SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નિર્દેશનાં ભેદોનું સ્વરૂપ. [૫૪૧ અને સૌધર્માધિપતિ આદિ વિશિષ્ટવસ્તુની સ્થાપનાનું કથન કરવું તે સ્થાપનાનિર્દેશ જાણવો. એજ પ્રમાણે વિશિષ્ટ સચિત્ત દ્રવ્યાદિનું કથન કરવું તે દ્રવ્યનિર્દેશ અને તે ત્રણ પ્રકારે છે. જેમ કે “ગાય” ઇત્યાદિ સજીવદ્રવ્યનું વિશિષ્ટ નામથી કથન કરવું તે સચિત્તદ્રવ્યનિર્દેશ. “દંડ” ઈત્યાદિ અજીવદ્રવ્યનું વિશિષ્ટ નામથી કથન કરવું તે અચિત્તદ્રવ્યનિર્દેશ. “રથ” ઇત્યાદિ કહેવું તે મિશ્રદ્રવ્યનિર્દેશ. અહીં રથની સાથે અશ્વો હોય છે, તેથી તે સજીવ અને નિર્જીવ ઉભયાત્મક હોવાથી મિશ્ર દ્રવ્યનિર્દેશ જાણવો. અથવા એ સચિત્તાદિ દ્રવ્યવિશેષવડે ગાયવાળો, દંડી, રથી ઈત્યાદિ કહેવું, તે પણ દ્રવ્યનિર્દેશ કહેવાય. ૧૪૯૮. હવે ક્ષેત્ર અને કાલ નિર્દેશ કહે છે. खेत्ते भरहं तत्थ व, मवोत्ति मगहोत्ति मागहो वत्ति । ___ सरउत्ति य सारउत्ति य, संवच्छरिउत्ति कालम्मि ॥१४९९।। ભરતક્ષેત્ર અથવા ભારતીય, મગધ દેશ અથવા માગધીય, ઈત્યાદિ કહેવું તે ક્ષેત્રનિર્દેશ, શરદ અથવા શારદીય, વર્ષ અથવા વાર્ષિક ઈત્યાદિ કહેવું તે કાળનિર્દેશ જાણવો. ૧૪૯૯. પૂર્વે ક્ષેત્ર-ક્ષેત્રી ઈત્યાદિ કથનને લેત્રોદેશ કહ્યો છે, અને અહીં એજ ક્ષેત્રને વિશિષ્ટ નામથી કહેવું તે ક્ષેત્ર નિર્દેશ છે. જેમ કે “ભરતક્ષેત્ર” અથવા એ ક્ષેત્રમાં થયેલ હોય, તે ભારતીય, અથવા મગધ દેશ” અને એ દેશમાં જન્મેલ “માગધ” ઈત્યાદિ વિશિષ્ટપણે કહેવું, તે ક્ષેત્રોદ્દેશ છે. પૂર્વે કાળ અને કાળાતીત ઇત્યાદિ કથનને કાળો દેશ કહ્યો છે, અને અહીં એજ ધળને શરદ અથવા શરદ ઋતુમાં થયેલ વસ્તુ શારદીય, તથા વર્ષ અને વર્ષમાં થયેલ વસ્તુ વાર્ષિક ઇત્યાદિ વિશિષ્ટપણે કાળનું કથન કરવું તે કાળ નિર્દેશ છે. ૧૪૯૯. - હવે સમાસ નિર્દેશ અને ઉદ્દેશ નિર્દેશ કહે છે. आयारो आयारवमायारघरोत्ति वा समासम्मि । आवस्सयमावासइ, सुत्तत्थघरोऽहवाऽयंति ॥१५००॥ सत्थपरिश्माई व, अज्झेयाऽयं समासनिद्देसो । उद्देसयनिहेसो, सपएसो पुग्गलुद्देसो ॥१५०१॥ આચાર, આચારવાનું, અને આચારધારી, એ આચારસમાસનિર્દેશ, આવશ્યક, આવશ્યકવાનું, અને આવશ્યક સૂત્રાર્થ જાણનાર, એ આવશ્યકસમાસનિર્દેશ, શસ્ત્રપરિજ્ઞાદિ અધ્યયન અથવા એ અધ્યયનનો આ ભણનાર છે, એમ કહેવું તે અધ્યયનસમાસનિર્દેશ અને પુગલો દેશ રૂપ જે અધ્યયનનો અંશ તે ઉદ્દેશનિર્દેશ જાણવો. ૧૫૦૦-૧૫૦૧. વિસ્તૃત વસ્તુનો સંક્ષેપ કરીને તેનું સામાન્યથી કથન કરવું, તેને પૂર્વે સમાસઉદેશ કહેલ છે, અને અહીં એ સમાસનું વિશેષ નામપૂર્વક કથન કરવું તે સમાસનિર્દેશ કહેવાય છે. અંગ, શ્રુતસ્કંધ અને અધ્યયન એમ ત્રણ પ્રકારે સમાસોદેશ પૂર્વે કહેલ છે, અહીં પણ એ ત્રણેયના વિશેષનામપૂર્વક કથન કરવાનું હોવાથી એ નિર્દેશ પણ ત્રણ ત્રણ પ્રકારે છે. જેમ કે “આચારાંગ” અથવા એ આચારસૂત્ર વડે આચારવાનું અથવા આચારધારી, એમ વિશેષનામપૂર્વક કહેવું તે અંગસમાસનિર્દેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy