SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪] ચાર બ્રાહ્મણોને આપેલી ગાયનું દષ્ટાંત. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ બીજો લઇ જશે તે દોહશે અને ચારો નાખશે. એમ વિચારીને તેણે ચારો નાખ્યો નહિ. બીજે દિવસે બીજો બ્રાહ્મણ ગાય લઇ ગયો, તેણ પણ એજ પ્રમાણે કર્યું, એ રીતે ત્રીજા દિવસે ત્રીજાએ અને ચોથા દિવસે ચોથા બ્રાહ્મણે પણ કર્યું, એટલે ચારા વિના દોહવાતી એ ગાય બિચારી થોડાજ દિવસમાં મરણ પામી, આથી એ સઘળાને ગૌહત્યા લાગી, લોકોમાં નિન્દા થઈ અને ફરી બીજા યજમાન પાસેથી ગાય નહિ મળવાથી હાની પણ થઇ. હવે પેલા બીજા જે ચાર બ્રાહ્મણો ગાય લઇ ગયા હતા, તેમાંના પહેલા બ્રાહ્મણે પ્રથમ દિવસે ગાય દોહીને વિચાર્યું કે જો હું ગાયને ચારો નહિ આપું, તો લોકોમાં નિન્દા થશે, અને ચારો નહિ મળવાથી ગાય મરી જશે એથી ગૌહત્યા લાગશે, અને લોકો ફરીથી દાન આપશે નહિ, તેથી એમ ન થાય તેટલા માટે હું તેને ચારો આપું, જો નહિ આપું તો ગૌહત્યાના કલંકથી અમને બીજા કોઇ ફરી ગાય આપશે નહિ. વળી ગાયને ચારો આપવાથી ઘણો લાભ થશે, કેમકે ચારો ખાવાથી પુષ્ટ થએલી ગાયને ફરીથી બીજા વારે હુંજ દોહીશ અને બીજા દોહશે તો તેમાં પણ મને ઉપકાર જ થશે. એમ માનીને તેણે ચારો આપ્યો. એ પ્રમાણે બીજાઓએ પણ ચારો આપ્યો. એટલે ગાય બચી, સૌને દુધ મળ્યું, અને તેમની પ્રશંસા થઈ. . એ ઉદાહરણનો ઉપનય આ પ્રમાણે છે. ગુરૂનો વિનય કરવામાં પોતાના ગચ્છના શિષ્યો એમ વિચારે કે “અહીં ભણવા આવેલા બીજા શિષ્યો ગુરૂનો વિનય કરશે, અમે શા માટે કરીએ ? કેમકે તે શિષ્યોને જ હમણાં ગુરૂ મહારાજ વલ્લભ છે, માટે વિનય કરવાની ફરજ તેમની છે, અને એ આવેલા શિષ્યો વળી એવું વિચારે કે ગુરૂનો વિનય કરવાનો આચાર એમના શિષ્યોનો છે, અમારે શું ? અમે તો થોડા દિવસ પછી ચાલ્યા જઈશું ?' આ પ્રમાણે બન્ને જણા વિચારીને કોઇ પણ ગુરૂનો કંઈ પણ વિનય-વૈયાવચ્ચ ન કરે, તેથી ગુરૂ પીડા પામવાથી, તે શિષ્યોને સૂત્રાર્થની હાની થાય, વળી બીજે જાય તો પણ તેમને એવી પ્રવૃત્તિથી સૂત્રાર્થ દુર્લભ થાય અને અવર્ણવાદ આદિ બીજા અનેક દોષો લાગે. આ પ્રમાણે દુર્વિનીત શિષ્ય માટે સમજવું, અને સુવિનીત શિષ્ય માટે એથી વિપરીત સમજવું. એટલે કે બીજેથી ભણવા આવેલા સાધુઓ વિચારે કે જગતમાં પરમ દુર્લભ વીતરાગ પ્રણીત સ્ત્રાર્થ તે આપે છે, તેથી એમનો ઉપકાર કોઇ પ્રકારે વળે તેમ નથી, વળી અમારી વૈયાવચ્ચથી જો શિષ્યો ભણશે તો તેથી પણ અમને નિર્જરા થશે, અને શિષ્યો વિચારે કે અમને સંસારથી તાર્યા અને વળી પરમદુર્લભ સૂત્રાર્થ આપે છે માટે ગુરૂ મહારાજ અમારા ઉપકારી છે. માટે તેઓની વૈયાવચ્ચ કરવી એ અમારી ફરજ છે. ૧૪૭૩-૧૪૭૫. હવે ભેરીનું ઉદાહરણ કહે છે कोमुइया तह संगामिया उन्भूइया य भेरीओ । कण्हस्सासि बहुतया, असिवोवसमी चऊत्थी उ ॥१४७६॥ सक्कपसंसा गुणगाहि, केसवो नेमिवंदसुणदंता। आसरयणस्स हरणं, कुमारभंगे य पुयजुद्धं ॥१४७७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy