SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી વ્યવહારોનું પ્રવર્તન. [૫૬૯ ઉપાસના એટલે હજામનું કાર્ય, અથવા ઉપાસના એટલે વડિલ-રાજા વિગેરેની સેવા, ચિકિત્સા એટલે રોગ દૂર કરવાની રીતિ, દ્રવ્ય મેળવવાની કળા તે અર્થશાસ્ત્ર, નિગડાદિવડે જે બાંધી રાખવું તે બંધ, દંડાદિ વડે મારવું તે ઘાત, જીવન વધે તે મારણા, નાગ વિગેરેની પૂજા તે યજ્ઞ, ઈન્દ્રમહોત્સવાદિ ઉત્સવો, જે દર વર્ષે પ્રતિનિયત દિવસે થાય. ગોષ્ટિનો મેળો તે સમવાય, અથવા ગામ વિગેરેના કોઇ કાર્યને ઉદેશીને એકઠા થવું તે સમવાય. તથા મંગળ એટલે સ્વસ્તિક સુવર્ણ સિદ્ધાર્થક વિગેરે. દેવોએ પ્રથમ પ્રભુને રક્ષાદિકૌતુકો કરેલા તદ્દનુસાર લોકમાં પણ તે થયા. વસ્ત્ર-ગંધ-પુષ્પમાળા અલંકાર એટલે કેશની શોભા વિગેરે, તે ભગવંતની દેવોએ કરેલી જોઇને બાકીના લોક પણ પોતાને શોભાવવા પ્રવર્યા. બાળકના વાળ ઉતારવા તે ચોલયા કહેવાય. કળા શીખવવાને બાળકને ગુરૂ પાસે લઈ જવો અથવા ધર્મ માટે સાધુ પાસે લઈ જવો તે ઉપનયન કહેવાય. તેમાંથી ધર્મ ગ્રહણ કરીને કેટલાક શ્રાવક થાય અને કેટલાક દીક્ષા અંગીકાર કરે. દેવોએ જિનેશ્વરનો વિવાહ કરેલો જોઈને લોકો પણ વિવાહ કરવા લાગ્યા અને તે પછી પ્રાય:વડીલોએ આપેલી કન્યા પરણવાનો રીવાજ થયો. અથવા દત્તિ અટલે દાન, તે ભગવન્તને ભિક્ષાદાન આપેલું જોઈને લોકો પણ દાન આપવા લાગ્યા. અથવા જિનેશ્વરને ભિક્ષા આપવા લાગ્યા. મૃતક એટલે મરેલાનો દેહ, મરૂદેવી પ્રથમ સિદ્ધ થયા, તેને દેવોએ પ્રથમ પૂજયું, ત્યારથી લોકમાં મૃતક પૂજા થઇ.) ધ્યાપના એટલે મરેલાને અગ્નિસંસ્કાર કરવો, તે દેવોએ પ્રથમ જિનેશ્વરના દેહ માટે કર્યો, ત્યારથી લોકમાં ચૈત્યધૂભાદિ થયા, ભગવન્ત મોક્ષે જવાથી ભરત અને ઇન્દ્ર રૂદન શબ્દ કર્યો, ત્યારથી લોકમાં રૂદન પ્રવર્તે. છેલાપન એટલે ગર્જનાદિ કરવું તે, અથવા બાળકને રમાડવાને તેના કર્ણ આગળ ઘડીઆદિ વગાડવી તે, અથવા શું કરવું ? કેમ કરવું ? ઈત્યાદિ રૂપ પૂછવું તે પૃચ્છા. અથવા સુખશયિતાદિ સુખ-દુઃખનું પુછવું તે પૃચ્છા. ઈત્યાદિ સર્વ પ્રાયઃ ઋષભદેવ સ્વામીના વખતે ઉત્પન્ન થયું. એમાનું કેટલુંક ભરત મહારાજાના વખતે થયું. કેટલુંક કુલકરના વખતમાં થયું, અને સર્વ કળા તથા શિલ્પકર્માદિ વિગેરે ભગવર્નો ઉપદેશ્યા. ઋષભાદિ જિનેશ્વરના સંબોધનાદિ કારો કહે છે. उसभचरिआहिगारे, सब्वेसिं जिणवराण सामन्नं । સંવાડા ઉત્ત, પુષ્ઠ વત્તે અમર ર૦૮ संबोहण' परिच्चाये', पत्तेअं उवहिंमि अ । अन्नलिंगे कुलिंगे" अ गामाया परिसहे ॥२०९।। जीवोवलंभ सुयलंभे, पच्चक्खाणे१० अ संजमे । છ૩મત્ય તવ, રૂપાયા ના સંપર? | तित्थं गणो७ गणहरो८ धम्मोवायस्स देसगा। परिआअं२० अंतकिरिआ, कस्स केण तवेण वा ? ॥२११।। ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy