SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) સત્રનો મત તથા તેમાં શંકા સમાધાન. [૫૪૭ પર્યાય છે. વળી વચન એ મનની પેઠે કરણ છે, તેમજ ઘટાદિના રૂપની પેઠે સ્વપર્યાય છે, અને સ્વધનની પેઠે સ્વાધીન છે, વળી સારા અને ખરાબ વચનથી વક્તાને તેની ઈન્દ્રિયોની પેઠે અનુગ્રહઉપઘાત થાય છે, (જને જેના નિમિત્તે અનુગ્રહ-ઉપઘાત થાય, તે તેનું પોતાનું કહેવાય, તેથી વચન વક્તાસંબંધી કહેવાય;) જો વચન વક્તાનું ન હોય, તો તેના અનુગ્રહ-ઉપઘાતનો અકૃત અભ્યાગમ થાય. ૧૫૧૫-૧૫૧૬-૧૫૧૭. આ સંબંધમાં શિષ્ય શંકા કરે છે, તેનો આચાર્યશ્રી ઉત્તર આપે છે. निद्दिट्ठस्स वि कस्सवि, नणूवघायाइओ तयं जुत्तं । ते तस्स सकारणओ, इहरा थाणुस्स वि हवेज्जा ॥१५१८।। सरनामोदयजणियं, वयणं देहो ब्व वत्तुपज्जाओ। तं नाभिधेयधम्मो, जुत्तमभावाभिहाणाओ ॥१५१९॥ भावम्मिवि संबद्धं, तमसंबद्धं व तं पगासेज्जा । जइ संबद्धं तिहुयणवावि त्ति तयं पगासेउ ।।१५२०।। निविण्णाणतणओ नासंबद्धं तय पईवो ब्व । भासइ य असंबद्धं, अह तो सव्वं पगासेउ ॥१५२१॥ जइवि वयणिज्ज वत्ता, बज्झन्भंतरनिमित्तसामण्णं । वत्ता तहवि पहाणो निमित्तमभंतरं जं सो ॥१५२२॥ કોઈક નિર્દેશ્યને પણ ઉપઘાતાદિ જણાય છે, તો તે સંબંધી વચન છે, એમ કહેવું યોગ્ય છે? (ના) તે ઉપધાતાદિ તેને સ્વકારણથી થાય છે, અન્યથા સ્થાણું-હુંઠાને પણ તેમ થવું જોઈએ. વળી શરીરની પેઠે વચન સ્વરનામકર્મોદયથી થાય છે માટે તે વચન વક્તાનો પર્યાય છે. અભાવ પણ કહેવાય છે તેથી વચન તે અભિધેય-નિર્દેશ્યનો ધર્મ નથી. કહેવાતી વસ્તુમાં વચન માનવામાં આવે, તો તે વચન તે વસ્તુની સાથે સંબંધ રહીને વસ્તુ પ્રગટ કરે છે કે અસંબદ્ધ રહીને વસ્તુ પ્રગટ કરે છે ? જો સંબદ્ધ રહીને વસ્તુ પ્રગટ કરે, તો તે ત્રિભુવન ગત સર્વ વસ્તુ પ્રગટ કરે, અને અસંબદ્ધ રહીને પ્રગટ કરે, તો વિજ્ઞાન રહિત હોવાથી દીપકની પેઠે અસંબદ્ધ એવા અર્થને પ્રગટ ન કરે. અને અસંબદ્ધ પણ અર્થ પ્રગટ કરે, તો સર્વ વસ્તુ પ્રગટ કરે. જો કે કહેવા યોગ્ય અને કહેનાર બંને વચનનાં બાહ્ય તથા અભ્યન્તર કારણ સમાન છે, તો પણ વક્તા તેમાં મુખ્ય કારણ છે, કેમ કે તે અત્યંતર કારણ છે. ૧૫૧૮ થી ૧૫રર. પ્રશ્ન :- વચન એકલા નિર્દેશક વક્તાનું જ કહેવાય એમ નહિ. પરંતુ નિર્દેશ્ય વસ્તુનું પણ કહેવાય, કારણ કે કોઈક વખત વચનથી તસ્કરાદિને પણ ઉપઘાતાદિ થતા જણાય છે. જેમ કે “આ ચોરને બાંધો અને મારો, અથવા છોડી મૂકો.” ઇત્યાદિ વચનથી તેને વિષાદાદિ ઉત્પન્ન થવાથી ઉપઘાતાદિ પ્રત્યક્ષ જણાય છે. આથી નિર્દેશ્ય વસ્તુ સંબંધી પણ વચન કહી શકાય. ઉત્તર :- ના, ન કહી શકાય, કારણ કે જે ઈનિષ્ટ વચન સાંભળવાથી તસ્કરઆદિ નિર્દેશ્ય વસ્તુને અનુગ્રહાદિ જણાય છે, તે તેને પોતાના શ્રવણેન્દ્રિય-મન-પુણ્ય અને પાપાદિ કારણથી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy