SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨]. ભાવ ઉદેશ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે. તથા “આવશ્યક” અથવા આવશ્યકવડે “આવશ્યકી” અથવા આવશ્યકના સૂત્રાર્થને ધારણ કરનાર એમ કહેવું તે શ્રુતસ્કંધસમાસનિર્દેશ, એવી રીતે આચારાંગમાં પહેલું અધ્યયન શસ્ત્રપરિજ્ઞા છે. તે “શસ્ત્રપરિજ્ઞા અધ્યયન” અથવા એ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો આ ભણનાર છે, એમ કહેવું તે અધ્યયનસમાસનિર્દેશ છે. ઉદ્દેશ એટલે અધ્યયનનો અંશ તેનું વિશેષ કથન, જેમ કે ભગવતીમાં પુદ્ગલાદેશક છે, તેનું કથન કરવું તે ઉદેશનિર્દેશ કહેવાય. ૧૫૦૧. હવે ભાવનિર્દેશ, તથા એ બધા જણાવેલ ઉદ્દેશનિર્દેશોમાં, જે ઉદ્દેશ-નિર્દેશથી અહીં અધિકાર છે, તે કહે છે. ओदइओ खइउत्ति व, नाणं चरणंति भावनिद्देसो । एत्थ विसेसाहिगओ, समासउद्देसनिद्देसो ॥१५०२॥ अज्झयणं ऊद्देसो, तं चिय सामाइयंति निद्देसो । बुद्धीए जहसंभवमाओज्जं सेसएसुंपि ॥१५०३॥ ઔદયિકભાવ, ક્ષાયિકભાવ એમ કહેવું તે, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ક્ષાયિકાદિ ભાવમાં વર્તતા હોવાથી તેનું કથન કરવું તે ભાવનિર્દેશ કહેવાય. (આ આઠ પ્રકારના ઉદ્દેશ-નિર્દેશમાંથી) સમાસોદેશ અને સમાસનિર્દેશ એ બે અહીં વિશેષ અધિકૃત છે. જેમકે “અધ્યયન” એ સમાસો દેશ અને “સામાયિક અધ્યયન” એ સમાસનિર્દેશ છે, આજ પ્રમાણે બીજા શ્રુતસ્કંધ-ચતુર્વિશતિ સ્તવાદિ અધ્યયનોમાં પણ યોજી લેવું. જેમકે શ્રુતસ્કંધ એ સમાસોદેશ, અને આવશ્યક એ સમાસનિર્દેશ. ૧૫૦૦-૧૫૦૩. હવે આગળની ગાથાનો સંબંધ યોજવાને કહે છે કે – सामाइयंति नपुंसयमस्स पुमं थी नपुंसगं वावि । निद्दिट्टा तत्थिच्छइ, कं निद्देसं नओ को णु ? ॥१५०४।। “સામાયિક” એ શબ્દ નપુંસકરૂપે રૂઢ છે. તેનો ઉચ્ચાર કરનાર પુરૂષ, સ્ત્રી, અને નપુંસક એમ ત્રણ ભેદે છે, તેમાં ક્યો નય કયા નિર્દેશને ઈચ્છે છે ? વળી તે નિર્દેશને નિર્દેશ્ય વશાત્ ઈચ્છે છે કે નિર્દેશક વિશાત ઈચ્છે છે ? ૧૫૦૪. એ પ્રશ્નનો આચાર્ય શ્રી ઉત્તર આપે છે કે – ૯ (૪૪) વિદંડિ ને મનમો, નિદિ સંસદ વવહારો निद्देसयमुज्जुसुओ, उभयसरिच्छं च सद्दस्स ॥१५०५।। નિર્દેશક તથા નિર્દેશ્યના વશથી એમ નૈગમનય બન્ને પ્રકારે નિર્દેશને ઈચ્છે છે, સંગ્રહ તથા વ્યવહારનય નિર્દેશ કરાતી વસ્તુ અંગીકાર કરીને નિર્દેશ ઈચ્છે છે, ઋજુસૂત્રનય નિર્દેશકને અંગીકાર કરીને નિર્દેશ ઈચ્છે છે, અને શબ્દનય ઉભયના સાદશ્યપણે નિર્દેશને ઈચ્છે છે. ૧૫૦૫. અનેક પ્રકારે વસ્તુ અંગીકાર કરવામાં તત્પર હોય, તે નૈગમનય કહેવાય, એ નય નિર્દેશ્ય તથા નિર્દેશકના વશથી નિર્દેશને ઈચ્છે છે. કારણ કે આ નય લોક વ્યવહારમાં તત્પર છે, અને અનેક પ્રકારે વસ્તુ અંગીકાર કરે છે. વળી લોકમાં પણ નિર્દેશ્ય અને નિર્દેશકના વશથી નિર્દેશની પ્રવૃત્તિ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy