SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪] સંગ્રહ વ્યવહાર નયની અપેક્ષાએ નિર્દેશ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નપુંસક એવા સામાયિકમાં ઉપયોગવાળા હોય, ત્યારે તે નપુંસક નિર્દેશ્યમાં ઉપયોગવાળા હોવાથી તે નપુંસક જ કહેવાય. કેમકે તે ઉપયોગ તેમનાથી અભિન્ન હોવાથી તે તદ્રુપ જ છે. સ્ત્રી પુરૂષ કે નપુંસક આ અર્થને બોલે છે એ શબ્દ નયના મતે અસંભવિત છે. ૧૫૦૫. એ ગાથાનો વિસ્તારથી અર્થ હવે ભાષ્યકાર કહે છે. जं संववहारपरो, णेगगमो णेगमो तओ दुविहं । इच्छई संववहारो, दुविहो जं दीसए पायं ॥। १५०६ ।। छज्जीवणियाऽऽयारो, निद्दिट्ठवसेण तह सुयं चऽण्णं । तं चैव य जिणवयणं, सव्वं निद्देसयवसेणं ॥ १५०७॥ जह वा निद्दिवसा, वासवदत्ता - तरंगवइ आई । तह निद्देसगवसओ, लोए मणुरक्खवाऊत्ति ।। १५०८ ।। तह निद्दिवसाओ, नपुंसगं नेगमस्स सामइयं । थी पुंनपुसगं वा, तं चिय निद्देसयवसाओ ।। १५०९ ।। जह वा घडाभिहाणं, घडसद्दो देवदत्तसद्दोत्ति । ‘-મયવિરુદ્ધમાં, સામાાં નેગમ નચમ્સ ||પૃથ્વી નૈગમનય લોકવ્યવહારમાં તત્પર અને અનેક રીતે વસ્તુને માનનાર હોવાથી નિર્દેશ્ય અને નિર્દેશકવશાત્ બન્ને પ્રકારે નિર્દેશ માને છે, કેમ કે લોકવ્યવહાર ઘણું કરીને એ બન્ને પ્રકારે જણાય છે. લોક બે પ્રકારે છે - એક તો જિનેશ્વર ભગવાનના દર્શનને અનુગત અને બીજો તેથી જુદો. તેમાં લોકોત્તર માર્ગમાં છજીવનિકા અધ્યયન-આચાર-આવશ્યક આદિ નિર્દેશો નિર્દેશ્યવશાત્ છે; તથા તે સિવાયનું અન્ય પણ શ્રુત તે સર્વ જિનવચન કહેવાય છે, તેમજ ભદ્રબાહુસંહિતા, નન્દસંહિતા, કાપિલીય અધ્યયન ઇત્યાદિ લોકોત્તર માર્ગમાં નિર્દેશકવશાત્ નિર્દેશ છે, અને વાસવદત્તા-તરંગવતી વિગેરે લૌકિકમાં નિર્દેશ્યવશાત્ નિર્દેશ છે, અને મનુ અક્ષપાદ વિગેરે નિર્દેશકવશાત્ નિર્દેશ છે. જેમ એ બધામાં કેટલાકનો નિર્દેશ્યથી અને કેટલાકનો નિર્દેશકથી નિર્દેશ છે; તેમ અહીં પ્રસ્તુતમાં પણ સાવઘ વિરમણ લક્ષણ નિર્દિષ્ટ વસ્તુ નપુંસકલિંગે હોવાથી “સામાયિક” પણ નપુંસક લિંગે છે, એમ નિર્દેશ થાય છે, તથા તેનો નિર્દેશ કરનાર વક્તા સ્ત્રી, પુરૂષ અથવા નપુંસક હોય, તો તે નિર્દેશકની અપેક્ષાએ સામાયિકરૂપ નિર્દેશ પણ નન્દસંહિતા, મનુ, કાપિલીય અધ્યયન આદિની પેઠે ત્રણે લિંગે થાય છે. જેમ દેવદત્તાદિ વ્યક્તિએ “ઘટ” એવો ઉચ્ચાર કર્યેથી, એ “ઘટ” શબ્દ દેવદત્તાદિનો શબ્દ કહેવાય છે, એ બન્ને સાચા છે. તેમ અહીં પણ નૈગમનયના મતે નિર્દેશ્ય તથા નિર્દેશકની અપેક્ષાએ બન્ને પ્રકારે નિર્દેશ થાય છે. ૧૫૦૬ થી ૧૫૧૦. Jain Education International સંગ્રહ તથા વ્યવહાર નયની અપેક્ષાએ નિર્દેશની માન્યતા જણાવે છે. अत्थाउ च्चिय वयणं, लहइ सरूवं जओ पईवो व्व । તો સંગહ-વવહારા, મળતિ નિધ્રુિવસનું તેં શીક્ષ્ાા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy