SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નયવિશેષે નિર્દેશના કારણનો ભેદ. [૫૪૩ નિર્દેશ્યના વશ થકી આ પ્રમાણે, જેમકે વાસવદત્તા-તરંગવતી-પ્રિયદર્શના કથા ઈત્યાદિ લૌકિક ગ્રંથોમાં નિર્દેશ્યવશાત્ વ્યવહાર થાય છે. તથા નિર્દેશકના વશ થકી નિર્દેશ માને છે, જેમકે મનુએ રચેલો ગ્રંથ તે મનુ, અક્ષપાદ મુનિએ રચેલો ગ્રંથ અક્ષપાદ, ઈત્યાદિ લૌકિકમાં નિર્દેશક વિશાત્ પણ વ્યવહાર થાય છે. લોકોત્તર માર્ગમાં પણ છજીવનિકાયનું પ્રતિપાદન કરનાર અધ્યયન તે પજીવનીકા, સાધુનો આચાર પ્રતિપાદન કરનાર ગ્રંથ તે આચાર ઇત્યાદિ નિર્દેશ્યને લીધે વ્યવહાર થાય છે. અને કપિલરૂષિએ કહેલું જે અધ્યયન તે કાપિલીય અધ્યયન, હરિકેશીમુનિએ કહેલ વાદવાળું અધ્યયન તે હરિકેશીય અધ્યયન, કેશી અને ગૌતમ ગણધરે કહેલ વાક્યોથી રચેલું તે કેશીગૌતમીય અધ્યયન, મન્દસંહિતા, જિનપ્રવચન ઇત્યાદિ સર્વ લોકોત્તર ગ્રંથોનો નિર્દેશ નિર્દેશકવશાત્ થાય છે. આ પ્રમાણે સાવધવિરમણરૂપ સામાયિક રૂઢિથી નપુંસક છે. તેથી નિર્દયવશાત નૈગમનય સામાયિકનો નપુંસક નિર્દેશ માને છે, એટલે કે “સામાયિક નપુંસક છે” એમ માને છે. તેમજ સ્ત્રીપુરૂષ-અને નપુંસક નિર્દેશકવશાત્ આ ત્રણે લિંગે સામાયિક માને છે, એટલે કે સામાયિકનો નિર્દેશ કરનાર સ્ત્રી હોય, તો સામાયિક સ્ત્રીલિંગે, પુરૂષ નિર્દેશ કરનાર હોય તો સામાયિક પુરૂષલિંગે અને નિર્દેશ કરનાર નપુંસક હોય તો સામાયિક નપુંસકલિંગે છે. ઉદાહરણ તરીકે જેમ કોઈ દેવદત્તાદિ મનુષ્ય ઘટાદિ શબ્દ ઉચ્ચાર્યો હોય, તો તે ઘટાદિરૂપ શબ્દ તેને ઉચ્ચારણ કરનાર દેવદત્તાદિનો પરિણામ હોવાથી તે દેવદત્તાદિનો શબ્દ કહેવાય છે, તથા એ શબ્દથી વાચ્ય પહોળાપેટાદિ આકારવાળો ઘટાદિ પદાર્થ પણ તેના પરિણામપણા થકી લોકમાં ઘટ શબ્દથી કહેવાય છે. એજ પ્રમાણે સામાયિકનું સ્વઅભિધેય જે સાવઘ વિરમણ તે પર્યાયરૂપ હોવાથી, સામાયિકનો નિગમન, નપુંસક નિર્દેશ માને છે. અને એ સામાયિક શબ્દ કહેનાર સ્ત્રી, પુરૂષાદિના પરિણામથી ત્રણે લિંગે પણ આ નય નિર્દેશ માને છે. જેમ સામાયિક સ્ત્રી ઈત્યાદિ, બન્ને પ્રકારના નિર્દેશને નિગમનય માને છે આટલું માત્ર કહેવાથી નિર્દેશ્ય અને નિર્દેશકવશકી નૈગમનય બે પ્રકારે નિર્દેશને ઇચ્છે છે તે કેવી રીતે કહેવાય, તેનો ઉત્તર આપે છે. સંગ્રહાદિમાં નિર્દેશ્ય અને ઋજાસૂત્રમાં નિર્દેશક લીધો છે તેથી અત્રે નિર્દેશ્ય અને નિર્દેશક બન્ને લીધા છે. નિર્દિષ્ટ એટલે અભિધેય વસ્તુ તેને અંગીકાર કરીને સંગ્રહ તથા વ્યવહારનય નિર્દેશ માને છે, કેમ કે વચન તે નિર્દેશ્યનો પર્યાય છે. આનું સ્પષ્ટીકરણ આગળ હમણાં જ કરાશે. ઋજાસૂત્રનય નિર્દેશક એટલે વક્તાની અપેક્ષાએ નિર્દેશ માને છે, જેમ કે સ્ત્રી નિર્દેશકવક્તા હોય, તો નિર્દેશ પણ સ્ત્રી જ કહેવાય, કેમ કે વચન એ વક્તાનો પર્યાય છે. આ સંબંધી યુક્તિ પણ આગળ કહેવાશે. શબ્દનય નિર્દેશ્ય અને નિર્દેશક ઉભયના સમાનલિંગની અપેક્ષાએ નિર્દેશ માને છે, એટલે કે નિર્દેશ્યવસ્તુ નપુંસક હોય, તો તેનો નિર્દેશક, વક્તા સ્ત્રી, પુરૂષ કે નપુંસક ગમે તે હોય, તોપણ નપુંસક કહેવાય, કેમ કે વક્તા વાના ઉપયોગથી ભિન્ન નથી, પણ તદ્રુપજ છે, અને આ શબ્દ નય ઉપયોગ પ્રધાન છે, તેથી જે જ્યાં ઉપયોગવાનું હોય, તે તદ્રુપજ કહેવાય; જેમ અગ્નિમાં ઉપયોગવાળો, અગ્નિ કહેવાય છે તેમ, આથી એ સિદ્ધ થયું કે સ્ત્રી અથવા પુરૂષ જ્યારે રૂઢિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy