SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૦] કુલકરોનું વર્ણન [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पढमो य कुमारते, भागो चरमो य वुड्ढभावंमि । ते पयणुपिज्जदोसा, सब्वे देवेसु उववण्णा ।।१६४।। दो चेव सुवण्णेसु, उदहिकुमारेसु हुंति दो चेव । दो दीवकुमारेसुं, एगो नागेसु उववण्णा ॥१६५॥ तेसिं हत्थी छच्चित्थियाओ नागेसु चेव उववन्ना । एगा सिद्धिं पत्ता, मरुदेवी नाभिणो पत्ती ॥१६६।। हक्कारे मक्कारे धिक्कारे चेव दंडनीईओ । वुच्छं तासि विसेसं, जहक्कम आणुपुबीए ॥१६७।। पढमबीयाण पढमा, तइयचउत्थाण अभिनवा बीया । पंचम छट्ठस्स य सत्तमस्स तइया अभिनवा उ ॥१६८॥ सेसा उ दंडनीई, माणवगनिहीओ होंति भरहस्स । उसभस्स गिहावासे, असक्का आसी आहारो ॥१६९॥ परिभासणा उ पढमा, मंडलिबंधमि होइ बीया उ । - વીર વિછેરા, મરરસ વિદી નોરું રૂા માધ્યમ્ | અપર મહાવિદેહમાં બે વણિક મિત્ર હતા, એક કપટી અને બીજો સરળ હતો. કેટલોક કાળ ગયા પછી તેમાં ભરતક્ષેત્રમાં કપટી હસ્તિ થયો અને સરળ મનુષ્ય થયો. તેઓને પરસ્પર જોવાથી સ્નેહ થયો, પછી હસ્તિ પર આરૂઢ થયો, નામની ઉત્પત્તિ થઈ, કલ્પવૃક્ષની હાની થઈ, લોભ થયો, કલહ થયો, પર્યાલોચન (વિચારણા) થઈ, વિજ્ઞાપના થઈ અને હાકાર નીતિ થઈ. અહીં પ્રથમ કુલકર વિમળવાહન, બીજા ચક્ષુખાનું, ત્રીજા યશસ્વી, ચોથા અભિચંદ્ર, પાંચમા પ્રસેનજિત, છઠ્ઠા મરૂદેવ અને સાતમા નાભી થયા. પહેલાનું નવસો ધનુષ પ્રણામ શરીર, બીજાનું આઠસો ધનુષ પ્રમાણ, ત્રીજાનું સાતસો ધનુષનું, ચોથાનું સાડા છસોનું, પાંચમાંનું છસોનું, છઠ્ઠાનું સાડાપાંચસોનું અને સાતમાનું પાંચસોપચીસ ધનુષ પ્રમાણનું શરીર જાણવું. બધાએ કુલકરો વજઋષભનારાચસંઘયણવાળા અને સમચતુરગ્ન સંસ્થાનવાળા હોય છે. હવે જેનો જેવો વર્ણ છે, તે પણ કહીશું. ચક્ષુખા-યશસ્વી અને પ્રસેનજિતુ એ ત્રણે પ્રિયંગુવૃક્ષના જેવા વર્ણવાળા, અભિચંદ્ર ચંદ્ર જેવા ગૌરવર્ણવાળા અને બાકીના નિર્મળ કનકની પ્રભા જેવા વર્ણવાળા હોય છે. ચંદ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુકાન્તા, શ્રીકાન્તા, અને મરૂદેવી, એ કુલકરની પત્નીઓનાં નામ જાણવાં. સંઘયણ, સંસ્થાન, અને ઉંચાઈ કુલકરના જેટલી જ (કંઈક ન્યૂન) જાણવી, તથા વર્ણવડે બધીએ એક જ વર્ણની પ્રિયંગુવૃક્ષના જેવી જાણવી. પહેલા કુલકરનું આયુ પલ્યોપમના દસમા ભાગનું, તે પછી બીજાઓનું અસંખ્યાતા પૂર્વનું પછી અનુક્રમે હીન થતું થતું નાભીકુલકરનું સંખ્યાતાપૂર્વનું આયુ જાણવું. જેટલું આયુષ કુલકરનું, તેટલું જ આયુ તેમની સ્ત્રીઓનું હોય છે. પહેલા કુલકરનું જેટલું આયુ તેટલું જ તેમના હસ્તિનું હોય છે. જેનું જેટલું આયુષ હોય, તેના સરખા દસ ભાગ કરીને (પહેલા અને છેલ્લા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy