ ગામે આવ્યા, માર્ગમાં બે ચોરો ભગવાનના શુકનથી અપશુકન થએલા માનીને તેમને મારવા દોડ્યા, ઇન્દ્ર તેઓને વજથી મારી નાખ્યા. ત્યાંથી વિહાર કરતા અનુક્રમે ભદ્રિકા નગરીએ આવ્યા, અને ચતુર્માસક્ષમણ કરી પાંચમી વર્ષાઋતુ વિતાવી, ત્યાંથી ભગવાન કદલીસમાગમ ગામે ગયા. ગોશાળાને દધિ-કૂરનું ભોજન મળ્યું, ભગવાન પ્રતિમા ધારણ કરી રહ્યા, ત્યાંથી પારીને ભગવાન જખ્ખખંડ ગામે ગયા. ત્યાં પણ ગોશાળાને તેવું જ દહિં ને ચોખ્ખું ભોજન મળ્યું, અને ભગવાન ધ્યાનમાં રહ્યા. ત્યાંથી ભગવાન તમ્બાક ગામે ગયા, ત્યાં પાર્શ્વનાથના સંતાનીયા થવીર-બહુશ્રુત મુનિ ચોથી તુલના કરી રહ્યા હતા, તેમને રાત્રિના વખતે આરક્ષકના પુત્રે ચોર જાણીને મારી નાખ્યા. ભગવાન ત્યાંથી કૂપિકા સન્નિવેશમાં ગયા. ત્યાં લોકોએ ચોર જાણીને બન્નેને બાંધ્યા, વિજયા અને પ્રગભાએ તીર્થકર જાણીને બન્નેને છોડાવ્યા. ત્યાંથી ભગવાન વિશાલા નગરી તરફ ચાલ્યા, ગોશાળો અહીંથી જુદો પડ્યો, માર્ગમાં ચોરોએ ગોશાળાને જોયો, અને પકડ્યો, ભગવત્તના પ્રતાપે છૂટીને પ્રભુને શોધતો વિશાલાએ ગયો. ત્યાં ભગવાન કર્મકરની શાળામાં ધ્યાનમાં રહ્યા. ત્યાં કોઈ કારીગરે છ માસ બિમારી ભોગવી સુંદર આયુધ બનાવવાને સારી તિથીએ આવી આરંભ કર્યો, તેવામાં ભગવન્તને જોઈને અમંગળ થએલું જાણી ઘણના પ્રહારથી ભગવાનને મારવા ઉદ્યક્ત થયો, ઇન્દ્ર નિમેષ માત્રમાં ત્યાં આવી, તેજ ઘણ તેના પર પાડ્યો અને મારી નાખ્યો. ત્યાંથી ભગવાન ગ્રામક સન્નિવેશમાં ગયા, ત્યાં બિભેલક ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરી રહેલા ભગવન્તનો બિભેલક યક્ષે મહિમા કર્યો. ત્યાંથી શાલિશિર્ષ ગામે ગયા, ઉદ્યાનમાં પ્રતિમા ધરી સ્થીર રહ્યા, ત્યાં કટપૂતના બંતરીએ તાપસીનું રૂપ ધરીને અનેક ઉપસર્ગ કર્યા, ભગવત્ત ચલાયમાન ન થયા. છેવટે શાન્ત થઈને સ્તુતિ કરી ચાલી ગઈ. ત્યાં છઠ્ઠભક્તયુક્ત વિશુધ્યમાન ભગવન્તને લોકાવધિ જ્ઞાન થયું. ૪૮૨ થી ૪૮૬. पुनरवि भद्दिअनगरे, तवं विचित्तं च छट्ठवासंमि । मगहाए निरुवसग्गं, मुणि उउबद्धंमि विहरित्था ॥४८७॥ आलंभिआए वासं, कुडगे तह देउले पराहुत्तो । मद्दण देउलसारिअ, मुहमूले दोसुवि मुणित्ति ॥४८८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy