SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી યોગ્ય અયોગ્ય શિષ્યનાં ગુણદોષ. [૫૩૩ જાહકનું ઉદાહરણ કહે છે. पाउं थोवं थोवं, खीरं पासाइं जाहगो लिहइ । एमेव जियं काउं, पुच्छइ मइमं न खेएइ ॥१४७२।। જેમ જાહક (એક જાતિનું પક્ષી) થોડું થોડું દૂધ પીને આજુબાજુ ચાટે છે. એ જ પ્રમાણે સુશિષ્ય પણ ગ્રહણ કરેલું શ્રુત, પરિચિત કરીને પછી ગુરૂને પૂછે છે, પણ ખેદ કરાવતો નથી. ૧૪૭૨. જેમ જાહક નામનો જીવ ભાજનમાં રહેલું દૂધ થોડું થોડું પીને ભાજનની આજુબાજુ ચાટે છે, પુનઃ થોડું દૂધ પીને વળી ભાજનની આજુબાજુને ચાટે છે, એમ વારંવાર કરીને સર્વ દૂધ પી જાય છે, પણ તેમાંથી જરાએ નકામું જવા દેતો નથી; તેમ લાયક બુદ્ધિમાનું સુશિષ્ય પણ પ્રથમ ગ્રહણ કરેલું શ્રુત બરાબર પરિચિત કરીને પછી બીજું ગ્રહણ કરે છે. એવી રીતે વારંવાર કરીને ગુરૂ પાસેથી સર્વશ્રુત ગ્રહણ કરે છે, પણ ગુરૂને જરાએ ખેદ પમાડતો નથી. ૧૪૭૨. अन्नो दोज्झिइ कल्ले, निरत्ययं किं वहामि से चारिं ? । चउचरणगवी उ मया, अवन्न-हाणी य बडुयाणं ॥१४७३॥ मा मे होज्ज अवण्णो गोवज्झा वा पुणो व न दविज्जा । वयमवि दोज्झामो पुण, अणुग्गहो अन्नदुद्धेऽवि ॥१४७४॥ सीसा पडिच्छगाणं भरोत्ति तेऽविय हु सीसगभरो ति । न करेंति सुत्तहाणी, अन्नत्थ वि दुल्लहं तेसिं ॥१४७५॥ કાલે આ ગાયને બીજો દોહશે, તો આને નિરર્થક ચાર (ઘાસ) શા માટે આપું? એ પ્રમાણેનો વિચાર અને વર્તન ચારે જણાએ કરવાથી ગાય મરી ગઈ, તેથી તેમની નિન્દા અને હાની થઈ, અને ગૌહત્યા લાગી. હારી નિન્દા ન થાઓ, અને વળી ગૌહત્યા કરનાર, પણ ન ગણાઈએ કેમકે જો એમ થશે તો ફરીથી કોઈ બીજી ગાય આપશે નહિ (એમ માનીને ચાર નીરી) વળી ફરીથી એને અમેજ દોહીશું અને બીજા દોહશે તો પણ અનુગ્રહ થશે. એ પ્રમાણે આગન્તુક શિષ્યો વિચારે કે ગુરૂનો વિનય કરવો, તે તેમના શિષ્યોનો આચાર છે, અમારે શું ? તે શિષ્યો વિચારે કે આ નવીન શિષ્યો ગુરૂનો વિનય કરશે, કેમકે હમણાં તેમને તે વધારે વ્હાલા છે. એ રીતે એક બીજાની ઇર્ષાથી ગુરૂનો વિનય ન કરે, તો તેમને સૂત્રની હાની થાય અને અન્યત્ર બીજે સ્થળે પણ તેમને તે દુર્લભ થાય. ૧૪૭૩ થી ૧૪૭૫. કોઇ યજમાને વેદના અંદર રહેલા અધ્યયનના નિમિત્તભૂત ચરણ શબ્દ બોલવા ચતુ: ચરણદ્વિજ (કોઇ ચાર બ્રાહ્મણ) ને એક ગાય દક્ષિણામાં આપી, અને કહ્યું કે તમે ચારે જણા આ ગાયને વારાફરતી દોહજો . અને બીજા ચાર બ્રાહ્મણોને પણ તેણે એક ગાય આપીને તેમને પણ એજ પ્રમાણે વારાફરતી દોહવાનું કહ્યું. હવે પહેલાં જે ચાર બ્રાહ્મણોને ગાય આપી, તેમાંનો એક મોટો બ્રાહ્મણ પ્રથમ તે ગાયને પોતાને ઘેર લઈ ગયો અને દોહી, પછી ચારો આપતી વખતે તેણે વિચાર્યું કે આ ગાયને વારાફરતી દોહવાની છે, તો હું આજે એને નકામો શા માટે ચારો નાખું? કાલે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy