SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ઘી વેચનાર આભીરનું દાંત. [૫૩૫ नेहि जिओऽम्हि त्ति अहं, असिवोवसमीए संपयाणं च । छम्मासियघोसणया, पसमइ न य जायए अन्नो ॥१४७८॥ आगंतुवाहिखोभो, महिड्डिमोल्लेण कंथदंडणया । अट्ठमआराहण अन्न, भेरि अन्नस्स ठवणं च ॥१४७९॥ કૌમુદિકી-સાંઝામિક-ઔદૂભૂતિક-તથા ચોથી અશિવોપશામિની-એ ચાર ભેરીઓ કૃષ્ણ પાસે હતી. એકદા ઇંદ્ર પ્રશંસા કરી કે કૃષ્ણ વાસુદેવ ગુણગ્રાહી છે અને નીચ યુદ્ધ કદી કરતા નથી. (આ સાંભળી એક દેવે પરીક્ષા કરવાને)નેમિનાથને વન્દન કરવા જતા એવા કૃષ્ણના માર્ગમાં વચ્ચે દુર્ગન્ધ યુક્ત સુંદર દાત્તવાળા શ્વાનનું શબ વિકવ્યું. કૃષ્ણ તે દન્ત પંક્તિની પ્રશંસા કરી, પછી દેવે અશ્વરત્નનું હરણ કર્યું, તે લેવા જતાં નીચયુદ્ધ કરવાનું કહેતાં ન કર્યું અને કહ્યું કે હું તારાથી જીતાયો, અશ્વ લઈ જા.” આથી પ્રસન્ન થએલા દેવે અશિવોપશમિની ભૂરી આપી. તે ભેરીને છે છ મહીને વગાડવાથી છ માસના રોગો શાન્ત થઈ જાય અને છ માસ સુધી બીજા રોગનો ઉપદ્રવ ન થાય. એ ભેરીમાંથી પરદેશથી આવેલા એક ધનવાન ગૃહસ્થ તેના રક્ષકને પુષ્કળ દ્રવ્ય આપીને એક ટુકડો લીધો, બીજાએ બીજો લીધો, એમ કરતાં આખી ભેરી થીગડાંવાળી થઈ ગઈ. તે વાતની ખબર પડતાં કૃષ્ણ તે રક્ષકને શિક્ષા કરી અને અઠ્ઠમ તપ કરી બીજી ભરી મેળવીને બીજા રક્ષકને સોંપી, તે ભેરીને તેણે બરાબર સાચવી. આ કથા પૂર્વે ૧૪૩૪ મી ગાથાના પ્રસંગમાં સવિસ્તર આવી ગઈ છે, તેથી ત્યાંથી જોઈ લેવી, એનો ઉપનય આ પ્રમાણે છે જિનેશ્વર અથવા ગણધર મહારાજે આપેલા શ્રત રૂપ ભેરીને, અશિવોપશામિની ભેરીનું રક્ષણ કરનાર પ્રથમપુરુષની પેઠે, અન્યદર્શનીના અભિપ્રાયોથી મિશ્રિત કરીને થીંગડાવાળી કરે, તે શિષ્ય લાયક નથી, પણ ભેરીનું રક્ષણ કરનાર એવા બીજા રક્ષક પુરૂષની જેમ, જે શિષ્ય એ પ્રમાણે અન્યદર્શનીના અભિપ્રાયથી મિશ્ર ન કરે અખંડ રાખે તેજ લાયક શિષ્ય છે. ૧૪૭૬ થી ૧૪૭૯, હવે આભીરીનું ઉદાહરણ કહે છે, मुक्कं तया अगहिए, दुपरिग्गहियं कयं तया कलहो । पिट्टण-अइचिरविक्कय, गएसु चोरा य ऊणग्घे ॥१४८०॥ (આભીરી :-) “ગ્રહણ કર્યા સિવાય તે ઘડો મૂકી દીધો તેથી તે ભાંગી ગયો.” (આભાર :-) “તેં બરાબર ગ્રહણ ન કર્યો, તેથી ભાંગી ગયો.” આમ કહેવાથી બન્નેને કજીઓ થયો. આભીરે આભીરીને મારી, મોડું થવાથી બીજા વેચનારા ચાલ્યા ગયા, તેથી ધીનું મૂલ્ય ઓછું આવ્યું અને માર્ગમાં ચોરોએ સર્વ લુંટી લીધું. ૧૪૮૦. - કોઇ ગામ અથવા ગોકુળમાંથી એક આભીર (ભરવાડ) પોતાની સ્ત્રી સહિત ઘીના ઘડા ભરીને ગાડી લઈને શહેરમાં તે વેચવા ગયો. શહેરમાં વેચવાના સ્થળે ગાડી છોડી, ત્યાંની ભૂમિ ઉપર આભીરી ઉભી રહી, અને આભીર ગાડી ઉપરથી ઘીના ઘડા લઈને તેને આપવા લાગ્યો. એવામાં ઉપયોગ રહિત ઘડો આપતાં અથવા લેતાં એક ઘડો નીચે પડી ગયો અને ફુટ્યો. આથી આભીરી ગુસ્સે થઈને બોલી કે – “અરે ! અભાગીઆ શહેરની સ્ત્રીઓના મુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy