SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૦] નિર્દેશનું સ્વરૂપ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે કાળ અને સમાસ ઉદ્દેશનું સ્વરૂપ કહે છે. कालो कालाईयं, कालोवेयं ति, कालजायं ति । संखेवोत्ति समासो, अंगाईणं तओ तिण्हं ॥१४९३।। अंग-सुयखंध-ज्झयणाणं, नियनियप्पभेयसंगहओ। होइ समासुद्देसो, जहंगमंगी तयज्झेया ॥१४९४।। एमेव य सुयखंधो, तस्सज्झेया तयत्थविण्णाया । अज्झयणं अज्झयणी, तस्सज्झेया तयत्थण्णू ॥१४९५॥ કાળ, કાળાતીત વસ્તુ, કાલોપેત વસ્તુ અને તે કાળે થયેલ વસ્તુ ઇત્યાદિ કહેવું તે કાળોદ્દેશ છે. વિસ્તૃતનો સંકોચ કરવો તે સમાસ કહેવાય, તે સમાસ અંગાદિ ત્રણનો થાય છે. અંગ, શ્રુતસ્કંધ, અને અંગનો અધ્યયન, એના પોતપોતાના ભેદના સંગ્રહથી સમાસોદ્દેશ થાય છે; જેમ કે અંગ, અંગી, અને અંગનો અધ્યેતા, એજ પ્રમાણે શ્રુતસ્કંધ, શ્રુતસ્કંધના અધ્યેતા અને શ્રુતસ્કંધના અર્થનો જાણનાર, તથા અધ્યયન, અધ્યયની, અધ્યયન ભણનાર અને અધ્યયનના અર્થને જાણનાર ઇત્યાદિ કહેવું તે સમાસો દેશ કહેવાય. ૧૪૯૩-૧૪૯૫. હવે ઉદેશોદેશ અને ભાવોદેશ કહે છે. उद्देसो उद्देसी, उद्देसण्णू तयत्थवेत्ता वा । उद्देसुसोऽयं भावो, भावित्ति भावम्मि ॥१४९६॥ ઉદ્દેશ, ઉદેશી, ઉદેશ જાણનાર અને ઉદ્દેશના અર્થને જાણનાર, ઇત્યાદિ કહેવું તે ઉદ્દેશોદ્દેશ કહેવાય. ઔદયિકાદિ ભાવ અને તે ભાવથી ભાવી તથા તે ભાવને વિષે જે કહેવાય તે ભાવો દેશ છે. ૧૪૯૬. એ પ્રમાણે ઉદ્દેશનું સ્વરૂપ કહીને હવે નિર્દેશનું સ્વરૂપ કહે છે. (१४३) एमेव य निद्देसो, अट्ठविहो सोऽवि होइ नायव्यो । __अविसेसियमुद्देसो, विसेसिओ होइ निद्देसो ॥१४९७॥ એજ પ્રમાણે નિર્દેશ પણ આઠ પ્રકારે છે. વિશેષરહિત કેવલ નામસ્થાપનાદિરૂપે કહેવું તે ઉદ્દેશ; અને વિશેષનામાદિરૂપે કહેવું તે નિર્દેશ છે. ૧૪૯૭. એનો વિશેષાર્થ ભાષ્યકાર કહે છે. नामं जिणदत्ताई, ठवणा य विसिट्टवत्थुनिनेवो । दब्वे गोमं दंडी, रहि त्ति तिविहो सचित्ताई ॥१४९८।। જિનદત્તાદિ વિશેષ નામ કહેવું તે નામનિર્દેષ; વિશિષ્ટ વસ્તુનો નિક્ષેપ તે સ્થાપના નિર્દેશ, અને ગાયવાળો, બંડી, રથી ઇત્યાદિ કહેવું તે સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્યનિર્દેશ જાણવો. ૧૪૯૮. - પૂર્વે જે વસ્તુનું સામાન્યકથન તેને ઉદેશ કહ્યો છે, તેજ વસ્તુનું જિનદત્ત આદિ વિશેષ નામ કહેવું, તે નામનિર્દેશ કહેવાય. કોઈપણ વસ્તુની સ્થાપનાનું સામાન્યથી કથન કરવું તે સ્થાપનાઉદેશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy