SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૨] તીર્થકરોની દીક્ષા ભૂમિ આદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ उसभो सिद्धत्थवणंमि, वासुपुज्जो विहारगेहंमि । धम्मो अ वप्पगाए, नीलगुहाए अ मुणीनामा ॥२३०॥ आसमपयंमि पासो, वीरजिणिंदो अ नायसंडंमि । अवसेसा निक्खंता, सहसबवणंमि उज्जाणे ॥२३१।। મહાવીરસ્વામી, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, મલ્લિનાથ અને વાસુપૂજ્ય સ્વામિ; એ સિવાયના અવશેષ તીર્થકરો રાજાઓ હતા. વિશુદ્ધ વંશવાળા ક્ષત્રિય જાતિના રાજકુળમાં જન્મ્યા છતાં પણ રાજયાભિષેકની ઇચ્છા વગર કૌમાર અવસ્થામાંજ દીક્ષા લીધી હતી. શાન્તિનાથ, કંથુનાથ અને અરનાથ તીર્થકર રાજા તથા ચક્રવર્તિની બન્ને પદવી પામ્યા હતા. બાકીના તીર્થકરો માંડલિક રાજાઓ હતા. ભગવન્ત મહાવીરે એકલાજ દીક્ષા લીધી હતી, પાર્શ્વનાથ અને મલ્લિનાથે ત્રણસો પુરૂષોની સાથે દીક્ષા લીધી, વાસુપૂજ્ય સ્વામીએ છસો પુરૂષોની સાથે દીક્ષા લીધી, ઋષભદેવસ્વામીએ ઉગ્રભોગ-રાજન્ય અને ક્ષત્રિય જાતિના ચાર હજાર પુરૂષો સાથે દીક્ષા લીધી અને બાકીના જિનેશ્વરોએ એક હજારના પરિવારે દીક્ષા લીધી. મહાવીરસ્વામી, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, મલ્લિનાથ અને વાસુપૂજય સ્વામીએ પ્રથમ વયમાં દીક્ષા લીધી, બાકીના તીર્થકરોએ પાછલી વયમાં દીક્ષા લીધી હતી, ચોવીસે જિનેશ્વરો એક વસ્ત્રથી નીકળ્યા હતા. (બધા તીર્થકરો તીર્થંકરલિગેજ દીક્ષા પામ્યા હતા) અન્યલિગે, ગૃહસ્થલિગે, કે કુલિંગ નહોતા પામ્યા. સુમતિનાથ નિત્ય ભક્ત દીક્ષા પામ્યા હતા. વાસુપૂજયજિન ચોથ-ભક્ત, પાર્શ્વનાથ તથા મલ્લીનાથ અઠ્ઠમના તપે, અને બાકીના તીર્થકરો છઠ્ઠ ભક્ત દીક્ષા પામ્યા હતા. ઋષભદેવે વિનીતા નગરીમાં, અરિષ્ટનેમીએ દ્વારિકામાં અને બાકીનાઓએ જન્મભૂમિને વિષે દીક્ષા લીધી હતી. ઋષભદેવે સિદ્ધાર્થવનમાં, વાસુપૂજયે વિહારગૃહમાં, ધર્મનાથે વપ્રકામાં, મુનિસુવ્રતસ્વામીએ નીલગુહામાં, પાર્શ્વનાથ આશ્રમપદમાં, વીરજિનેશ્વરે જ્ઞાતખંડમાં અને બાકીના તીર્થંકરોએ સહસ્ત્રામ્રવન ઉદ્યાનમાં દીક્ષા લીધી. - હવે નિર્ગમન કાળાદિ ધારો કહે છે. पासो अरिटुनेमी, सिज्जंसो सुमइ मल्लिनामो अ । पुव्वण्हे निक्वंता सेसा पुण पच्छिमण्डंमि ॥२३२॥ गामायारा विसया, निसेविआ ते कुमारवज्जेहिं । गामागराइएसु व, केसु विहारो भवे कस्स ? ॥२३३॥ मगहारायगिहाइसु, मुणओ वित्तारिएसु विहरिंसु । उसभो नेमी पासो, वीरोअ अणारिएसुंपि ॥२३४॥ उदिआ परिसहा सिं, पराइआ ते अ जिणवरिंदेहिं । नव जीवाइपयत्थे, उवलंभिऊणं च निक्खंता ॥२३५।। पढमस्स बारसंगं, सेसाणिक्कारसंग सुयलंभो। पंच जमा पढमंतिमजिणाण सेसाण चत्तारि ॥२३६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy