________________
૫૬૨] વીશસ્થાનકનાં નામો.
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ पढमो चऊदसपुब्बी, सेसा इक्कारसंगविउ चऊरो । बीओ वेयावच्चं, किड़कम्मं तइअओ कासी ॥१७७॥ भोगफलं बाहुबलं, पसंसणा जिट्ठ इयर अचियत्तं ।
पढमो तित्थयरत्तं, वीसहि ठाणेहि कासी य ॥१७॥ વિનીતભૂમિમાં નાભીકુલકર થયા, મરૂદેવી તેમનાં સ્ત્રી હતાં, પૂર્વ ભવે વજ (વૈર) નાભ રાજા હતા તે તીર્થંકર નામકર્મ બાંધીને સર્વાર્થસિદ્ધ વિમાનથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં મરૂદેવીને વિષે રૂષભદેવપણે ઉત્પન્ન થયા. પ્રથમ ભવે તે ધનસાર્થવાહ હતા, દેશાન્તર જવા માટે તેમણે ઘોષણા કરાવી, તેમની સાથે સાધુઓ ગયા, માર્ગમાં અટવીની અંદર વર્ષાઋતુ આવી, તેનો ઘણો ભાગ વિત્યા પછી સાર્થવાહને સાધુઓની ચિન્તા થઇ, અને તેમને ઘીનું દાન આપ્યું. સાર્થવાહનો ભવ પૂર્ણ થએ ઉત્તરકુરૂમાં યુગલિક થયા, ત્યાંથી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે દેવ થયા, ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મહાબળરાજા, ત્યાંથી મરણ પામી ઇશાન દેવલોકે લલિતાંગ દેવ થયા, તે પછી મહાવિદેહમાં વજબંઘ રાજા થયા, ત્યાંથી ઉત્તરકુરૂમાં યુગલિક થયા, આયુક્ષયે સૌધર્મ દેવલોકે દેવ થયા, પછી મહાવિદેહમાં વૈદ્યના પુત્ર થયા, ત્યાં રાજપુત્ર, શ્રેષ્ઠિપુત્ર, પ્રધાનપુત્ર અને સાર્થવાહનો પુત્ર એ ચાર તેના મિત્ર થયા. તે મિત્રોએ વૈદ્યપુત્રના ઘેર કૃમિવાળા કોઢથી ઉપદ્રવ પામેલા યતિને જોઈને વૈદ્યપુત્રને કહ્યું કે આમની ચિકિત્સા કરો, તેથી વૈદ્યપુત્રે તૈલ આપ્યું, વણિકપુત્ર ચંદન અને કામળ આપ્યાં, પછી દીક્ષા લઈને તેજ ભવે અન્નકૃત થયા. સાધુની ચિકિત્સા કરીને શ્રમણપણું પાળીને પાંચે દેવલોકમાં ગયા, ત્યાંથી આવીને પુંડરિકીણી નગરીમાં વજસેન રાજાના પુત્ર થયા. પ્રથમ વૈદ્યનો જીવ વજનાભ થયા, બાકીના મિત્રો અનુક્રમે બાહુ, સુબાહુ, પીઠ, અને મહાપીઠ થયા. તેમના પિતા વજસેન તીર્થકર થયા, તેમની પાસે તેઓએ દીક્ષા લીધી. વજનાભ ચૌદપૂર્વી થયા. અને બાકીના ચાર અગીઆર અંગ જાણનારા થયા. એમાંના બીજા બાહુએ વૈયાવૃત્યથી ભોગનું ફળ પ્રાપ્ત કર્યું, ત્રીજા સુબાહુએ કૃતિકર્મથી બાહુનું બળ પ્રાપ્ત કર્યું તેમનાથી મોટા વજનાબે તેમની પ્રશંસા કરી, અને સર્વથી નાના પીઠ-મહાપીઠે તેમનું માત્સર્ય કર્યું, તેમાં પહેલા વજનાભે વીશસ્થાન આરાધન કરીને તીર્થંકર નામકર્મ બાંધ્યું. ૧૭૦ થી ૧૭૮. હવે તીર્થકર નામકર્મના હેતુભૂત વીશસ્થાનકાદિ કહે છે.
अरिहंत सिद्ध पवयण, गुरुथेरबहुस्सुए तवस्सीसुं । वच्छलया एएसिं, अभिक्खनाणोवओगे य ॥१७९॥ दंसण विणए आवस्सए य सीलव्यए निरइआरो । ઐત્તવતિયા , વેયાવચ્ચે સમારી ૨૮|| अपुचनाणगहणे, सुयभत्ती पवयणं पभावणया । एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो ॥१८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org